________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૧૧] કારણ-કાર્ય બતાવવાનું હોય ત્યારે ઉપાદાન કારણ અને ઉપાય કાર્ય કહેવામાં આવે છે. આ સંબંધની ચોખવટ આ પુસ્તકના પ્રશ્નોત્તર ૩૯૩ (પૃ. ૧૬૦) માં કરવામાં આવેલ છે.
કેટલાક એવી માન્યતા ધરાવે છે કે કર્મના ઉદય અનુસાર જીવને degree to degree વિકાર કરવો જ પડે. આવી માન્યતા બે દ્રવ્યની એકત્વબુદ્ધિમાંથી ઉત્પન્ન થાય છે. કર્મનો જીવમાં સર્વથા અભાવ છે; તે જીવ માટે અદ્રવ્ય, અક્ષેત્ર, અકાળ, અભાવ છે; માટે ખરેખર જીવ પોતાના કારણે વિકાર કરે છે ત્યારે નિમિત્તે કયું કર્મ છે તે દર્શાવવા માટે શાસ્ત્રમાં કર્મના ઉદયથી જીવમાં વિકાર થાય છે એમ કહેવામાં આવે છે. આ સંબંધીની સ્પષ્ટતા પ્રશ્નોત્તર ૩૭૧ તથા ૩૯૬માં કરવામાં આવેલ છે. સારાંશ એ છે કે નિમિત્ત, વ્યવહાર અને પરદ્રવ્યએ બધાનું જ્ઞાન કરવાની જરૂર છે, કેમકે તેવા જ્ઞાન વિના યથાર્થ જ્ઞાન થતું નથી. પણ તેમાંથી કોઇના આશ્રયે કદાપિ ધર્મ થતો નથી તેમ જ તે ધર્મનું કારણ પણ થતું નથી તેમ ચોક્કસ નિર્ણય ધારવો.
અહીં એટલું જણાવવાનું કે શ્રી અમૃતચંદ્રાચાર્યદવ રચિત પુરુષાર્થસિદ્ધયુપાય ગ્રંથના ૨૨૫માં શ્લોકનો જે અર્થ છે તે ઉપયોગી હોઇ તેનું અત્રે અવતરણ આપીએ છીએ.
૩. જૈની નીતિ અથવા નયવિવફા:
एकेनाकर्षन्ती श्लथयन्ती वस्तुतत्त्वमितरेण। अन्तेन जयति जैनी नीतिर्मन्थाननेत्रमिव गोपी।। २२५ ।।
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com