Book Title: Kumarvihar Shatakam Author(s): Ramchandragani, Ratnabodhivijay Publisher: Jinshasan Aradhana Trust View full book textPage 9
________________ VIII श्रीकुमारविहारशतकम् ગાન આખા વિશ્વમાં નિરંતર ચાલુ છે, અને દરેક ક્ષણ અને સ્થળે તેના અભુત આનંદનો આસ્વાદ સર્વ અધિકારીને મળ્યા કરે છે. સંસ્કૃત સાહિત્યમાં કાવ્યના કેટલાએક ભેદો આપેલા છે. તેમાં મહાકાવ્ય અને ખંડકાવ્ય એવા બે ભેદ પણ દર્શાવ્યા છે, અને તેના જુદા જુદા લક્ષણો આપેલા છે. આ ‘કુમારવિહાર શતક' એ ખંડ કાવ્યમાં આવી શકે છે. આ કાવ્યના કર્તા મહાનુભાવ શ્રી રામચંદ્રગણીએ પોતાની અસાધારણ નૈસર્ગિક કાવ્ય પ્રતિભાથી આ લઘુ કાવ્યને સર્વ રીતે અલંકૃત કર્યું છે. અને અગાધ સાહિત્યથી ભરેલી મહાસંસ્કારી અનુપમ દેવગિરામાં ગ્રથન કરી તેને રસભરિત બનાવેલું છે. દરેક વર્ણનીય વસ્તુને સૂક્ષ્મ દષ્ટિથી અવલોકતાં જાણે તેનું રહસ્ય પોતાની સૂક્ષ્મ બુદ્ધિના તર્કોનું અને સ્વાનુભવના સૂક્ષ્મ તત્ત્વોનું મિશ્રણ કરી ઉપાવી કાઢ્યું હોય એમ લાગે છે. વળી મનુષ્યના સ્વભાવની સૂક્ષ્મ લાગણીઓને, વિદ્વાનોની જિજ્ઞાસાઓને અને જૈન ભક્તોની આંતર ભાવનાઓને અનાયાસે આ મહાકવિ પોતાની અકૃત્રિમ વાણીમાં ઉતારતા હોય અથવા તો તેમનું પવિત્ર હૃદય પોતે જ પોતાનું ભાવના ચિત્ર આલેખતું હોય એવો ભાસ થાય છે. મહાનુભાવ શ્રી રામચંદ્રગણીની અગાધ કાવ્ય પ્રતિભા હોવાથી તે સમયના અનેક વિદ્વાનોએ અને કવિઓએ તેમના કાવ્યની ભારે પ્રશંસા કરેલી છે. સૂક્ષ્મ અવલોકન કરતાં એમ પણ ફુરણા થાય છે કે, સંસ્કૃત લેખનાં કેટલાંક માન્ય શતકોના કર્તાઓ પણ આ કુમારવિહાર શતકની શૈલીથી મોહિત થઈ એવા શતકો રચવા પ્રયાસી થયા હશે. કેટલાંક તો એ મોહને લઈને આ શતકની અવસૂરિ, વૃત્તિ વગેરે કરવાને તત્પર પણ બન્યા છે.Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 176