Book Title: Jinendra Stavanadi Kavya Sandoh Part 02
Author(s): Prachin Maha Purush
Publisher: Vijaydansuri Jain Granthmala

View full book text
Previous | Next

Page 448
________________ વિભાગ અગિયારમો ઃ અષ્ટપ્રકારી પૂજાનો રાસ [ ૪૧૭ ખમજો સ્વામી માહરે, ગુનહે ગરીબ નિવાજ, મેં તમને મૂરખ પણ, પરીષહ કીધે આજ. ૭ મહીપતિ મન કમળ કરી, ખામે નામી ભાલ; મુનિ પતિને વંદે વળી, ભાવેશું ભૂપાલ. ૮ ધર્મશીષ જપે મુનિ, સપરિવારે રાય; નિરવ ભૂમિ નિહાળીને, બેઠો તેણે હાય. ૯ (તુજ શાસન રસ અમૃત મીઠું –એ દેશી) કનક કમળ ઉપર બેસીને, સુરનર પરષદ આગે રે, કહે કેવલનાણી; સુણ રાજેસર ભવજલ તરવા, જિનવાણું મન રાગે રે. ક૭ ૧ અજ્ઞાને કરી જે પ્રાણી તે, ભવ અટવીમાં ભૂલે રે; કo મુક્તિને પંથે ન પાધરે પામે, મેહની ખેહમાં ઝૂલે રે. ક૦ ૨ અજ્ઞાનને જેરે જગમાંહી, ધર્માધર્મ ન જાણે રે; કo તે વળી ક્યાં ક્યાં દુખ ન દેખે, પડ્યો ભવ દુઃખ ખાણે રે. ક. ૩ દુષ્કૃત કર્મ થકી પણ અધિક, અજ્ઞાન તણે જગ જે રે; કo હિતાહિત ન જાણે જેણે, વળી દેખે દુઃખ ઘેરે રે. ૪ અજ્ઞાને જે નર આવરિયે, તે આતમ કિમ તારે રે; કo મૂ૫ણે હિંડે હાહૂત, આગમ અરથ ન ધારે રે. કo ૫ સુણ રાજન ઈહાં વાંક ન તાહરે, મુજ સખાઈ તું વરુ રે; કo હું થયે કર્મ અરિને ખપાવી, કેવલજ્ઞાનને ધારુ રે. ક૦ ૬ ફોગટ ખેદ ધરે કાં મનમાં, સુણ તું ભૂપ સુજાણ રે; કo દુષ્કત દોષને અંત તેં આણ્યો, પશ્ચાત્તાપ પ્રમાણ રે, કo ૭ પશ્ચાત્તાપ કરે જે પ્રાણુ, તે કૃત કર્મને છપે રે; કo પ્રતિબોધ પામ્યો પશ્ચાત્તાપે, હું પણ સુગુરૂ સમીપે રે. ક૭ ૮ મહીપતિ પૂછે મનને પ્રેમે, સાધુને સીસ નભાવી રે, કહે તે કર જોડી, તુમ વૈરાગ્ય તણે અધિકાર, મુજને કહે સમજાવી છે. કo ૯ ૨૭.

Loading...

Page Navigation
1 ... 446 447 448 449 450 451 452 453 454 455 456