________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુરમાં ચોમાસા માટે વિહાર થયો. પેથાપુરમાં થોડું વિવેચન લખાયું પરંતુ જીર્ણજવરની ઉપાધિથી ૧૦૮ ક સુધીના લોકોનું વિવેચન લખાયા બાદ વિવેચન લખવાનું કાર્ય બંધ થયું. સં. ૧૮૭૧ ના જેઠ માસથી કર્મયોગ લખવાનું વિવેચન બંધ રહ્યું. તે પાછું સં. ૧૮૭૩ ના માગશર માસથી માણસામાં વિવેચન લખાણ શરૂ કર્યું. ૧૮ મા લોકથી માણસામાં વિવેચન લખવાને આરંભ થયો. માણસાથી લીંબોદરા, ઉનાવા થઈ પેથાપુરમાં જવાનું થયું. દરેક ગામમાં વિવેચન લખાવાની પ્રવૃત્તિ જા હતી. અમદાવાદવાળા શેઠ મણિભાઈ દલપતભાઈને ત્યાં માહમાસમાં ઉઝમણું હોવાથી તેમના અનેક પત્ર આવ્યાથી પિસ માસમાં અમદાવાદ જવાનું થયું, અને અમદાવાદમાં સંપૂર્ણ વિવેચન લખવાનું કાર્ય પૂર્ણ થયું. એકંદર આઠ નવ માસમાં કર્મયોગનું સંપૂર્ણ વિવેચન લખાયું તેમ કહીએ તે કહી શકાય. સં. ૧૮૭૨ ની સાલમાં લોકમાન્ય તિલક કૃત ભગવદ્ગીતા પર કર નામનું પુસ્તક મળ્યું પરંતુ તે મરાઠી હોવાથી તેને ભાવ બરાબર સમજાયું નહીં. સં૧૮૭૩ ના
ત્રવદિ અગિયારસના રોજ માણસે આવવાનું થયું. ત્યારે શેઠ હકમચંદ ઈશ્વર પાસે લો૦ તિલકકૃત ભગવદ્ગીતા કર્મગનું હિંદુસ્થાની ભાષાનું પુસ્તક હતું તે અમોએ વાંચ્યું તેથી કમગ સંબંધી લો. ભા. તિલકના વિચારોનું પરિશીલન થયું. પરંતુ તેથી અમે એ કર્મયોગ સંબંધી વિચારેનું વિવેચન કર્યું હતું તેથી વિશેષ કંઈ જાણવાનું મળ્યું નહીં. પરંતુ તેથી અમારા વિચારોની પુષ્ટિ થાય છે એમ સમજાયું. સં. ૧૮૬૬-૬૭ ની સાલથી કર્મયોગના વિચારોની તરફ અમારું મન પ્રવર્તતું હતું તેમાં ગુરૂમહારાજના મૃત્યુ સમયના ઉપદેશથી પુષ્ટિ થઈ અને તેના ફલ તરીકે કર્મયોગ નામનું પુસ્તક લખાયું. હાલમાં પાશ્ચાત્યેની પ્રવૃત્તિથી પવય નિવૃત્તિ પરાયણ લોકોમાં પ્રવૃત્તિની આવશ્યકતાએ અમને તથા તિલક વગેરેને એકીસમે તેવા વિચારે લખવાની પ્રવૃત્તિ શરૂ કરાવી. તેમાં કાંઈ આશ્ચર્ય નથી. જે જે કાલે જે જે વિચારેની જરૂર હોય છે તેને કાલે તે તે દેશીય લોકમાં તે તે વિચારનાં વાતાવરણે પ્રકટી ની. કળે છે અને તે તે સંબંધી ગ્રન્થ, લેખે, ભાષણે, પ્રવૃત્તિ થાય છે અને ભવિષ્યમાં થશે. કઈ પણ દેશ એક સરખો પ્રવૃત્તિ પરાયણ રહેતું નથી તેમ એક સરખો નિવૃત્તિ પરાયણ રહેતું નથી. પ્રવૃત્તિ પછી નિતિ અને નિવૃત્તિ પછી પ્રત્તિ એમ પ્રવૃત્તિ નિવૃત્તિનું ચક્ર, અનાદિ કાલથી ફર્યા કરે છે. કોઈ કામમાં નિવૃત્તિ પ્રધાનપણે વર્તે છે અને કોઈ કોઈ કોમમાં પ્રવૃત્તિ પ્રધાનપણે વર્તે છે. દિવસ પ્રવૃત્તિરૂપ છે અને રાત્રી નિવૃત્તિરૂપ છે. એમ કાલક્ષેત્ર ભાવભેદે પ્રવૃત્તિ નિવૃત્તિની ગણતા મુખ્યતા થાય છે. જેમાં પ્રવૃત્તિ
For Private And Personal Use Only