________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૫] કાળ-ભાવ, ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય, દ્રવ્યના સામાન્ય તથા વિશેષ ગુણો, અભાવ, કર્તા-કર્મ આદિ છે કારક, ઉપાદાન-નિમિત્ત, નિમિત્ત-નૈમિત્તિક, નિશ્ચય-વ્યવહાર, સાત તત્ત્વો, નવ પદાર્થ, પ્રમાણ-નય-નિક્ષેપ, અનેકાન્ત-સ્યાવાદ, મોક્ષમાર્ગ, ગુણસ્થાન, સર્વજ્ઞ વગેરે લેવામાં આવ્યા છે. ૧. શાસ્ત્રોના અર્થની રીત
- હાલમાં મુખ્યપણે જૈનશાસ્ત્રોના અર્થો કરવા સંબંધમાં ઘણું અજ્ઞાન વર્તે છે. તેથી તે સબંધી થોડી સ્પષ્ટતા કરવાની જરૂર છે. આની ચોખવટ શ્રી પ્રવચનસારની ગાથા ૨૬૮ માં કરવામાં આવેલ છે તેમાં લખેલ અર્થ પૈકી આને લગતો ભાવ નીચે મુજબ છે –
જેણે શબ્દબ્રહ્મનો અને તેના વાચ્ય રૂપ સમસ્ત પદાર્થોનો નિશ્ચયનયથી નિર્ણય કર્યો હોય તે જીવ સંયત છે.
ઉપરોક્ત ટીકામાં શ્રી અમૃતચંદ્રાચાર્યદવે સ્પષ્ટ જણાવ્યું છે કે શાસ્ત્રમાં નિશ્ચયનયનું કથન હોય કે વ્યવહારનયનું કથન હોય-તે સર્વમાં નિશ્ચયનયાનુસાર જ અર્થો કરવા.
વ્યવહારનય સત્ય સ્વરૂપને નિરૂપતો નથી. પણ કોઈ અપેક્ષાએ ઉપચારથી અન્યથા નિરૂપે છે, તે સંયોગ, નિમિત્ત વગેરેનું જ્ઞાન કરાવવા માટે હોય છે. જો વ્યવહારનયના કથન નો અર્થ તેના શબ્દો પ્રમાણે જ કરવામાં આવે તો નિશ્ચય અને વ્યવહારના કથનો પરસ્પર વિરૂદ્ધ હોવાથી વિરોધ ઉત્પન્ન થાય, પરંતુ વીતરાગી કથનમાં કોઈ પણ સ્થળે વિરોધ હોઈ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com