Book Title: Jain Siddhanta Prashnottarmala 1
Author(s): Digambar Jain Swadhyay Mandir Trust Songadh
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 9
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ્રસ્તાવના વિક્રમ સંવત ૨૦૧૦ના શ્રાવણ માસમાં પ્રૌઢ જૈન શિક્ષણવર્ગ ચાલ્યો હતો. તે સમયે અભ્યાસમાં શ્રી લઘુ જૈન સિદ્ધાંત પ્રવેશિકા અને શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનો નવમો અધિકાર જૈન ધાર્મિક શિક્ષણ તરીકે ચલાવવામાં આવ્યા હતા. વર્ગમાં જે વિષયોનો અભ્યાસ કરાવવામાં આવતો હતો તેને લગતા અનેક પ્રશ્નો પાઠશાળાના અધ્યાપક શ્રી હીરાચંદભાઈએ અભ્યાસીઓને લખાવ્યા હતા; તેમ જ વિદ્યાર્થીઓએ પ્રશ્નો તૈયાર કર્યા હતા. શિક્ષણવર્ગ પૂરો થવા વખતે અભ્યાસીઓનો વિચાર આ પ્રશ્નોને વ્યવસ્થિતપણે સંકલિત કરી પુસ્તકરૂપે છપાવી પ્રસિદ્ધ કરવાનો થયેલ હતો અને તેના ફળરૂપે આજે આ પુસ્તક પ્રસિદ્ધ થાય છે. આ પુસ્તકમાં ખાસ ઉપયોગી પ્રશ્નો અને તેના અનુસંધાનમાં જે જે નવા ઉપયોગી પ્રશ્નો ઉદ્દભવ્યા તે સર્વનો ઉત્તર સહિત સમાવેશ કરવામાં આવેલ છે. વળી તે સર્વ પ્રશ્નોને અધિકાર પ્રમાણે વર્ગીકરણ કરી માળારૂપે ગુંથી “શ્રી જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તરમાળા” નામ આપી આજે પ્રસિદ્ધ કરીએ છીએ. આ માળામાં પ્રાથમિક અભ્યાસીને મુખ્યપણે તત્ત્વના જિજ્ઞાસુને, અભ્યાસ માટે જે જે વિષયો બહુ ઉપયોગી હોય તે સર્વ, દ્રવ્ય-ગુણ-પર્યાય, દ્રવ્ય-ક્ષેત્ર Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 415