________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાનપૂર્વક ક્રિયાગની પ્રવૃત્તિ સેવી અને લોકોને ઉપદેશ દીધે. સાળમા શાંતિનાથ, સત્તરમા કુંથુનાથ અને અઢારમા અરનાથ એ ત્રણ તીર્થકરેને ચક્રવર્તિની પદવીઓ હતી તેથી તેમણે ગૃહાવાસમાં બત્રીશહજાર દેશનું રાજ્ય કર્યું. અનાર્ય રાજાઓ સાથે અનેક યુદ્ધ કરી તેઓને જીત્યા, બત્રીશ હજાર દેશના રાજાઓને ધર્મે પ્રવૃત્તિથી પિતાના તાબે કર્યા અને છેવટે દીક્ષા લેઈ કેવલજ્ઞાન પામી ધર્મતીર્થની સ્થાપના કરી. જૈનધર્મનો પ્રચાર કરવામાં તેમણે કેવલજ્ઞાન પામીને ઉપદેશાદિથી ધર્મે પ્રવૃત્તિ સેવી. શ્રી મલ્લિનાથ તીર્થકરે એ પ્રમાણે ગૃહસ્થાવાસમાં ગૃહસ્થાધિકાર પ્રમાણે ધર્યું પ્રવૃત્તિ આદરી હતી અને દીક્ષા લીધા બાદ કેવલજ્ઞાની બની ધર્મ તીર્થની સ્થાપના કરી ધર્ણોદ્ધાર કર્યો. શ્રી મુનિસુવ્રત સ્વામીએ પણ તે પ્રમાણે પ્રવૃત્તિ સેવી. શ્રી મુનિસુવ્રત સ્વામીના વખતમાં શ્રી રામચંદ્રજી થયા, તેમણે રાવણને નાશ કર્યો, જેનરામાયણના વાચનથી દુનિયામાં સત્ય રામચરિત્રને લોકોને ખ્યાલ આવે છે. શ્રી નમિનાથ સ્વામીએ ગૃહાવાસમાં ગૃહી ગ્ય ધર્મ પ્રવૃત્તિ સેવી હતી અને દીક્ષા લેઈ કેવલી બની ધર્મતીર્થની સ્થાપના કરી. બાવીશમા યદુવંશી શ્રી અરિષ્ટનેમિનાથ ભગવંતે ધર્મતીર્થની સ્થાપના કરી અને ભારત જૈન ધર્મનો પ્રચાર કર્યો, ત્રેવીસમા તીર્થકર શ્રી પાર્શ્વનાથ તીર્થકર કે જે આજથી ૨૮૦૦ અઠાવીશસે વર્ષ ઉપર હતા તેમણે ગૃહાવાસમાં શુભ પ્રવૃત્તિ લક્ષણ વર્ણાદિક ધર્મને સેવ્યું હતું અને રાજ્ય કર્યાબાદ છેવટે દીક્ષા લેઈ કેવલી બની ધર્મ તીર્થની ઉન્નતિ કરી હતી. તીર્થકરની પદવી છતાં શાંતિનાથ, કુંથુનાથ અને અરનાથે નિરાસકિતથી સ્વાધિકારે અન્ય રાજાઓ સાથે યુદ્ધ કર્યા હતાં. જ્યારે શ્રી નેમિનાથના બંધુ શ્રી કૃષ્ણ જરાસંધની સાથે વઢીયાર દેશમાં જરાસંધ રાજાની સાથે યુદ્ધ કર્યું ત્યારે કૃષ્ણ રાજાના લશ્કરને જરા વ્યાપી હતી તેનું યુદ્ધમાં ચઢીને શ્રી અરિષ્ટનેમિનાથે નિવારણ કર્યું હતું. યાદવોની સાથે. યુદ્ધમાં ગૃહવાસના ક્ષત્રિ ધર્મ પ્રમાણે શ્રી અરિષ્ટનેમિનાથનું રણગણમાં આવના વાનું થયું હતું. શ્રી ભરતરાજાએ બાહુબલીની સાથે નિરાસાક્તિથી ધર્મ યુદ્ધ આદર્યું હતું અને તેણે ચાર વેદની રચના કરી હતી. તેમને કેટલોક ભાગ હાલ પણ જૈન આર્યવેદ તરીકે હયાત છે. એ ઉપરથી શ્રીકૃષ્ણના પહેલાં શ્રીષભદેવ વગેરે તીર્થકરેએ કર્મ અને કેવા વિશાલરૂપમાં સેવ્યો હતે તેને તે વાચકોને સહેજે ખ્યાલ આવી શકશે. શ્રી નેમિનાથ ભગવતે ચેરાસી હજાર વર્ષ પૂર્વે પિતાની ધર્મદેશના સાંભળવા આવનાર શ્રી કૃષ્ણને ગૃહસ્થાવાસમાં અને ત્યાગાવસ્થામાં અહંમમત્વ રહિત નિરાસકિત પણે પ્રવૃત્તિ સેવવી એમ ઉપદેશ આપ્યા હતા. જિનશાસ્ત્રના આધારે શ્રી નેમિનાથ ભગવાન પર
For Private And Personal Use Only