Book Title: Jinendra Stavanadi Kavya Sandoh Part 02
Author(s): Prachin Maha Purush
Publisher: Vijaydansuri Jain Granthmala
View full book text
________________
વિભાગ અગિયારમઃ અષ્ટપ્રકારી પુજાને રાસ
તો તેહને સદ્ગતિ તણો, યે ગણિયે સંદે; પણ હું અ૫ક્રુત થકે, કિમ નિરધારું તેહ. ૫ ગતિ વિચિત્ર છે કર્મની, અનેકાંત જિનધર્મ; એ માટે એ વાતનો, જ્ઞાની જાણે મર્મ. ૬
(રાગ : ધનાશ્રી. દીઠે દીઠે રે વીમાકનંદન દિઠે–એ દેશી.) ગાયા ગાયા રે, એમ જિનપૂજા ગુણ ગાયા; વિવિધ ક્યા ગુણ કુસુમે કરી મેં, શ્રી જિનરાજ વધાયા રે. એમ. ૧ અષ્ટપ્રકારી ચરિત્રમાં નિર્મલ, વિજયચંદ્ર મુનિરાયા; હરિચંદ્ર નૃપના હિતને કાજે, એક સંબંધ બતાયા રે. એમ. ૨ ગાથા બંધ ચરિત્રથી જોઈ ભેદ સવે દિલ લાયા; જિનપૂજા ફળ દઢવા હેતે, દૃષ્ટાંત એહ દેખાયા રે. એમ. ૩ મૂળ ચરિત્રની રચના નીરખી, વિધવિધ ભાવે મેં લાયા; પ્રેમે જિનપૂજા ગુણ ગાતાં, દુકૃત દૂરે ગમાયા રે. એમo ૪. સકલ મનોરથ સફળ ફળ્યા અબ, પુણ્યભંડાર ભરાયા; કુશલલતા શત શાખા પ્રસરી, મંગલ કેડી ઉપાયા રે. એમ ૫
આદિ ચરિતથી ન્યૂન અધિક જે, સંબંધ એહ રચાયા; મિચ્છામિ દુક્કડ હેજે મુજને, સંધની સાખે સુણુયા રે. એમ૦ ૬ જિનગુણ ગાવાની બુદ્ધિ જાગી, તેણે મેં મન દેડાયા; મંદમતિ હું કાંઈ ન જાણું, શોધી લેજે કવિરાયા રે. એમo ૭ સંવત સત્તર પંચાવન વરસે, પોષ માસ મન ભાયા; રવિવાર વદી દશમી દિવસે; પૂરણ કલશ ચઢાયા રે. એમ. ૮ શ્રતપગચ્છ ગણગણ ભૂષણ, દિન દિન તેજ સવાયા; સકલ સુરિજન ગ્રહણ દિનકર, શ્રી રાજવિજયસૂરિ રાયા રે. એમ. ૯ તસ માટે શ્રી રત્નવિજયસૂરિ, નરપતિ જેણે નમાયા; શ્રીહીરરત્નસૂરિ તસ પાટે, મનવાંછિત સુખદાયા છે. એમ. ૧૦

Page Navigation
1 ... 452 453 454 455 456