________________
૪૬
આમુખ
જાણી વિલાપ કરે છે અને અગ્નિપ્રવેશની તૈયારી કરે છે. અંતે એ શિવરાજનું મરણ થતાં વાસુદેવ વિલાપ કરે છે.
(૩૨) સૂતેલી દવદંતીને ત્યજી જતાં નળ શોકાતુર થાય છે અને જાગ્યા પછી દવદંતી પિતાને સ્વામીથી ત્યજાયેલી જોઈ ખેદ કરે છે.
(૩૩) સગર ચક્રવર્તીના ૬૦૦૦૦ પુત્રનું મરણ જાણી એ પુત્રનું અંતઃપુર વગેરે વિલાપ કરે છે.
(૩૪) સગ૨ ચક્રવતી પોતાના ૬૦૦૦૦ પુના મરણના સમાચાર જાણી ખેદ કરે છે.
૩પમીથી ૩૮મી સુધીની કૃતિઓ શ્રીઅમરચન્દ્રસૂરિએ વિ. સં. ૧૨૭૭ની પૂર્વે રચેલા પદ્માનંદ મહાકાવ્યમાંથી ઉદ્ધરાયેલી છે; કેમકે આ સાલમાં આ મહાકાવ્યની લખાયેલી એક હસ્તલિખિત પ્રતિ ઉપલબ્ધ થાય છે.
(૩૫)-(૩૮) આ ચારે કૃતિના વિષય અનુક્રમે આ સંસ્કૃત ખંડની ૧૧મી, ૨૭મી, ૧૨મી અને રછ કૃતિથી અભિન્ન છે.
(૩૯) આ કૃતિ શ્રીદેવવિમલગણિએ વિ. સં. ૧૬૫ર પછી રચેલા હીરસિભાગ્યમાંથી ઉદ્ધત કરાયેલી છે. એમાં તપાગચ્છીય શ્રીવિજયસેનસૂરિ પિતાના ગુરુ શ્રીહીરવિજયસૂરિના સ્વર્ગગમનને અંગે વિલાપ કરે છે.
(૪૦) આ કૃતિ શ્રી હેમવિજયગણિએ વિ. સં. ૧૬૫૮ પહેલાં રચેલા વિજયપ્રશસ્તિ કાવ્યમાંથી ઉદ્ધત કરાયેલી છે. એને વિષય ઉપર્યુક્ત ૩૯ભી કૃતિથી અભિન્ન છે.
૪૧મીથી ૪૩મી સુધીની કૃતિઓ ઉપાધ્યાય શ્રીવિનયવિજય- ૧ એમના જીવનચરિત્ર માટે જુઓ પવાનંદ મહાકાવ્યની મારી સંસ્કૃત તેમ જ અંગ્રેજી પ્રસ્તાવના.
૨ આ વર્ષમાં શ્રીહીરવિજયસૂરિ કાલધર્મ પામ્યા હતા.
૩ આ વિજયપ્રશસ્તિ કાવ્યની ટીકાનો રચનાસમય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com