________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુંદરીને ગણિતનું જ્ઞાન શિખવ્યું. કાષ્ટ કર્યાદિનુ જ્ઞાન ભરતને શિખવ્યું. તથા પુરૂષાદિ લક્ષણેનું જ્ઞાન શ્રી બાહુબલીને શિખવ્યું. કાશ્યપશ્રી અષભદેવે સ્ત્રીઓની ચોસઠ કલાનું જ્ઞાન લોકોને આપ્યું. સ્ત્રીની ચોસઠકલા નીચે મુજબ છે. ૧ નૃત્ય. ૨ ઔચિત્ય. ૩ ચિત્ર. ૪ વારિત્ર. ૫ મંત્ર. ૬ તંત્ર. ૭ ઘનવૃષ્ટિ. ૮. ફલાકૃષ્ટિ. ૮ સંસ્કૃત જલ્પ. ૧૦ ક્રિયાકલ્પ. ૧૨ જ્ઞાન. ૧૨ વિજ્ઞાન. ૧૩ દંભ. ૧૪ અંબુસ્તંભ. ૧૫ ગીત. ૧૬ તાલનુંમાન. ૧૭ આકારગેપન. ૧૮ આરામરેપણ ૧૮ કાવ્યશક્તિ, ૨૦ વક્રોક્તિ. ૨૧ નરલક્ષણ પરીક્ષા. ૨૨ ગજ. ૨૩ યવર પરીક્ષા. ૨૪ વાસ્તુકશુદ્ધિ લઘુબુદ્ધિ. ૨૫ શકુનવિચાર. ૨૬ ધર્માચાર. ૨૭ અંજનયોગ. ૨૮ ચૂર્ણાગ. ૨૮ ગૃહીધર્મ. ૩૦ સુપ્રસાદનધર્મ. ૩૧ કનકસિદ્ધિ. ૩૨ વર્ણિકાવૃદ્ધિ. ૩૩ વાકપાટવ. ૩૪ કરલાઘવ. ૩૫ લલિતચરણ. ૩૬ તૈલ સુરભિકરણ- ૩૭ ભૂપચાર. ૩૮ ગેહાચાર. ૩૮ વ્યાકરણ. ૪૦ પરનિરાકરણ ૪૧ વિષ્ણુનાદ. ૪૨ વિતંડાવાદ. ૪૩ અંકસ્થિતિ. ૪૪ જનાચાર. ૪૫ કુંભભ્રમ. ૪૬ સરિશ્રમ. ૪૭ રત્નમણિભેદ. ૪૮ લિપિ પરિચ્છેદ. ૪વૈઘક્રિયા. ૫૦ કામાવિષ્કરણ. ૫૧ રંધન. પર ચિકુરબન્ધન. ૫૩ શાલિખંડન. ૫૪ મુખમંડન. ૫૫ કથાકથન. ૫૬ કુસુમગ્રંથન. ૫૭ વરવેષ, ૫૮ સāભાષાવિશેષ, ૫૮ વાણિજ્ય. ૬૦ ભેજ્ય. ૬૧ અભિધાન પરિજ્ઞાન. ૬૨ આભરણ યથાસ્થાન વિધપરિધાન. ૬૩ અત્યાક્ષરિકા. ૬૪ પ્રશ્નપ્રહેલિકા. એ પ્રમાણે રાજ્યાવસ્થામાં સ્ત્રીઓની ચેસઠકલાનું શિક્ષણ આપ્યું. તેમજ ભગવાન શ્રી ઋષભદેવે રાજ્યાવસ્થામાં વિઘાર્થવ માપ કૃષિવાણિજ્ય કુંભકાર કર્મ વગેરે સેશિ૯૫ કર્મનો ઉપદેશ કર્યો. અનાચાર્યોપદેશ જ કર્મ અને આચાર્યોપદેશ જ શિલ્પ એમ કર્મશિલ્પને વિશેષ લોકો માને છે. હુન્નર, કલા, યંત્રો વગેરે સો જાતનાં કર્મોને શ્રી ઋષભદેવે રાજ્યાવસ્થામાં ઉપદેશ આપે. હિંદુસ્થાન કર્મભૂમિ છે તે કર્મપ્રધાન છે માટે રાજ્યવસ્થામાં શ્રી ઋષભદેવે શિક્ષણ આપ્યું. શ્રી ઋષભદેવે એ પ્રમાણે રાજ્યાવસ્થામાં સર્વ કર્મોનું શિક્ષણ આપી ધર્મકર્મનો પ્રચાર કર્યો તેથી તે બ્રહ્મા કહેવાય છે અને તે નીતિના પ્રવર્તક હોવાથી મનુભગવાન ગણાય છે. શ્રી ઋષભદેવે છેલ્લી અવસ્થામાં દીક્ષા લેઈ કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું, કેવલજ્ઞાન થયા બાદ શ્રી ઋષભદેવે સમવસરણમાં બેસી ચતુર્વિધ ધર્મની દેશના દીધી અને સાધુ-સાધ્વી શ્રાવક અને શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘની સ્થાપના કરી. જીવભુકત શ્રી ઋષભદેવ કેવલી પ્રભુએ કૃતકૃત્ય થયા છતાં પ્રવૃત્તિ લક્ષણ ધર્મની પ્રવૃત્તિ સેવી ગામેગામ, દેશદેશ વિહાર કરીને જનધર્મની સ્થાપના કરી. શ્રી ઋષભદેવ પછી થનાર અજિતાદિકથી તે ધર્મનાથ સુધીના સર્વ તીર્થકરોએ
For Private And Personal Use Only