________________
વિશેષજ્ઞ શ્રી લક્ષ્મણભાઈ ભોજકનો લિપિ ઉકેલવા અંગેનો સઘન અભ્યાસ ખૂબ પ્રમાણભૂત ગણાય છે. અનેક સંસ્થાઓની ધુરા સંભાળનાર, વિદ્યાલયના પાયાના પથ્થર સમાન શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડિયાએ પોતાના સ્વાધ્યાય અને સામાયિકના નિત્યક્રમ દ્વારા અનેક અભ્યાસપૂર્ણ પુસ્તકો આપ્યાં, વિદ્યાલયના માધ્યમથી બહોળા યુવાવર્ગનું ઘડતર કર્યું.
અત્રે પ્રસ્તુત પ્રત્યેક લેખક વિશે તો વિશેષરૂપે કાંઈ કહેવાનું શક્ય નથી છતાં આ પ્રત્યેક લેખના નિબંધકર્તાઓએ, આ દ્વિશતાબ્દીના સમયગાળાના વિદ્વાનોના સાહિત્ય વિશે જે અભ્યાસપૂર્ણ વિગતો પોતપોતાના લેખમાં દર્શાવી છે તેને આધારે કેટલાંક તારણો આ પ્રમાણે રજૂ કરી શકાય.
૧. મોટા ભાગના સાહિત્યકારોએ આજીવન અક્ષરની આરાધના કરી છે, જ્ઞાનનાં કાર્યોને જ પ્રાધાન્ય આપીને વિપુલ પ્રમાણમાં સાહિત્યની રચનાઓ કરી છે. અનેક કાવ્યો, પૂજાઓ, નવલકથાઓ, વિવેચનાત્મક ગ્રંથો તેઓની પાસેથી સમાજને પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત આગમોની સંશોધનાત્મક આવૃત્તિઓ તથા અનુવાદો, વિવિધ ભાષાના કોષો જેવી રચનાઓ પણ મોટા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. નવલકથાકાર શ્રી મોહનલાલ ચુ. ધામી, શ્રી જયભિખ્ખ, પં. વીરવિજયજી, પ.પૂ. આ. શ્રી રાજેન્દ્રસૂરિજી, પૂ. મુ. શ્રી પુણ્યવિજયજી, આ. મહાપ્રજ્ઞજી, પ.પૂ. આ. બુદ્ધિસાગરસૂરિજી જેવાં અનેક નામો અહીંયાં દર્શાવી શકાય તેમ છે.
૨. કેટલાય સર્જકો, સંશોધકોએ જીવનમાં સત્યને પ્રાપ્ત કરવા માટેની મથામણ કરી છે અને પોતાને જે માર્ગ સાચો જણાયો તે માર્ગે વિરોધોની વચ્ચે પણ આગળ વધવાનો પ્રયત્ન કર્યો છે. પૂ. જિનવિજયજી, પં. બેચરદાસજી, પૂ. ન્યાયવિજયજી, શ્રી ધીરજલાલ ટોકરશી શાહ જેવા અનેક સર્જકોના જીવનમાં આ સત્યપ્રીતિ પ્રતિબિંબિત થાય છે.
૩. કેટલાય સર્જકોએ બાળપણમાં કાં તો માતા-પિતા ગુમાવ્યાં છે, મુશ્કેલીઓ વચ્ચે જીવનનનો માર્ગ કાઢ્યો છે અને છતાં પોતાને માબાપ, ગુરુજનો કે વડીલો પાસેથી સંસ્કારનું જે બીજ પ્રાપ્ત થયું છે તેની જાળવણી કરીને તે સંસ્કારબીજના સંવર્ધનમાં જ, સંઘર્ષ કરીને પણ જિંદગી પસાર કરી છે અને સમાજને તેમના જ્ઞાનયજ્ઞનાં ફળ આપ્યાં છે. આજે આપણને સહજ લાગતા આગમોનાં પ્રકાશનો, અનુવાદો, સંશોધનો, વિવેચનો અને વિપુલ સાહિત્ય પ્રાપ્ત થયું છે તે સૌના પ્રદાનને સમજવા માટે તેમના જીવનને જાણવું પણ એટલું જ અગત્યનું અને રસપ્રદ છે.
આ સંપાદનકાર્ય નિમિત્તે મને અનેક તજજ્ઞોનો સહકાર પ્રાપ્ત થયો છે એમનું આ તબક્કે હું આનંદપૂર્વક ઋણ સ્વીકારું છું. પ્રેમાળ વડીલ શ્રી ધનવંતભાઈ
13