________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વરૂપ અત્ર દર્શાવવામાં આવે છે. સાંસારિક અને ધાર્મિક પ્રત્યેક કાર્ય પ્રવૃત્તિ કરતાં કોધ, માન, માયા અને લેભની ગતિ મન્દ થાય અને અન્તરથી આત્મા સર્વ કાર્યોમાં સાક્ષીભૂત થઈને પ્રવર્તે, પ્રત્યેક કાર્ય કરતાં છતાં હું અને મારું એ ભાવ ન રહે અને સ્વફર્જને અમુક દષ્ટિએ અદા કરવામાં આવે એ ઉપગ રહે એવી રીતે અત્ર પ્રવૃત્તિ કર્મયોગનું સ્વરૂપ દર્શાવવામાં આવે છે. સંસારવર્તિપ્રત્યેક મનુષ્ય વર્ણકર્માનુસારે શુભાશુભ ગણાતી અનેક જાતની પ્રવૃત્તિ કરે છે પણ તે શુભાશુભ પ્રવૃત્તિમાં શુભાશુભ રાગદ્વેષના પરિણુંમથી ન બન્યાય અને બાહ્યની શુભાશુભ કર્મ પ્રવૃત્તિમાં અન્તથી શુભાશુભની માન્યતા ઉઠી જાય, ફક્ત વ્યવહારે કર્મફર્જ પ્રમાણે માન્યતા રહે અને સ્વફર્જને અનુસરી નિર્લેપ પણે કર્મ પ્રવૃત્તિ થાય કે જેથી મનુષ્ય વ્યાવહારિક વર્ણકર્મના અધિકારમાં નિયુક્ત છતા અને ફર્જ બજાવતા છતા અન્તરથી નિર્મળ રહે એ અત્રે ઉપદેશ આપવાની જરૂર છે. ભરત ચક્રવતિએ ચકવતિ પદ ભગવ્યું પણ જ્ઞાન વૈરાગ્યાદિ બળે અન્તથી નિર્લેપપણું ભાવી અન્ત કેવલજ્ઞાન પામી પરમાત્મ પદ પામ્યા. તેઓ કર્મના યોગે જે અધિકારમાં નીમાયલા હતા અને જે જે પ્રવૃત્તિ કરતા હતા તેમાં તેમના મન્દ કષાય વર્તતા હતા અને અન્તથી બાહ્ય પદાર્થની પ્રવૃત્તિને તેઓ તટસ્થ સાક્ષીભૂત થઈને અવકતા હતા, તેથી અને તેઓ સર્વ બંધનથી વિમુક્ત થયા. પ્રવૃત્તિમાર્ગના અધિકારીઓ વસ્તુતઃ આત્મજ્ઞાનીઓ છે કારણ કે તે બાહ્યથી કર્મયોગી છતાં અન્તરથી કમરહિત અને માનસિક અનેક પ્રકારની કામનારૂપ કર્મરહિત હોય છે. જે જે દેશમાં, જે જે કાળમાં આત્મજ્ઞાનીઓને અભાવ થાય છે તે તે દેશમાં તે તે કાલમાં કર્મચાગની અસ્તવ્યસ્ત દશા થઈ જાય છે અને અધિકાર૫ર કે કર્મગ કોને સેવવા યોગ્ય છે અને કેવી કેવી સ્થિતિમાં તથા રીતિથી સેવવાયેગ્ય છે તેનું સમ્યજ્ઞાન ટળી જાય છે અને તેથી તે તે દેશના તે તે કાલના મનુષ્યસમાજની બાદ તથા આન્તરિકપ્રગતિના સ્થાને અવનતિ અવલકાય છે. આત્મજ્ઞાની મનુષ્ય અધિકારપર અમુકક્ષેત્રે, અમુકકાળે અને અમુકદશામાં
For Private And Personal Use Only