Book Title: Jinendra Stavanadi Kavya Sandoh Part 02
Author(s): Prachin Maha Purush
Publisher: Vijaydansuri Jain Granthmala
View full book text
________________
૪૨૦ ]
શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્યદોહ–બીજો ભાગ અરિહંત આદે, શરણ કરાવે ચાર રે, વિગતે વળી, સંભળાવ્ય નવકાર રે; તન મન વચને, અણુશણ સીધું તાસ રે, અનુક્રમે તે, પૂરી સાસેસાસ રે. સુo ૮ કાળ કરીને, સીંચાણે તેણી વાર રે, સૌપમેં તે, પામે સુર અવતાર રે; જેને જગમાં, જૈન ધરમ પરમાણ રે, પરગટ પામે, સુર પદવી સીંચાણ રે. સુo ૯ સીંચાણને, લહી સઘળે સંબંધ રે, નિજ નંદનને, રાજ્ય દેઈ નૃપ ચંદ રે; કેવળી પાસે. લેઈ સંયમ ભાર રે, નિરમળ ભાવે, પાળે નિરતિચાર રે. સુ. ૧૦ ચંદ મુનીસર અનુક્રમે પૂરી આય રે, તિહાંથી ચવી, તપ સંયમ સુપસાય રે; પંચમ કલ્પે, તેહ થયા સુરરાય રે, કોણે જેહની, આણ ન લેપી જાય રે. સુ. ૧૧ ઈણિ પરે ભાખે, વિજયચંદ્ર મુણિંદ રે, વિરતા રાખી, સુણ રાજન હરિચંદ રે; ઈમ તે સુરપ્રિય, નિશ્ચળ ભાવ પ્રમાણે રે, કેવળ પામી, પત્યા પંચમ ઠાણે રે. સુ. ૧૨ તે માટે તું, ત્રિવિધશું જિનદેવ રે, નિશ્ચળ ચિત્ત, પૂજજે નિત્યમેવ રે; તેહથી તુજને, હશે લાભ અનંત રે, થાડા ભવમાં, પામીશ ભવને અંત રે. સુo ૧૩ છહે તેરમી, ઢાળે ઉદયરતન રે, ઊલટ આણી, ભાખે એમ વચન રે; ભૂમંડળમાં, ધન્ય ધન્ય તે નરનારી રે, ગુરુ ઉપદેશે, સમજે જે સુવિચારી રે. સુo ૧૪

Page Navigation
1 ... 449 450 451 452 453 454 455 456