________________
વિભાગ નવમો ઃ સઝાય સંગ્રહ
[ ૨૦૭ જલ જલણાદિથી બહ, પરપ્રાણીને હણિયા બિ, તિ, ચઉરિંદ્રિય જીવને, દુહવી ન ગણિયા.
તે મુજ૦ ૫ છેદ્યા ભેદ્યા નિન્યા, મન, વચ, કાય સંજોગે; જીવ સંમૂર્છાિમ જાતિને, માર્યા અણઉપગે.
તે મુજ ૬ આશ્રિત નિજ પર જીવની, કરુણા કાંઈ ન આણી; જંગમ, થાવર જંતુને, જે મેં હણિયા જાણી.
તે મુજ૦ ૭ બાલ અવસ્થામાં એહવી, કીડા કારમી કીધી, મતિ અજ્ઞાન પ્રભાવથી, સૂધી દષ્ટિ ન લીધી.
તે મુજ૦ ૮ ચૌવન અવસ્થામાં જીવડે, કીધાં કર્મ જે કાળાં રાગ અને વળી દ્રષથી, ચિત્યા ચિત્તથી વહાલાં.
તે મુજ) ૯ પંચાચાર ન પાળિયા, મદ મત્સર વહેતાં; ધારી મેં વિપરીત ધારણા, ચિત્ત નવ મળે કહેતાં.
તે મુજ. ૧૦ ગમનાગમનથી મેં કિયા, મન માન્યા જે પંથ સુરતિ ન રહી સાચની, પર સંગે નિર્ગથ.
તે મુજ૦ ૧૧ વર્તતાં સદ્ગુરુ સાનિધે, લેભારથ લાગે કારણ છળ, બળ, કળ તણે, મેલ ન થ આઘે.
" તે મુજ ૧૨