________________
આધારમાં કોઈ શાસ્ત્રપાઠ જાહેર કરી શકે તેમ છે ! એમની બીજી ત્રીજી આદિ તેવી ભૂમિકાનું પણ કોઈ સ્થળેથી વર્ણને બતાવી શકે તેમ છે? અન્યથા આત્મહિત માટે જીવોને કલકલ્પિતથિત વાતને શુદ્ધ ધર્મ તરીકે મનાવવાનું પાપ કરતાં અટકી જવું હિતાવહ છે.
નં. ૧૯તા. ૧૬-૭–૫૧ ના “સંદેશ'ના લેખને મથાળે (કાર્યાલયના પ્રતિનિધિ તરફથી) શિર્ષકતોના બ્લેક ટાઈપનાં લખાણની ૧૧ થી ૧૩ પંક્તિમાં લખવામાં આવેલ છે કે “ ભોગવિલાસના સંગને છોડી અનંતજ્ઞાનીઓએ જે રીતે જીવવાનું કહ્યું છે તે રીતે જીવી શકે તેમ નથી તેવા આત્માઓ પણ અનંતપદથી વંચિત નથી અને તે માટે આ ગૃહસ્થજીવનમાં રહ્યા છતાં શું કરે તે બીજી ભૂમિકાને પ્રાપ્ત કરી શકે તેની આજે ચર્ચા થવાની છે” જૈનાચાર્યશ્રીની આ પ્રરૂપણ જેનશાસ્ત્રને અસ્પૃશ્ય છે. અનંતનાનીઓએ જે રીતે જીવવાનું કહ્યું તે રીતે જેઓ ન જીવી શકે તેઓ પણ અનંતપદ (સિદ્ધપદને પામે છે, અને એ સિદ્ધપદને માટે ગૃહસ્થજીવનમાં રહીને પણ (જૈનાચાર્ય શ્રી આ લેખમાં બતાવે છે તે કાર્ય કરે તે) બીજી ભૂમિકાને એટલે સિદ્ધપદને (!) પ્રાપ્ત કરી શકે છે, એ દરેક વાત એકે ય વાત જોડે કંઈ. પણું મેળ ધરાવે છે ખરી ? જૈનાચાર્યશ્રી, કયા શાસ્ત્રનું આ માખણ રજુ કરે છે તે જ સમજવું મુશ્કેલ બને છે! જૈનાચાર્યજીને પ્રશ્ન છે કેઅનંતજ્ઞાનીઓએ જે રીતે જીવવાનું કહ્યું તે રીતે જે ન જીવી શકે તેઓના જીવનમાં પણ અનંતજ્ઞાનીઓએ કહેલું છ ન આવ્યા વિના તેઓ અનંતપદ પામી શકે છે, તે કઈ શાસ્ત્રાધાર બતાવી શકે તેમ છો છે અને યોગની બીજી ભૂમિકાને પ્રાપ્ત કરે તેણે અનંતપદ પ્રાપ્ત કર્યું એમ પણ કઈ શાસ્ત્રાધારથી બતાવી શકે તેમ છો? યોગની બીજી ભૂમિકા પણ શાસ્ત્રમાંથી બતાવી શકે તેમ છો ? જે નહિ; તે પછી આવી શાસ્ત્રથી સર્વથા નિરપેક્ષ પ્રરૂપણાઓ કરવા વડે અજ્ઞાન જનતામાં
મહારાજ બહુ જ્ઞાની' એમ ગણાવવા સિવાય બીજું પારલૌકિક હિત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com