________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી વીરપ્રભુ છે-એમ વિનાને, સર્વેશ, પૂજા, ચાતરવરને એ ચાર વિશેષણ વડે-આદ્યપ્રારંભ મંગલાચરણના શ્લેકમાં દર્શાવ્યું છે. આ ચાર વિશેષણો વડે શ્રી વીરપ્રભુનું મંગલકથીને મંગલ કરનારાઓને એમ જણાવવામાં આવે છે કે એ ચાર અતિશય યુક્ત હોય છે તેજ રેવ-
મર પદને લાયક છે. અતએ એવા દેવના સગુણેનું અનુકરણ કરીને પોતાના આત્મામાં તેવા સદ્ગુણો પ્રકટાવવા જોઈએ અને તદર્થે આ ગ્રન્થ રચનને મુખ્યદેશ છે એમ હૃદયમાં અવધવું. પ્રત્યેક ગ્રન્થના આરંભમાં મંગલ કરવું પડે છે એવી શિષ્ટજનની રીતિ છે. ગ્રન્થારંભમાં કરેલું મંગલ ગ્રન્થ રચનમાં આવતાં વિઘાને નાશ કરવાને શક્તિમાન થાય છે. ઈષ્ટદેવનું ગ્રન્થારંભમાં મંગલ કરવાથી દેવનું સ્મરણાદિ થતાં ઈષ્ટદેવના સદગુણે ખીલવવાની રૂચિ થાય છે અને દેવની પેઠે આદર્શજીવન કરવાને વ્યવહાર ચારિત્રરૂપ પ્રવૃત્તિ થાય છે, ઈત્યાદિ અનેક હેતુઓને લક્ષ્યમાં લેઈ અત્ર ગ્રન્થારંભમાં મંગલ કરવામાં આવ્યું છે. પ્રતિ શ્રી દેવમહાવીરનું મંગલ કર્યા પશ્ચાત્ તદનન્તર નામવિશિષ્ઠ સદ્દગુરુનું ગ્રન્થારંભમાં મંગલ અને નામ વિશિષ્ટ ગ્રન્થ પ્રારંભનું કથન કરવામાં આવે છે.
(ા .) आत्मज्ञानप्रदातारं-पञ्चाचार प्रपालकम् । यतीन्द्रं सद्गुरुपूज्यं, नत्वा श्रीसुखसागरम् ॥२॥ क्रिया(कर्म)योग प्रवृत्त्यर्थम् , मनुष्याणां विशेषतः। स्वस्वधर्मान्वितं सम्यक्, क्रियायोगंभणाम्यहम् ॥३॥
શબ્દાર્થ-આત્મજ્ઞાનપ્રદ પંચાચાર પ્રપાલક યતીન્દ્ર સન્નુરૂપૂજ્ય શ્રી સુખસાગર ગુરૂને નમી મનુષ્યની વિશેષતઃ ક્રિયાગ પ્રવૃત્યર્થ સ્વસ્વધર્મન્વિત કિયાને કશું છું.
વિવેચન-આત્મજ્ઞાનપ્રદ શ્રી સદગુરુ સુખસાગરજી મહારાજને ગ્રન્થારંભમાં નમસ્કાર કરવામાં આવે છે. અનેક શાસ્ત્રમાં શ્રી
For Private And Personal Use Only