________________
વિભાગ દશમ : શ્રી ગણધર દેવવન્દન
શ્રી સેહમકુલ કલ્પવૃક્ષ
અથવા
શ્રી ગણધર, યુગપ્રધાન, આરાધન, દેવવન્દન
[ પાંચ જેડા ] [ ગૂજરાતી મહિના પ્રમાણે ] કાર્તિક વદ બીજ, વૈશાખ સુદઅગિયારશ તથા ભાદરવા સુદ આઠમ, આ ત્રણ દિવસોએ આ દેવવન્દન, કરવું જોઈએ.
પ્રાથમિક વિધિ (૧) પૂર્વ અથવા ઉત્તર દિશામાં પીઠસ્થાપન કરી, ચરમ તીર્થ. પતિ ભગવાન શ્રી મહાવીર પરમાત્માની પ્રતિમા વિધિપૂર્વક પધરાવવી. તથા
(૨) અગિયાર ગણધર ભગવતિને ચિત્રપટ પધરાવવો. એ ના હેય, તે શ્રી ગૌતમસ્વામી ભગવાન તથા સુધર્માસ્વામી ભગવાનનાં ચિત્રપટ પધરાવવાં. તથા
(૩) શ્રી આચારાંગ સૂત્ર આદિ અગિયાર અંગસૂત્રની પોથીઓ પધરાવવી. તથા
(૪) એ પોથીઓની વચ્ચે શ્રી કલ્પવૃક્ષ સ્થાપવું. અને–
(૫) ભક્તિ પૂર્વક અખંડ દીપક, ધૂપ, અક્ષત, ફળ અને નૈવેદ્યનું સ્થાપન કરવું.