Book Title: Jinendra Stavanadi Kavya Sandoh Part 02
Author(s): Prachin Maha Purush
Publisher: Vijaydansuri Jain Granthmala

View full book text
Previous | Next

Page 428
________________ વિભાગ અગિયારમો : અષ્ટપ્રકારી પૂજને રાસ [ ૩૯૭. પ્રણમી પૂછે અણગારને, કહે પ્રભુ તેહ કુંભાર કાળ કરી કિહાં ઊપને, જેણે કીધે ઉપગાર. ઈમ૦ ૧૮ સુણ ભદ્રે ! કહે સાધુજી, તેહ પ્રજાપતિ ત્યાં; જલપૂજાની અનમેદના, કીધી મનને ઉછાહ. ઈમ૦ ૧૯. તેણે પુછ્યું તે ઊપને, શ્રીધર એ તુજ તાત; નિરુપમ જેહ નરેસરુ, વસુરામાંહી વિખ્યાત. ઈમટ ૨૦. શ્રીધર ભૂપતિ સાંભળી, પૂરવ જનમ સંબંધ; વંદે સાધુને વળી વળી, આણું અધિક આણંદ. ઈમ ૨૧ છાસઠમી એ પૂરી થઈ વારુ ઢાળ રસાલ; ઉદયરતન કહે પ્રેમથી, સુણો શ્રોતા ઊજમાલ. ઈમ) ૨૨ ઢાળ સડસમી મુનિવચને પૂરવ કથા, સાંભળીને તે ત્રણ કુંભશ્રી નૃપ દુર્ગતા, પામ્યાં જાતિસ્મરણું. ૧ એ ત્રણે મુનિરાજને, વાંદીને કર જોડ; અરજ કરે આગળ રહી, મનશુદ્ધ મદ મોડ. ૨ ભગવંત જે ભાખ્યો તુમે, અમ સંબંધ વિશેષ; અમે પણ સાચે સહ્યો, જાતિસ્મરણે દેખ. ૩ કુંભશ્રીશું જે કર્યો, જનમાંતરે અપરાધ તેહ ખમા દુર્ગાતા, મનશું કરી સમાધ. ૪. ચરણે લાગી ચાહશું, એમ કરે અરદાસ; ધન્ય તું જગમાં મહાસતી, ઉત્તમ ગુણ આવાસ. ૫. મનમાંહી કરુણા કરી, કર મુજને ઉપગાર; વ્યાધિ ઘડે મુજ સીસથી, અલવે તું ઉતાર. ૬ કુંભશ્રી ઇમ સાંભળી, નિજ કર ફરતે જામ; વ્યાધિ ઘડો તસ સીસથી, ભૂમિ પડયો તે તામ. ૭,

Loading...

Page Navigation
1 ... 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456