________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શકે જ નહિ, માટે તે વિરોધ મટાડવા વ્યવહારનયના કથનનો અર્થ એમ નથી પણ નિમિત્તાદિની અપેક્ષાઓ આ ઉપચાર કર્યો છે' એમ સમજવું. આ વિષય સંબંધી પ૦ શ્રી ટોડરમલજીએ શ્રી મોક્ષમાર્ગ પ્રકાશક ગ્રંથમાં નીચેના શબ્દોમાં સ્પષ્ટ કહ્યું છે
પ્રશ્ન:- તો શું કરીએ તો નયમાં શું સમજવું? ).
ઉત્તર:- નિશ્ચયન વડે જે નિરૂપણ કર્યું હોય તેને તો સત્યાર્થ માની તેનું શ્રદ્ધાન અંગીકાર કરવું તથા વ્યવહારનયવડે જે નિરૂપણ કર્યું હોય તેને અસત્યાર્થ માની તેનું શ્રદ્ધાન છોડવું.
શ્રી સમયસાર ટીકામાં પણ શ્રી અમૃતચંદ્રાચાર્યદવે એ જ કહ્યું છે કે –
(શાર્દૂલવિક્રીડિત) सर्वत्राध्यवसानमेवमखिलं, त्याज्यं यदुक्तं जिनै स्तन्मन्ये व्यवहार एव निखिलोऽप्यन्याश्रयस्त्याजितः। सम्यङ् निश्चयमेकमेव तदमी, निष्कंपमाक्रम्य किं शुद्धज्ञानघने महिम्नि न निजे, बध्नति संतो धृतिम्।। १७३।।
અર્થ- સર્વ વસ્તુઓમાં જે અધ્યવસાન થાય છે તે બધાંય (અધ્યવસાન ) જિન ભગવાનોએ પૂર્વોક્ત રીતે ત્યાગવા યોગ્ય કહ્યાં છે તેથી અમે એમ માનીએ છીએ કે “પર જેનો આશ્રય છે એવો વ્યવહાર જ સઘળો ય છોડાવ્યો છે. તો પછી, આ સત્પરુષો એક સમ્યક્ નિશ્ચયને જ નિષ્કપણે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com