________________
કલમ ૫ ના બીજા પેરાને મથાળે જૈનાચાર્યશ્રીએ લખ્યું છે કે આપણે જે એકાંતિક અને આત્યંતિક સુખને ઈચ્છીએ છીએ તે સુખ પુણ્યથી પણ મળી શકે એવું નથી” જૈનાચાર્યશ્રીની આ પ્રરૂપણું પણ જૈન આગમસિદ્ધાંતથી વિરૂદ્ધ છે. “ પુણ્યની અપરંપાર જમાવટ કર્યા વિના એકાતિક અને આત્યંતિક સુખને પ્રાપ્ત કરે તેવી કર્મની નિર્જર કરવાનું આત્મામાં સામર્થ્ય જ આવતું નથી,”એ જૈન આગમ અને શાને સિદ્ધાંત છે. જૈનશાએ શ્રી જીનપૂજા આદિમાં અને અનુકંપામાં પુણ્યનું અને પુણ્યથી જ પરંપરાએ મેક્ષનું વિધાન કરેલ છે. તા. પ-૧૦૫ ના “સંદેશના ૫.૬ ઉપરના લેખની બીજી કોલમમાં જૈનાચાર્યશ્રીએ પિતે કબુલ્યું છે કે-“દયામય વિચારસરણીમાં એકતાન બની જતા એ આત્માઓ, એ એકતાના યોગે જે પુણ્યકર્મને ગાઢ બંધ ઉપાર્જે છે, તેને શ્રી તીર્થકર નામકર્મની નિકાચના કહેવાય છે.” આ વાતદ્વારા જે જૈનાચાર્યશ્રી, પુણ્યકમને ગાતબંધ, તીર્થંકર નામકર્મની નિકાચના કરાવી આત્માને તીર્થકર બનાવી એકાતિક અને આત્યંતિક એવું મેક્ષ સુખ મેળવી આપતા હોવાનું કબુલે છે, એ જ જૈનાચાર્યશ્રી,
આપણે જે એકાતિક અને આત્યંતિક સુખને ઈચ્છીએ છીએ તે સુખ પુણ્યથી પણ મળી શકે એવું નથી” એ વાત દ્વારા પુણ્યકર્મને બંધ પણ તે પ્રકારનું મેક્ષસુખ મેળવી આપતિ હોવાને ઇન્કાર કરે છે ! તે વદતે વ્યાઘાત પણ કે! કે શાસ્ત્રાવબોધ?
ન. ૨૮ના ર-૯-૫૧ ના “સંદેશ” ના પૃ. ૬ ઉપરના લેખની કલમ ૫ ના તે બીજા પેરાને છેડે જૈનાચાર્યશ્રીએ લખ્યું છે કે “મુક્ત અવસ્થા તે અનંતસુખમય અવસ્થા? આત્માની જે સ્વાભાવિક એવી અનંતસુખમય અવસ્થા છે, તે કર્મથી જ અપાએલી છે” તે વાક્ય ગેરસમજ પેદા કરે તેવું છે, માટે તે કર્મથી જ અપાએલી છે” એ વાક્યને બદલે તે કર્મથી જ અવરાયેલી છે' એમ સુધારે જાહેર થવો ઘટે છે.
નં. ૨૯. આ રીતે સર્વજ્ઞપરમાત્માનાં વચનનું અનેક પ્રકારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com