________________
વિભાગ અગિયારમે ઃ અષ્ટપ્રકારી પૂજાનો રાસ [ ૩૬૯
સાંભળો એક વાત ભલેરી, વર વરે કન્યા જે ફેરી; તો સુધરે સઘળી વાત, નહિ તો થાશે ઉતપાત. ૫ દેશદેશના મહીપતિ મળિયા, એકએકથી છે મહાબળિયા; તે આગે હળી કુણુ લેખ, વિચારી જુઓ સુવિશેષે. ૬ તે માટે તમે અહીં આવે, સહુને પાય લાગી મનાવે; ઘણું સાથે વેર ન કીજે, આગમન અરથ એ લીજે. ૭ ઈમ સુણી કહે તામ નરેશ, નથી વાંક માહરે લવલેશ; કન્યાએ વેર્યો વર જોઈ, પ્રમાણુ કર્યો અમે ઈ. ૮ - ઈમ સુણીને દૂત તે વળિય, ચંડસિંહને જઈ તે મળિયે;
સુરસેનનાં વચન સંભારી, દૂત ભાખે સભામાં વકારી. ૯ દૂત કહે સુણો સહુ રાજાન, સંદેશ ન વળે વાન; જો દાખ કાંઈક જોર, તે થાયે પાધરો દર. ૧૦ હળી જે કન્યા લઈ જાશે, તે સહુની લાજ લેપાશે; વળી દૂત કહે એમ વાણું, ઊતરશે તમારાં પાણી. ૧૧ ઈમ સાંભળી દૂત વચન, થયા કપાતુર રાજ; તે તે ક્રોધે થઈ યમ રૂપ, કહે ભકુટી ચડાવી ભૂપ. ૧૨ સિંહના મુખ આગે શિયાળ, ભરે જે લાંબી ફાળ; તે વાતે સિંહને ખામી, ઉખાણે સુણો એ સ્વામી. ૧૩ હળીને તે ઠામે હણજે, આપણે એ કન્યા લીજે; કરે છે ઉપરાણું એહનું, ડીજે મસ્તક તેહનું. ૧૪ ઈમ ચિંતીને મનમાંહી, હાલિક બેલા ત્યાંહિ; મૂક મૂક અલ્યા વરમાળ, કાં છેદાવે ગલનાળ. ૧૫ સુર સાન્નિધ્યે તે હાલી, બે હલ દંડ ઉલાળી; કરી ક્રોધે ભેચન રાતાં, વદે વેણુ મુખેથી તાતા. ૧૬ વરમાળા ભાગે જે ચંડ, તેડું હું-તેહનું તું; જેણે જીભે એ ભાખ્યું ભંડ, તેહના કરું હું શતખંડ. ૧૭
૨૪