Book Title: Jain Pratibha Darshan
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 1141
________________ ૧૯ર 7 [ જૈન પ્રતિભાદર્શન ગૃહિણી માતા વજેબાઈ. લાલજીભાઈના મૃત્યુ સમયે ટોકરશીભાઈની ઉંમર કેવળ ૧૦-૧૧ વર્ષની હતી. ઉંમર ભલે નાની હતી પરંતુ પિતાના ગાંધીવાદી વિચારો, સેવા-સંસ્કારો એમનામાં પાકો રંગ જમાવી ગયા હતા. | બાળપણથી જ સેવાભાવ એમના અંતરમાં પથરાયો હતો. પોતાના ગામમાં પુસ્તકાલય, રાત્રિ પાઠશાળા વગેરે કાર્યોમાં તન-મનથી જોડાઈ જતા. પૂ. શ્રી ગુલાબચંદજી મુનિને તેઓ આજે પણ નથી ભૂલી શક્યા. બર્મામાં રહીને શાખાનું ફંડ એકઠું કરેલ. ગાંધીજીના સાત્ત્વિક જીવનની અસરથી એટલા Iબધા પ્રભાવિત થયા કે ખાદીના વપરાશને જીવનમાં કાયમી સ્થાન મળ્યું. શ્રી ટોકરશી કાપડીયા મુંબઈ એકાદ વર્ષ રહી ખંતથી કામ કર્યું અને શેઠિયાઓના પ્રેમ– સદ્ભાવ--સંપાદનથી એમને બ્રહ્મદેશ જવાની તક મળી. સમયના પ્રચલિત રિવાજોથી ૧૬ વર્ષે લગ્નગ્રંથિથી જોડાયા. ધર્મપત્ની અમૃતબાઈ પણ એટલા જ સંસ્કારી હતાં. ટોકરશીભાઈની અંતરભાવનાઓમાં સર્વ રીતે સહાયરૂપ બની તેણે ભારતની આદર્શ નારી તરીકે જીવન ધન્ય બનાવવામાં પોતાની ભાવના કેન્દ્રિત કરેલ. બીજા વિશ્વયુદ્ધના કારણે ૧૯૪૨ના જાન્યુઆરીમાં શ્રી ટોકરશીભાઈને બ્રહ્મદેશ છોડવું પડ્યું. કલકત્તા થોડો સમય રહી ભારતના અન્ય શહેરોની મુલાકાત લઈ, મુંબઈ આવતાં જૂના સંબંધો તાજા થયા. ત્યાંથી હૈદ્રાબાદ આવ્યા. હૈદ્રાબાદ જેનું જૂનું નામ ભાગ્યનગર હતું. એક પછી એક તકો સાંપડતી જ ગઈ. કારોબારમાં ભાગીદારીથી વ્યવસાય શરૂ કરી, પોતાની આંતપ્રેરણાથી ધીમે ધીમે વ્યાપાર તેમ જ ઉદ્યોગમાં પણ પ્રવેશી વિકાસ સાધતા ગયા. સેવાના અનેકવિધ ક્ષેત્રોમાં પણ રસ લઈ તન-મન-ધનને સાર્થક અને જીવનને ધન્ય બનાવવા લાગ્યા. તેમની બહુમુખી સેવાઓની ટૂંકી યાદીમાં સર્વોદય, ચક્ષુદાન પ્રવૃત્તિ, પ્રાકૃતિક ચિકિત્સાલય, મહાવીર હોસ્પિટલ, જૈન ધર્મ વિકાસ-શિક્ષા, નારી સુધારસેવા, અનાથાલય, ખાદી ગ્રામોદ્યોગ, કૃષિ સુધાર, રોટરી ક્લબ, ગાંધી જ્ઞાનમંદિર વગેરે. રાજદ્વારી ક્ષેત્રે પણ જરૂર પડ્યે સેલ્સ-ટેક્સ બાબત હોય કે કોંગ્રેસનાં અધિવેશન હોય; ગુજરાતી, હિન્દી, તેલુગુ ભાષાઓનું સેવાકાર્ય હોય; જળપ્રકોપ કે દુષ્કાળરાહતનાં કાર્યો હોય; કેવળ હૈદ્રાબાદમાં જ નહિ, દેશના કોઈપણ ભાગમાં; ગુજરાત રાજ્ય હોય કે બિહાર રાજ્ય હોય; સ્થળ-સમયનો કોઈ બાધ એમને આવતો નહિ. હૈદ્રાબાદના શ્રી ગુજરાતી પ્રગતિ સમાજમાં વર્ષોથી એમણે મેનેજિંગ ટ્રસ્ટી, માનદ્ મંત્રી, પ્રમુખ આદિ પદ પર સેવા બજાવી છે. આ સંસ્થાને એમણે પોતાના કાપડીઆ ગ્રૂપના ટ્રસ્ટમાંથી રૂપિયા એક લાખ પંચોતેર હજારની સખાવત આપી. કાપડીઆ ટ્રસ્ટ પ્રગતિ મહાવિદ્યાલયને તથા કાપડીઆ ટ્રસ્ટ અતિથિગૃહને મૂર્ત સ્વરૂપ આપ્યું છે. આ ઉપરાંત નવજીવન મહિલા વિદ્યાલયને કોલેજની સ્થાપના માટે ટ્રસ્ટ તરફથી રૂપિયા એક લાખ એકાવન હજારનું દાન આપી “અમૃત કાપડીઆ' નવજીવન વીમેન પોસ્ટ-ગ્રેજ્યુએટ સાયન્સ કોલેજ સાકાર બનાવી છે. આ સિવાય હૈદ્રાબાદ ચિલ્ડન એઈડ સોસાયટી અને મુશ્કેલીમાં આવી પડેલી સ્ત્રીઓ માટેના રાધાકિશન હોમની પ્રવૃત્તિઓ વગેરેમાં મહત્ત્વનો ભોગ આપ્યો છે. તેઓશ્રી ધી હૈદ્રાબાદ સ્ટેટ ગ્રેઈન એન્ડ સીડ્ઝ મરચન્ટ્સ એસોસિયેશનના સ્થાપક હોવા ઉપરાંત તેની વર્ષો સુધી મંત્રી અને પ્રમુખ પદે કામગીરી બજાવી છે. આંધ્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 1139 1140 1141 1142 1143 1144 1145 1146 1147 1148 1149 1150 1151 1152 1153 1154 1155 1156 1157 1158 1159 1160 1161 1162 1163 1164 1165 1166 1167 1168 1169 1170 1171 1172 1173 1174 1175 1176 1177 1178 1179 1180 1181 1182 1183 1184 1185 1186 1187 1188 1189 1190 1191 1192