________________
વિભાગ અગિયારમો : અષ્ટપ્રકારી પૂજને રાસ [ ૩૯૭.
પ્રણમી પૂછે અણગારને, કહે પ્રભુ તેહ કુંભાર કાળ કરી કિહાં ઊપને, જેણે કીધે ઉપગાર. ઈમ૦ ૧૮ સુણ ભદ્રે ! કહે સાધુજી, તેહ પ્રજાપતિ ત્યાં; જલપૂજાની અનમેદના, કીધી મનને ઉછાહ. ઈમ૦ ૧૯. તેણે પુછ્યું તે ઊપને, શ્રીધર એ તુજ તાત; નિરુપમ જેહ નરેસરુ, વસુરામાંહી વિખ્યાત. ઈમટ ૨૦. શ્રીધર ભૂપતિ સાંભળી, પૂરવ જનમ સંબંધ; વંદે સાધુને વળી વળી, આણું અધિક આણંદ. ઈમ ૨૧ છાસઠમી એ પૂરી થઈ વારુ ઢાળ રસાલ; ઉદયરતન કહે પ્રેમથી, સુણો શ્રોતા ઊજમાલ. ઈમ) ૨૨
ઢાળ સડસમી
મુનિવચને પૂરવ કથા, સાંભળીને તે ત્રણ કુંભશ્રી નૃપ દુર્ગતા, પામ્યાં જાતિસ્મરણું. ૧ એ ત્રણે મુનિરાજને, વાંદીને કર જોડ; અરજ કરે આગળ રહી, મનશુદ્ધ મદ મોડ. ૨ ભગવંત જે ભાખ્યો તુમે, અમ સંબંધ વિશેષ; અમે પણ સાચે સહ્યો, જાતિસ્મરણે દેખ. ૩ કુંભશ્રીશું જે કર્યો, જનમાંતરે અપરાધ તેહ ખમા દુર્ગાતા, મનશું કરી સમાધ. ૪. ચરણે લાગી ચાહશું, એમ કરે અરદાસ; ધન્ય તું જગમાં મહાસતી, ઉત્તમ ગુણ આવાસ. ૫. મનમાંહી કરુણા કરી, કર મુજને ઉપગાર;
વ્યાધિ ઘડે મુજ સીસથી, અલવે તું ઉતાર. ૬ કુંભશ્રી ઇમ સાંભળી, નિજ કર ફરતે જામ; વ્યાધિ ઘડો તસ સીસથી, ભૂમિ પડયો તે તામ. ૭,