Book Title: Kalyan 1956 11 Ank 09
Author(s): Somchand D Shah
Publisher: Kalyan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 6
________________ ':૫૭૬: : આશિર્વાદ નહિ અભિશાપ: અત્યંત આશ્ચયના વિષય છે કે-આવી વાતેની અહીં પ્રશસા થઈ રહી છે....હું આને અત્યંત ખરાબ માનુ છું.” ઉત્તર પ્રદેશના વડા પ્રધાને આગળ જતાં કહ્યું કે; ‘ જો કોઇ વિદેશી આ નિહાળે અથવા સાંભળે તે અમારા માટે શું વિચારશે? જ્યારે આપ વિદેશમાં જશે। ત્યારે શું ભારતની સંસ્કૃતિ અને ધર્મના આવા ગંદા રંગથી પ્રચાર કરશે ? - ઉત્તર પ્રદેશના પ્રધાનમત્રીની આ ચેતવણી સાંભળીને કોલેજના પ્રિન્સીપાલે તે જ સમયે વિનમ્રતાપૂર્વક ક્ષમા માગી, પરંતુ તેઓના માનસ પર લાગેલા ઘા રૂઝાયે નહિ. વિદાય લેતાં સ્ટેશન પર પણ તેમણે આ બનાવ પ્રત્યે પોતાના તીવ્ર રાષ દર્શાવ્યા. જે ગીતાને આજે હિંદુસ્તાનના લાખ્ખ હિંદુ પેાતાની ધર્મશ્રણાથી સ્વીકારે છે, તેનું આ અપમાન! રાષ્ટ્રના કરોડો રૂપિયા આજે જે શિક્ષણુ પાછળ ખરચાઈ રહ્યા છે, તેના બદલે આવા જ મળતા રહે તે અમે ખુલ્લા શબ્દોમાં કહીએ છીએ કે—આવા સંસ્કૃતિઘાતક કારખાનાએ કરતાં જનતા અભણુ રહેશે તે વધારે ઉચિત ગણાશે. し શિક્ષણુ જ હાય છે, એને તાલીમનું નામ આપવુ એ પણ તાલીમનુ અપમાન કરવા ખરેખર છે. આજે ઉચ્ચ ગણાતા શિક્ષણ-કેન્દ્રો કેટલાં કૃિત, કંગાલ અને દુઃખદાયક બની રહ્યા છે તેના આ એક જીવત દાખલે છે. આજની કોલેજોમાં જે ભવાઈએ ભજવાતી હોય છે, જલસાએ ઉજવાતા હૈાય છે અને જે નૃત્યગીતેની મહેફીલે મંડાતી હોય છે તેની સામે જો દૃષ્ટિ કરવામાં આવે તે એમ જ કહેવું પડે કે-આપણા સ્વરાજને પતનના ઉંડા ગહુરમાં લઇ જનાર કોઇ પણ હશે, તે તે આજનુ ભંગાર શિક્ષણ જ હશે. ગીતા કે કેઇ પણ સમાજના ધર્મશાસ્ત્રો ઉપર જો આવી હાસ્યાનુકૃતિએ સરજી શકાતી હાય અને તે પણ એક જવાબદાર ગણાતી શિક્ષણુ સસ્થામાંથી, તે એના જેવી લજ્જાસ્પદ વાત બીજી કઈ હાઇ શકે ? આજના પ્રિન્સીપાલે કે પ્રેાફેસરે કે શિક્ષણશાસ્ત્રીઓ પોતે જ કેવા રસ લઇ રહ્યા હાય છે તે આવા કિસ્સાએ પરથી જોઇ શકાય છે. અને આવા વિકૃત માનસના ચરણમાં કદમબેસી કરીને જો જનતાની આવતી કાલની પેઢીને તૈયાર થવાનું હોય તે અમે કહીએ છીએ કે-આ દેશની જનતા પર આથી વિરાટ બીજો કાઇ અભિશાપ નહિ પડયે હાય ! ખંધારણમાં કોઈના ધર્મની લાગણી ન દુભાવવાની બાંહેધરી આપેલી હોવા છતાં પણ જો આવાં નાટકે ચાલતા રહે તે અમારે કહેવુ. જોઇએ કે આપણી શિક્ષણ સંસ્થાએ આશિર્વાદ નથી, શાપ છે. જે શિક્ષણ પ્રજા–જીવનમાં સંસ્કૃતિ પ્રત્યેના અનુરાગ પ્રગટાવી શકતું નથી, તે કેવળ વાંઝીયું (3)(ક) V()" (ણ)AY (3)

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58