Book Title: Jivannu Jawahir
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 4
________________ પીંછીનો એક લસરકો ગુજરાતી ભાષામાં લખાયેલા પ્રેરણાદાયી પ્રસંગોનાં મોટા ભાગનાં પુસ્તકોમાં ભારતના ઋષિ-મુનિઓ કે મહાપુરુષોના જીવનપ્રસંગો મળે છે. થોડાંક પુસ્તકોમાં ભારતીય સંસ્કૃતિને દર્શાવતા પ્રસંગોની સાથોસાથ થોડાક વિદેશી મહાનુભાવોના પ્રેરણાદાયી પ્રસંગો મળે છે, જ્યારે અહીં ‘જીવનનું જવાહિર'માં વિદેશના રાજપુરુષો, વિદ્વાનો, વિજ્ઞાનીઓ, ચિત્રકારો, લેખકો અને ચિંતકોના પ્રસંગો આલેખવામાં આવ્યા છે. આ જીવનપ્રસંગોની સાથોસાથ એમના જીવનકાર્યની વિશેષતા પણ સંક્ષેપમાં દર્શાવી છે અને એ રીતે પીંછીના એક લસરકે એમના વ્યક્તિત્વની આછી રૂપરેખા ઉપસાવવાનો પ્રયત્ન કર્યો છે. આ ગ્રંથમાં કન્ફ્યૂશિયસ, સૉક્રેટિસ, પ્લેટો જેવા વિચારકોની સાથોસાથ બર્ટ્રાન્ડ રસેલ, સમરસેટ મૉમ, અગાથા ક્રિસ્ટી, જૉન રસ્કિન, જ્યોર્જ બર્નાર્ડ શૉ, માર્ક ટ્વેન, લિયોનાર્ડો દ વિન્ચી, અર્નેસ્ટ હેમિંગ્વે, વૉલ્ટર સ્કૉટ જેવા સર્જકોના પ્રસંગો મળે છે, તો એની સાથોસાથ અબ્રાહમ લિંકન, લેનિન, નેપોલિયન બોનાપાર્ટ, મુસ્તફા કમાલ પાશા, વિન્સ્ટન ચર્ચિલ, ફ્રેન્કલિન રૂઝવેલ્ટ, ચાલ્સ દ' ગોલ જેવા રાષ્ટ્રપુરુષોની જીવનઝાંખી પ્રાપ્ત થાય છે. અહીં થોમસ આલ્વા એડિસન, બેન્જામિન ફ્રેન્કલિન, આલ્બર્ટ આઇન્સ્ટાઇન, મેક્સ પ્લાન્ક જેવા સંશોધકોની વાત છે, તો પર્વતારોહક એડમન્ડ હિલેરી અને નોર્મન કઝિન્સના જીવનની પ્રેરણાદાયી ઘટનાઓ પણ મળશે. આ પુસ્તકના પ્રકાશન માટે શ્રી મનુભાઈ શાહે ખૂબ જહેમત ઉઠાવી છે. વળી ‘ગુજરાત સમચાર'નો તથા શ્રી શ્રેયાંસભાઈ શાહ, શ્રી બાહુબલિભાઈ શાહ તથા શ્રી નિર્મમ શાહનો આભારી છું. આ પ્રસંગોમાંથી વાચકોને જગતની પ્રતિભાઓના જીવનની માર્મિક ઘટનામાંથી નવીન જીવનદૃષ્ટિ અને મૌલિક અભિગમ પ્રાપ્ત થશે એવી આશા રાખું છું. કુમારપાળ દેસાઈ ૧૪-૬-૨૦૧૬ અમદાવાદ ૧. ૨. 3. ૪. ૫. . ૩. .. ૧૦. ૧૧. ૧૨. ૧૩. ૧૪. ૧૫. ૧૩. ૧૭. ૧૮. ૧૯. ૨૦. ૨૧. ૨૨. ૨૩. ૨૪. ૨૫. અનુક્રમ વ્યર્થ વાચાળતા પ્રસન્ન સહનશક્તિ મારા જ શબ્દોનું ખૂન કામ પ્રમાણે ગતિ હાસ્યલેખકનો ઉત્તર સેવાની જલતી જ્યોત શક્તિનો પારખુ આરસનું સૌંદર્ય મારી વિચિત્ર શોધ ગુસ્સાનો ઉપાય વિચારોની અભિવ્યક્તિ ખામીઓનો સ્વીકાર મનની પ્રયોગશાળા ઓ માઉન્ટ ઍવરેસ્ટ ! આચરણની ભેટ નાસીપાસ તો નહીં જ ! મદદનો પાત્ર દુષ્કાળનું કારણ અણીનો જખમ સ્નાનમાં સમય સ્ટેશનની શોધ પુસ્તકની કિંમત સહુ સમાન મારું દેશબંધુત્વ ચિંતા રાખશો નહીં બેન્જામિન ફ્રેન્કલિન ફ્રેન્કલિન રૂઝવેલ્ટ ખલિલ જિબ્રાન થોમસ આલ્વા એડિસન ઓલિવર હરફોર્ડ નેલ્સન મંડેલા અબ્રાહમ લિંકન માઇકલૅન્જેલો બર્ટ્રાન્ડ રસેલ જુલિયસ સીઝર વિલિયમ ગેરિસન ઓલિવર ક્રોમવેલ આલ્બર્ટ આઇન્સ્ટાઇન એડમન્ડ હિલેરી કન્ફ્યૂશિયસ સમરસેટ મૉમ સર લૉરેન્સ ઓલિવિયર જ્યોર્જ બર્નાર્ડ શૉ થોમસ આલ્વા એડિસન હૅરી ટુમેન ગુગડીડમ માર્કોની અબ્રાહમ લિંકન લેનિન સૉક્રેટિસ બેન્જામિન ફ્રેન્કલિન ' ૧૧ ૧૩ ૧૫ ૧૭ ૧૯ ૨૧ ૨૩ ૨૫ ૨૭ ૨૯ ૩૧ ૩૩ ૩૫ ૩૭ ૩૯ ૪૧ ૪૩ ૪૫ ૪૩ ૪૯ ૫૧ ૫૩ ૫૫ ૫૭

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 82