________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨
વણવે છે. જ્ઞાનદર્શન ચારિત્ર વીર્યમય આત્મા છે. જેનશાસ્ત્રોમાં છવ આત્મા, ચેતન, બ્રહ્મ, એ સર્વ આત્માના પર્યાયવાચી શબ્દો વર્ણવેલા છે. આત્માની સાથે કર્મને અનાદિકાળથી સંબંધ છે એમ જન શાસ્ત્રોમાં વર્ણન વવામાં આવ્યું છે. અનંત આત્માઓ છે. પ્રત્યેક આત્માની સાથે જ્ઞાનાવરણીયાદિ કર્મ પણ ભિન્ન પ્રકારનું છે. જ્યારે કર્મથી રહિત આત્મા થાય છે ત્યારે તે જ પરમાત્મા કહેવાય છે. આત્મા એજ પરમાત્મા છે તે વિના અન્ય ઈશ્વર નથી આત્માને ઉપરી અને તેને શુભાશુભ ફલ દાતાર અન્ય ઈશ્વર નથી. આત્મા તેજ ઈશ્વર છે તે પોતે શુભાશુભ કર્મફળને ભકતા બને છે. કર્મ વિના એક આત્માને જ માનવામાં આવે તે તપ, જપ, સંયમ પુણ્ય વગેરેની સિદ્ધિ થાય નહીં માટે આત્માની સાથે કર્મને સંબંધ સ્વીકાર પડે છે. સર્વજ્ઞ વીર પરમાત્માએ આભા અને કર્મનું સ્વરુપ કેવલ જ્ઞાનથી સાક્ષાત દેખ્યું છે માટે કર્મસ્વરૂપ સમજી તેની શ્રદ્ધા કરવી જોઈએ અને કર્મયોગી બની જ્ઞાનાવરણીયાદિ કર્મનો નાશ કરવો જોઈએ. આર્યાવર્તમાં હાલ કર્મયોગીઓની ઘણી જરૂર છે. જેને કોમને કર્મ
ગીઓની જરૂર છે એટલું જ નહિ પરંતુ હાલ આર્યાવર્તમાં તથા આર્યાવર્તને સમષ્ટિની ઉન્નતિ કરવામાં કર્મગીઓની સર્વ વિશ્વમાં ઘણી જરૂર છે અને તે કર્મયોગીઓ પણ ગુણ કમનુસત્ય કર્મયોગી. સારે અનેક પ્રકારના પ્રકટાવવાની જરૂર છે. લોકમાન્ય એની જરૂર, તિલક, મહાત્મા મેહનલાલ કરમચંદ ગાંધી. મીનીસ
બેસન્ટ, સુરેન્દ્રનાથ બેનરજી, માલવીયા વગેરેની બ્રાહ્મ કર્મયોગીઓમાં કથંચિત ગણના થઈ શકે તેમ છે. શ્રીમાન ગુર્જર નરેશ સયાજીરાવ ગાયકવાડની પણ મુખ્યતયા બ્રાહ્મ વર્ગમાં અને શૈણતાએ ક્ષાત્ર વર્ગમાં ગુણ કર્માનુસાર ગણના થઈ શકે તેમ છે. બ્રાહ્મણ વર્ગનાં અને ક્ષાત્ર વર્ગનાં કાર્યો ભિન્ન ભિન્ન છે. ઇડર નરેશ શ્રીમાન પ્રતાપરાણુની ક્ષાત્ર વર્ગમાં ગણના થઈ શકે છે. આર્યાવર્તમાં હાલ ખરા ક્ષાત્ર વીરે તેમજ બ્રાહ્મવીરે તથા વિદ્યુવીરે ખરેખર યુરપાદિ દેશની અપેક્ષાએ આંગળીના ટેરવે ગણ શકાય તેટલા છે. સાંપ્રત જમાનામાં તે આર્યાવર્તમાં પ્રત્યેક મનુષ્ય બ્રાહ્મણ ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્રની ગુણકર્મ પ્રવૃત્તિથી યુકત બનવું જોઇએ. જે આર્યાવર્તના લોકો ચારે જાતને અને ત્યાગી માર્ગના ખરેખરા કર્મીઓ નહી બને અન્ય દેશીય પ્રજાઓની સ્પર્ધામાં કચરાઇ જવાના અને તેથી તેઓ સર્વ શક્તિથી રહિત થઈ ગુલામ જેવા ગણવાના. ગુલામ જેવી નિર્માલ્ય પ્રજા તરીકે જીવન ગાળવું તેના કરતાં મૃત્યુ પામવું તે હજાર
For Private And Personal Use Only