________________
Go
વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળઃ ૩| ગાથા : ૨૦-૨૧
ગાથાર્થ :
પૂજતાં જિનપ્રતિમાને પૂજતાં, દ્રોપદીએ વર માગ્યો નથી, પરંતુ શકસ્તવ ક્ય છે તેનાથી શિવ માગે છે મોક્ષ માગે છે. વળી, દ્રોપદીને વિરતિવિશેષથી સૂર્યાભની જેવી ભક્તિ જાગે છે. ll૩/૨૦II ભાવાર્થ -
દ્રૌપદીએ લગ્ન પહેલાં જિનપ્રતિમાની પૂજા કરીને મને સુંદર વર મળો તેમ માંગ્યું નથી પરંતુ પ્રતિમા આગળ શકસ્તવ કરેલ છે અને શક્રસ્તવમાં ભગવાન તરેલા છે અને તારનારા છે તે બતાવવા માટે “તિન્નાઇ તારયા” શબ્દ છે અને તેના દ્વારા દ્રૌપદીએ ભગવાન પાસે તરવાની માંગણી કરી છે, માટે દ્રૌપદી પરણ્યા પહેલાં મિથ્યાષ્ટિ છે તેમ કહી શકાય નહિ. વળી જેમ સૂર્યાભદેવને ભગવાનની ભક્તિ વિશેષ છે તેમ દ્રૌપદીને પણ ભક્તિ વિશેષ છે એટલું જ નહિ પણ વિરતિ વિશેષથી દેશવિરતિથી દ્રૌપદીને ભગવાન પ્રત્યે ભક્તિ વિશેષ જાગી છે માટે દ્રૌપદીએ જિનપ્રતિમા પૂજી છે તેના પાઠના બળથી જિનપ્રતિમાને પૂજનીય સ્વીકારવી જોઈએ. Il૩/૨૦થી અવતરણિકા :
વળી, લોકોપચાર વિનયથી પણ જિનપ્રતિમા પૂજ્ય છે તેમ બતાવતા ગ્રંથકારશ્રી કહે છે –
ગાથા :
ધર્મ વિનય અરિહન્તનો, ઈમ એ લોગવિયારો રે;
સંભવે સર્વને જાણિએ, સમકિત શુદ્ધ આચારો રે. શાસન ૨૧ ગાથાર્થ :
અરિહંતનો વિનય કરવો ધર્મ છે. ઈમ-એ રીતે, એજિનપ્રતિમાની પૂજા કરવી એ, લોકોપચાર વિનય છે, સંભવે સર્વને જાણીએ જ્યાં જે વિનય સંભવે તે સર્વને કર્તવ્યરૂપે જાણીએ, એ સમકિતનો શુદ્ધ આચાર છે. II3/૨૧II.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org