Book Title: Karmn Siddhanta Author(s): Hirabhai Thakkar Publisher: Kusum Prakashan Ahmedabad View full book textPage 3
________________ સ્વ. વિનોદભાઈ અંબાલાલની આછી જીવન ઝરમર ઉત્તર ગુજરાતનાં ખૂબ જ પછાત ગણાતા ચુંવાળ પ્રદેશમાં આવેલ ગુંજાલા ગામમાં પિતા અંબાલાલભાઈને ઘરે, માતા હીરાબેનની કુખે ઈ. સ. ૧૯૩૭ માં કુળદિપક રૂપે જનમ્યા હતા. ફોઈએ મુખના લક્ષણો જોઈ જેમને હંમેશા વિનોદ પ્રિય છે તેવું વિનોદભાઈ (વિનુભાઈ) નામ પાડ્યું. નામને સાર્થક કરે તેવા વિનય, વિવેક, નમ્રતા, ગંભીરતા, અડગતા અને સહિષ્ણુતાના ગુણો તેમનામાં હતા. ગામમાં તે સમયે શિક્ષણનું માધ્યમ નહિં હોવાથી નાની ઉંમરમાં દેત્રોજ - કડી છાત્રાલયમાં તથા ગોરેગાંવ - મુંબઈમાં રહી મેટ્રીક સુધીનો અભ્યાસ કર્યો. તે પછી એર્થોપાર્જન માટે ઘણી જ નાની ઉંમરમાં કલકત્તા પોતાનાં સંબંધીને ત્યાં તથા કોઈમ્બતુર પોતાના મોટા ભાઈને ત્યાં થોડો વખત રહ્યા, પણ, બરાબર ફાવટ નહિં આવવાથી અમદાવાદમાં આવી સ્થાયી થયા. ઉંમરલાયક થતાં પોતાના વતન જેવા પછાત ગણાતા બાલસાસણ ગામના, જેમ ચીંથરામાં રતન છપાયેલું હોય તેવા સુશીલાબેન સાથે લગ્નગ્રંથિથી જોડાઈ ગરિમાભર્યા ગૃહસ્થ જીવનની શરૂઆત કરી. પણ ખૂબજ નાની ઉંમરમાં પિતાશ્રી, મોટાભાઈ તથા માતાની છત્રછાયા કુદરતે ઝૂંટવી લીધી, એટલે કૌટુંબિક તથા વ્યવહારિક બધી જ જવાબદારી વિનુભાઈના માથે આવી. બધી જ જવાબદારીઓને સારી રીતે અદા કરી કુટુંબમાં તેમજ સમાજમાં સારૂં માન પામ્યા. પોતાના ગૃહસ્થાશ્રમ દરમ્યાન પાંચ બાળકો – ત્રણ દિકરીઓ અને બે દિકરાઓનો વૈભવ કુદરતે તેમને આપ્યો. સંતાનો પણ સ્વાભાવમાં તેમના જેવા અને આગળ નામના કાઢે તેવા નીકળ્યા. અમદાવાદમાં એક જ જગ્યાએ પચ્ચીસ વર્ષ સુધી નીતિથી – નિષ્ઠાથી અને વફાદારીથી નોકરી કરી તેમના શેઠને તેમજ હાથ નીચેનાં માણસોમાં પણ પ્રિય થઈ પડ્યા હતા. પોતાની મહેનતથી અને આગવી સૂઝથી શૂન્યમાંથી સર્જન કર્યું. પોતાના દિકરાદિકરીઓનાં કોઈપણ પ્રસંગોની જવાબદારી છોકરાઓ માથે રાખી નથી. તેમને દિકરાઓ કરતાં દિકરીઓ અને બહેનો પ્રત્યે ખુબજ મમતા હતી. બંને દિકરાઓ માટે સારી રીતે રહી શકે તેવા મકાનો પણ બનાવી આપ્યા છે. હવે પછીની જીંદગીમાં તેમને ખુબજ શાંતિ ભોગવવાની હતી પણ કુદરતને તે મંજુર ન હતું. એટલે એક વર્ષ પહેલા બાયપાસનું ઓપરેશન બે વખત કરાવવું પડ્યું, બધું સારું થઈ ગયું હતું પણ કાળનો સમય પુરો થવાની તૈયારીમાં હતો એટલે એક નાના ગુમડામાંથી સેપ્ટીક ફોક્સ થયું અને આખા શરીરમાં પ્રસરી જવાથી “સેપટીસીમીયા” નામના જીવલેણ દરદનો હુમલો થયો અને બાર દિવસની બિમારી ભોગવી, માંદગી દરમિયાન કુટુંબના સભ્યોએ દવામાં તેમજ મહેનતમાં કોઈ જાતની કચાશ રાખી ન હતી. પણ બધાનાં ઋણાનુબંધ પૂરા થવાથી પોતાનાં આદર્શ જીવન અને ઉમદા પરિવારની જગતને ભેટ આપી ચિરવિદાય લીધી. પ્રભુ તેમનાં આત્માને જ્યાં હોય ત્યાં પરમ શાન્તિ આપો. લી. ડૉ. નાથાલાલ અંજામ શાહનાં જય જિનેન્દ્ર.. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 110