________________
ઉપરથી એમ કહી શકાય કે સં. ૧૩૦૦ થી સં. ૧૪૦ સુધીના વચગાળાના સમયમાં આ કથા રચાઈ હોવી જોઈએ. કથા સાતમી:
આ કથાની એક માત્ર તાડપત્રીય પોથી પાટણના શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિરના ભંડારના દા. ૭૧, પિથી નં. ૪ ની છે. આ પ્રતિનાં ૨૧ પત્રો છે. અંતિમ પત્ર પૂર્વ ભાગમાં અર્ધ તૂટેલું છે. પ્રતિની સ્થિતિ અને લિપિ એકંદર સારી છે અને પ્રાય: અશદ્ધ છે. તેનું માપ ૧૪ x ૧ છે. આ પ્રતિની સ્થિતિ જોતાં લગભગ ચૌદમાં સિકામાં લખાઈ હોય એમ લાગે છે. આના ઉપરથી નકલ કરીને આ કથા અહીં આપવામાં આવી છે.
આ કથાના કર્તા કોણ છે; એ સંબંધી જાણવાને કશું સાધન પ્રાપ્ત થયું નથી. કથા આઠમી:
આ કથાના સંપાદનમાં મેં A B C D], D2, D3. સંજ્ઞાવાળી છ પ્રતિઓને ઉપયોગ કર્યો છે. A સંજ્ઞક પ્રતિ અમદાવાદના ડેલાના ઉપાશ્રયના ભંડારમાં કુકડેશ્વરથી આવેલા હસ્તલિખિત ગ્રંથમાંની સચિત્ર કપસૂત્રની અંતે આપેલી આ કથા છે. આની લિપિ સુંદર મોટા અક્ષરેની છે. એકંદર પ્રતિ શુદ્ધ છે. તેનું માપ ૧૦ x ૪ છે. તેની અંતે પ્રશસ્તિ કે પક્ષિકા વગેરે કંઈ જ નથી, પણ લગભગ સોળમાં સૈકામાં લખાયેલી જણાય છે. આ પ્રતિ ઉપરથી નકલ કરી લેવામાં આવી હતી.
બીજી B સંજ્ઞાવાળી પ્રતિ મુનિરાજ શ્રીપુણ્યવિજયજી મહારાજશ્રી પાસેથી મળી હતી. આ પ્રતિમાં પાંચ ચિત્રો છે. પ્રતિનું આલેખન પદ્ધ નથી. ત્રીજી C સંજ્ઞાવાળી પ્રતિ લીંબડીના શેઠ આણંદજી કલ્યાણજી જેમ પુસ્તક ભંડારના દા. ન. ૧૨ થી નં. ૩૮ ની છે. તેના પત્રાંકા ૧૦૩ થી ૧૮ એટલે પત્રો છે. તેનું માપ ૧૦ x ૩ાા છે. આ પ્રતિ સામાન્યતઃ તાડપત્રના આકારની છે. આ પ્રતિની સ્થિતિ અને લિપિ સારી છે. લેખન બહ શુદ્ધ નથી. આ પ્રતિ સં. ૧૪૮૧ માં લખાઈ છે; એવી નોંધની પુપિકા આ સંગ્રહના પૃષ્ઠ ૯૦ માં આપેલી છે.
D1, 2, 3. સંજ્ઞાવાળી ત્રણ પ્રતિએ અમદાવાદના ડેલાના ઉપાશ્રયના ભંડારમાંથી મળી હતી. DI, સંજ્ઞક પ્રતિ લગભગ પંદરમા સિકામાં લખાયેલી જણાય છે, જ્યારે D2 પ્રતિ તાડપત્રીય આકારમાં સં. ૧૪૬૭ માં લખાઈ છે અને 53 સંજ્ઞક પ્રતિ સં. ૧૫૬ માં લખાઈ છે. આ ત્રણે પ્રતિઓ પૈકી પાછલી બે કરતાં પહેલી કંઈક અદ્ધ લખાયેલી છે. આ પ્રતિઓના પિથી નંબર અને પત્ર સંખ્યા નોંધવી રહી ગઈ છે. આ બધી પ્રતિમાંથી શુદ્ધ પાઠેનાં પાઠાંતરો લીધાં છે.
આ સિવાય ખંભાતના ભંડારની એક તાડપત્રીય પ્રતિ ૧૨ પત્રોની મળી હતી. આના બાર પત્રોમાં ૭ કલાક અડધો આપે છે અને તે પછીનું પત્ર નષ્ટ થઈ થયું છે, વળી ૯ મે પત્ર પણ ગુમ થઈ ગયું છે. આનું માપ ૧ર ૪ રાા છે. બીજી પ્રતિ અમદાવાદના ડેલાના ઉપાશ્રયના ભંડારની મળી હતી. પણ આ બંને પ્રતિ ખૂબ અશુદ્ધ હોવાથી તેને ઉપગ મે કર્યો નથી. ૭. શ્રીભાવ દેવસૂરિ
આ કથાના કર્તા બ્રભાદેવસૂરિ છે. તેઓ પોતે જ કાલકસૂરિના સંતાનીય હોવાથી તેની નોંધ કથાના અંતે આ રીતે આપે છે
ताण कालगसुरोण, वंमुपन्मेण निम्मिया ।
सरिणा भाषदेषेण, एसा संखेष ओ कहा ॥ આ કથાકારે “શ્રી પાર્શ્વનાથ ચરિત્ર” ની સંસ્કૃતમાં સં. ૧૩૧૨ માં રચના કરી છે અને તેની પ્રશસ્તિમાં તેમની પરંપરાની વિગત આપી છે. તેઓ શ્રીકાલકસૂરિસતાનીય અને ચંદ્રકળના પંડિલ
"Aho Shrutgyanam"