________________
વિદ્યાપ્રેમી ડૉ. તારાબહેન ૨. શાહ – આ દંપતીનું વિશાળ સાહિત્ય અને તેઓએ તૈયાર કરેલ મોટો વિદ્યાપ્રેમીવર્ગ – આ બધાંનું સવિશેષ મૂલ્ય છે. લોકસાહિત્યપ્રેમી શ્રી ઝવેરચંદ મેઘાણીની નવલકથા ગુજરાતનો જય’ રચાઈ તેના પાયામાં પૂ. જિનવિજયજીનો અગત્યનો ફાળો છે તે હકીકત અત્રે પ્રકાશમાં આવે છે. સુપ્રસિદ્ધ સાહિત્યકાર શ્રી ધૂમકેતુએ પોતાની રસિલી કલમ દ્વારા, સમગ્ર ગુજરાતને તેજસભર બનાવનાર, કલિકાલ સર્વજ્ઞ “શ્રી હેમચંદ્રાચાર્ય' વિશે ખૂબ રસપ્રદ કૃતિની રચના કરી છે.
પપૂ. મુનિરાજ શ્રી બુટેરાય (બુદ્ધિવિજયજી મહારાજ સાહેબ એવા ક્રાંતદ્રષ્ટા હતા કે તેઓની પાસે ઘડાયેલા શિષ્યોએ સમાજના હિતનો ખૂબ જ જાગૃતિપૂર્વક વિચાર કરીને, નવયુગને અનુરૂપ અવનવા પારખીને મંગળદાયક વિચારો વહેતા કર્યા. તેઓના પ્રખર શિષ્ય તેજસ્વી જ્યોતિર્ધર, નવયુગનિર્માતા ૫. પૂ. શ્રી આત્મારામજી (પ.પૂ.આ. શ્રી વિજયાનંદસૂરિજી મહારાજ સાહેબે કાળબળને પારખીને જ્ઞાનની જ્યોત ઝગાવવા માટે સરસ્વતીમંદિરો સ્થાપવા ઉપર ભાર મૂક્યો. ઈ. સ. ૧૮૯૩ની શિકાગોમાં ભરાયેલ વિશ્વધર્મપરિષદમાં સ્વામી વિવેકાનંદ સાથે પ.પૂ. આ. શ્રી આત્મારામજીને આમંત્રણ મળેલ, પણ પોતે સાધુ હોવાથી ત્યાં જઈ ન શકે તેમ જણાવીને પ્રસિદ્ધ વિદ્વાન શ્રી વીરચંદ રાઘવજી ગાંધીને આ પરિષદમાં મોકલ્યા. શ્રી વીરચંદ ગાંધીએ પરદેશમાં જઈને શુદ્ધ આચારવિચારપૂર્વક રહીને જૈન ધર્મ-દર્શનનો ડંકો વગાડ્યો અને ઘરઆંગણે જૈન સમાજના વિરોધને સહન કર્યો. પ.પૂ. આત્મારામજી મહારાજ સાહેબ અને શાસનરક્ષક શ્રી વીરચંદ ગાંધીએ સમાજને ઉત્કૃષ્ટ સાહિત્યની ભેટ પણ આપી.
જૈન ધર્મનું એક મહત્ત્વનું અંગ તે જ્ઞાનભંડારો. વિવિધ જ્ઞાનભંડારોમાં હસ્તપ્રતોનો સંગ્રહ અને તેની કાળજીપૂર્વકની સાચવણીના બહુમૂલ્ય કાર્યક્ષેત્રમાં પ.પૂ. શ્રી હંસવિજયજી મ.સા.નું મહત્ત્વનું પ્રદાન. શાસનસમ્રાટ પ.પૂ. આચાર્ય શ્રી નેમિસૂરિજી સંઘના પ્રશ્નોનો વિચક્ષણતાપૂર્વક નિવેડો લાવવામાં સતત પ્રયત્નશીલ હતા. “સત્યં નતિ શાસનનું સૂત્ર આપનાર ક્રાંતિકારી પ. પૂ. ન્યાયવિજયજી મહારાજે પોતે આરંભ-સમારંભનો ત્યાગ કરીને સમાજને સત્યના રાહે લઈ જવા સતત મથામણ કરી. સંવેગી વાચનાચાર્ય પ.પૂ. કુશલચંદ્રવિજયજીએ શુદ્ધ ચારિત્ર પાળીને કિયોદ્ધાર કર્યો. આત્મચિંતક શ્રી ભોગીલાલ ગિરધરલાલ શેઠે શ્રીમદ્ રાજચંદ્રને લગતી લોકભોગ્ય રચનાઓ કરી. એક નવી જ દૃષ્ટિ સાથે અભ્યાસરત રજનીશજી – ઓશોનું સાહિત્ય વિચારની નવી રાહ ચીંધનાર બની રહ્યું.
સંશોધનકાર્યની વાત કરીએ તો આ યુગમાં મોટા ગજાના સંશોધકોએ ગંજાવર કામો કર્યા છે. જ્ઞાનસાધક પ.પૂ. આ. શ્રી રાજેન્દ્રસૂરિજીએ અન્ય સાહિત્યની
11