________________
નિસ્પત ન રહે તે શુદ્ધ શ્રમણ બને? શ્રેતાઓએ વિજ્ઞપ્તિ કરવી ઘટે -ઉતર આપો નહિં તો ભણુને બોલે.
નં. ૧૬-તા. ૯-૭-૫૧ ના “સંદેશ'ના લેખની કલમ ત્રીજીના પિરા ત્રીજામાં જૈનાચાર્યશ્રી લખે છે કે-“ઈશ્વર તે સુખદુ:ખને દાતા છે. જેવા કર્મ કરે તેવાં ફળ મળે, એટલે આ દુઃખી પરિસ્થિતિ ઈશ્વરે પેદા કરી એવું અમે માનતા નથી.” આ પ્રરૂપણ બદલ જેનાચાર્ય શ્રીને પ્રશ્ન છે કે તો પછી તમે અહીં જે ઈશ્વર તે સુખદુઃખને દાતા છે” એમ પ્રરૂપણ કરી તે કયા જૈનશાસ્ત્રને આધારે કહે છે?
નં. ૧૭-તેની જોડેની જ પંક્તિથી જૈનાચાર્ય શ્રી લખે છે કે- ઈશ્વર આપણને એવી શક્તિ આપી દે કે-બધાંનાં દુઃખ નિવારીએ એવી ભાવના ખરીને પણ એવી શક્તિ આપવાની ઈશ્વરમાં શક્તિ છે ખરી? કારીગર યોગ્ય લાકડા ઉપર કારીગરી કરી શકેને? એટલે ઈશ્વરમાં શક્તિ ખરી પણ ઝીલી શકે એને માટે જૈનાચાર્યશ્રીને આ પ્રરૂપણ બદલ પ્રશ્ન છે કે ઈશ્વર, કારીગર તે ખરાને અને ભવિજીવ રૂપ યોગ્ય લાકડા ઉપર ઈશ્વર તે ભવિજીવને શક્તિ આપવા રૂપ કારીગરી કરી શકેને? છેલ્લા વાક્યમાં “ઈશ્વરમાં એવી શક્તિ ખરી.” એમ કહે છે અને તેની પહેલાનાં જ વાક્યમાં “એવી શક્તિ આપવાની ઈશ્વરમાં શક્તિ છે ખરી?' એમ પ્રશ્ન કરીને “ઈશ્વરમાં એવી શક્તિ નથી' એમ કહે છે, તે વદવ્યાઘાત, હજુ ઈશ્વરતત્વને ય નહિ ઓળખેલ હોવાને જ આભારી છે ને? એક જૈનાચાર્યશ્રીના મુખે આ કેવી વિચિત્ર પ્રરૂપણાઓ થાય છે? કાંઈ ખ્યાલ આવે છે? જૈનાચાર્યશ્રીને શ્રીમુખે આવી મિથ્યા પ્રરૂપણું થતી જ રહે તેનું જૈનશાસનને માટે ભાવિમાં પરિણામ શું ?
નં. ૧૮-તે લેખની તે ત્રીજી કલમના તે ત્રીજા પેરાને છેડે જેનાચાર્યશ્રી લખે છે કે-“ હિંસા, ચેરી, અસત્ય (અહિં પણ મિથુનનું નામ ન લીધું!) વિગેરે પાપ છોડવાની શક્તિ જે લાવવી જોઈએ, તે ચાગની બીજી ભૂમિકા છે.” જૈનાચાર્યશ્રીને પ્રશ્ન છે કે-આ પ્રરૂપણના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com