________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૧૪] तक तो यही धारणा थी कि न केवल निश्चय उपादेय है और न केवल व्यवहार किन्तु दोनों ही उपादेय हैं किन्तु पंडितजीने उसे मिथ्यादृष्टियोंकी प्रवृत्ति बतलाई है।” ૫. સર્વજ્ઞ સ્વભાવઃ
આત્માની અનંત શક્તિઓમાંની “સર્વજ્ઞત્વ અને સર્વ દર્શિત્વ એવી બે શક્તિઓના પૂર્ણ શુદ્ધપર્યાય થતાં આત્મા સર્વજ્ઞ અને સર્વદર્શી થાય છે. તેમાં સર્વજ્ઞસ્વભાવ વડે જગતના સર્વ દ્રવ્યો, તેના અનંત ગુણો, અનાદિ -અનંત પર્યાયો, અપેક્ષિત ધર્મો અને તેના અવિભાવ પ્રતિચ્છેદોએ બધાને યુગપદ્ એક સમયે જાણે છે અને તે જ્ઞાનમાં કાંઈપણ અજાણ્યું રહેતું નથી, તેથી સિદ્ધ થાય છે કે દરેક દ્રવ્યના પર્યાય ક્રમબદ્ધ થાય છે, કોઈપણ પર્યાય આડાઅવળાં થતાં નથી.
પ્રથમાનુયોગના શાસ્ત્રોમાં શ્રી તીર્થકર ભગવાનોએ તથા શ્રી કેવળીભગવાનોએ ઘણા જીવોના ભૂત-ભાવી પર્યાયો સ્પષ્ટપણે જણાવેલ છે તથા અવધિજ્ઞાની મુનિઓએ પણ ઘણા જીવોના ભૂત-ભાવી ભવોની વાતો કહી છે. તેથી દરેક દ્રવ્યના પર્યાયો ક્રમબદ્ધ હોય છે એમ જો માનવામાં આવે નહિ તો તે શાસ્ત્રો ખોટા પડે.
કોઇ કહે છે કે ભગવાન અપેક્ષિત ધર્મને ન જાણે, ભવિષ્યના પર્યાય પ્રગટ થયા નથી માટે તે સામાન્યપણે જાણે પણ વિશેષપણે જાણી શકે નહિ; વળી કોઇ કહે છે કે જો ભગવાન ભૂત-ભાવી સ્પષ્ટ જાણતા હોય તો મારો પહેલો પર્યાય અને છેલ્લો પર્યાય ક્યો? તે કહી દે-એ પ્રમાણે અનેક પ્રકારની જાઠી માન્યતાઓ ચાલી રહી છે, વળી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com