Book Title: Jinendra Stavanadi Kavya Sandoh Part 02
Author(s): Prachin Maha Purush
Publisher: Vijaydansuri Jain Granthmala

View full book text
Previous | Next

Page 430
________________ વિભાગ અગિયાર : અષ્ટપ્રકારી પૂજાને રાસ [ ૩૯૯ સુણ રાજન હરિચંદ આઠમી રે (૨) જળની પૂજા ઉપરે રે; કુંભશ્રીને દષ્ટાંત, તુજને રે (૨) ભાગે મેં ભલી પરે રે. ૧૨ સડસઠમી એ ઢાળ ભવિયણ રે (૨) ઉદયરતન કહે સાંભળો રે, પ્રેમે જિનના પાય, પૂજી રે (૨) સમકિત કરજે ઊજળો રે. ૧૩ ઢાળ અડસઠમી દેહા અર્ચા અષ્ટ પ્રકારની, ભાખી એ ભગવંત; વિધનવિદારણ દુઃખહરણ, કારણું સુખ અનંત. ૧ નરક નિગોદ સમુદ્ધરણ, ભરણુ સુકૃત ભંડાર; શ્રેયકરણ અશરણશરણું, ઉતારણુ ભવપાર. ૨ શાશ્વત શિવસુખ સાધવા, પૂજા પરમ ઉપાય; જિનપદ પંકજ પૂજતાં, મનવંછિત ફળ થાય. ૩ ઈણિ પરે જિનપૂજા તણું, ઉત્તમ અષ્ટ પ્રકાર; અષ્ટ કહ્યાં તે ઉપરે, એ દૃષ્ટાંત ઉદાર. ૪ કેવલીના મુખથી સુણી, જિનપૂજા ફળ એમ; હરિચંદ નૃપને હવો, પૂજા ઉપર પ્રેમ. ૫ કેવલીને કર જોડીને, રંગે શું કહે રાય; અતિ સુખદાયક એ સહી, જિનપૂજા જગમાંય. ૬ તે માટે ત્રિવિધ સહી, આદર કરી અપાર; જિનપૂજા જુગતે સદા, મેં કરવી નિરધાર. ૭ પંચ વિષયસુખ પરિહરી, સંયમ લેવા કાજ સ્વામી હું સમરથ નહિ, કર્મ તણે વશ આજ. ૮ (તે દિન ક્યારે આવશે–એ દેશી.) મુનિવર કહે સુણ મહીપતિ, મહીમંડલ-માંય; ભાવ સમોવડ કે નહિ, ભાખે જિનરાય. ૧

Loading...

Page Navigation
1 ... 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456