Book Title: Karmn Siddhanta
Author(s): Hirabhai Thakkar
Publisher: Kusum Prakashan Ahmedabad

View full book text
Previous | Next

Page 5
________________ અમારા પપ્પા અમને પાંચેયને પોતાનાં પરિવાર સાથે એક જ ભાણે જમતા જોતા હતા ત્યારે ખુબ ખુબ રાજી થતા હતા અને હંમેશા કહેતા કે આ જ મારી સાચી મુડી છે, તેઓ હૃદયથી માનતા હતા અને જાહેરમાં કહેતા પણ હતા. કે મારી દિકરીઓ સાક્ષાત લક્ષ્મી અને મારી બરકત છે. જે દિવસે દિકરીઓનાં ભાણાની એંઠ ઘરમાં પડે એટલે ધન્ય બનીને કહેતા કે જો જો ! મને ચોક્કસ લાભ થશે અને લાભ થતાવેંત જ ફોન કરીને કહેતા કે તમારા પ્રતાપે મને ફાયદો થયો છે. આવા તો કેટકેટલાય પ્રસંગો છે જે યાદ કર્યા સિવાય બીજી કંઈ બચ્યું નથી, બસ, અમારા પરિવારની એક જ અભ્યર્થના છે કે હે પ્રભુ ! અમારા પપ્પા જયાં પણ હોય એમને ખુબ ખુબ શાંતિ અને સદગતિ આપો. અને અમને બંને ભાઈઓ તથા ત્રણેય વ્હેનોને એવા આશિર્વાદ આપો કે અમારી ફરજમાંથી કદિપણ પાછી પાની ન કરીએ, હવે અમારી મમ્મી જ અમારૂં સર્વસ્વ છે. એનાં સુખ અને શાંતિ માટે બધુ જ કરી છૂટીએ એવી બુધ્ધિ, પ્રેરણા, હિંમત અને શક્તિ આપો. કલ્પેશ • ગીરા • હીના • હર્ષા • અતુલા “દુ:ખમાં એકલા રહેવાથી દુઃખ વિસ્તરતુ અટકી જશે, અને સુખમાં અનેકને સાથે રાખવાથી સુખ વિસ્તરતુ જશે. આંસુ ખુણામાં રહે, અને હાસ્ય જગતમાં ફેલાતુ જાય, એના જેવી સફળતા આ જીવનની બીજી કઈ ?” એવા જ એક સરળ, સૌમ્ય, વિરલ અને પરોપકારી વ્યક્તિ જેનું નામ વિનોદભાઈ અંબાલાલ શાહ હતું. નામ પ્રમાણેના ગુણ, વિનોદી સ્વભાવ, નાની ઉંમરની વ્યક્તિને પણ માનથી બોલવવા, સદાય હસતા રહેવું એ એમનો રોજીંદો ક્રમ હતો. ફુલનું આયુષ્ય અલ્પ હોય છે. પરંતુ એની અલ્પતામાં પણ ભવ્યતા છે. તે પોતાના રંગોને અને મહેંકને પોતાના સ્વાર્થના કેદી બનાવી રાખતું નથી. પણ સમસ્ત વિશ્વ માટે એ રંગ અને મહેંક કુદરતને હવાલે કરી દે છે. એ ત્યાગમાં પોતાના અલ્પ આયુષ્યનું સાર્થક્ય પણ છે અને સાફલ્ય પણ છે. મનુષ્યની જિંદગી ક્ષણ ભંગુર છે. પરંતુ એ ક્ષણભંગુરતાનો વસવસો નહી, ખુમારી હોવી જોઈએ. ફુલ જેવું જીવન જીવી, પોતાની સુવાસ ચારે તરફ ફેલાવી, આ દુનિયામાંથી હંમેશને માટે વિદાય લીધી. ગરીબો પ્રત્યે જેને ખૂબ હમદર્દી હતી. ધર્મ પ્રત્યે ખૂબ શ્રધ્ધા, દરેક પ્રત્યે આદરભાવ, એવા સરળ, સ્વમાની ફુલ જેવા કોમળ “વિનોદમામા” ને લાખ લાખ વંદન. નવીનચંદ્ર ડામરલાલ શાહ (જોટાણાવાલા) ૮, શુભલક્ષ્મી સોસાયટી, હાઈવે, સાબરમતી, અમદાવાદ-૫. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 110