Book Title: Jain Pratibha Darshan
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 1170
________________ અભિવાદન ગ્રંથ ] [ ૧૧૨૧ ( દિલ્હીવાળાના નામથી ઓળખાય છે. તેમનો દિલ્હીનો ધંધો આજે પણ ચાલુ છે. શ્રી રમણભાઈનું જીવન ધર્મપરાયણ હતું. તેમણે ઉપધાન વહન કરેલાં છે. સં. ૨૦૧૯માં કપડવંજથી છ'રી પાળતો શ્રી કેસરિયાજી તીર્થનો સંઘ કાઢી ઉજ્જવળ યશ પ્રાપ્ત કરેલ છે. તેઓશ્રી મુંબઈ-ગોડીજી જૈન દહેરાસર અને ધર્માદા ખાતાઓનાં ટ્રસ્ટી હતા. શ્રી શાંતિનાથ જૈન દહેરાસર તથા શ્રી મહાવીર ક્ષત્રિય જૈન ધર્મ પ્રચારક સભાના મેનેજિંગ ટ્રસ્ટી હતા. શ્રી મહાવીર જૈન વિદ્યાલયની કાર્યવાહી સમિતિના સભ્ય તથા શ્રી સિદ્ધક્ષેત્ર જૈન બાલાશ્રમ-પાલીતાણાના ટ્રસ્ટી હતા. શ્રી રતિલાલ પાનાચંદ ગાંધી સ્વ. શેઠશ્રી પાનાચંદ ખેમચંદના પરિવારનું એક અણમોલ રત્ન તે રતિલાલભાઈ. સંસ્કાર સંપન્ન અને વૈભવયુક્ત પરિવારમાં જન્મ ધારણ કરીને જૈન શાસનના ઐતિહાસિક દસ્તાવેજી સમાન મૂલ્ય ધરાવતી સેવા કરીને જિનશાસનને જયવંતુ રાખવામાં જીવનને ધન્ય બનાવ્યું છે. મેટ્રીક સુધીનો અભ્યાસ કરીને ઓઈલ મીલની કામગીરીથી વ્યવસાય જીવનની શરૂઆત કરી; પણ તેની સાથે પરોલી તીર્થ, માદરે વતનની સંસ્થાઓમાં સમય-શક્તિ અને સંપત્તિનો ભોગ આપીને વેજલપુર ગામનું નામ રોશન કર્યું છે. ગોધરા, દાહોદ, વડોદરા, ડેરોલ સ્ટેશન એમ ચાર ચાર સ્થળોએ વ્યવહાર અને વ્યાપારની જવાબદારીની સાથે જૈનકુળની શોભારૂપ શ્રાવક ધર્મનું પાલન કર્યું. પૂ. સાગરાનંદસૂરીશ્વરજી, પૂ. ઉપા. શ્રી ધર્મસાગરજી, પૂ. પં. શ્રી અભયસાગરજી અને અન્ય મુનિભગવંતો તથા સાધ્વીજી મહારાજની ભક્તિ-વૈયાવચ્ચ, અભ્યાસ-પુસ્તક પ્રકાશન-વિહાર આદિ દ્વારા સેવા તેમજ ચારિત્રના પદની ઉપાસના, નવપદની ઓળી અને શક્તિ અનુસાર પર્વના દિવસોમાં તપશ્ચર્યા કરી છે. વ્યવહારજીવનમાં માનવતાના ઉપાસક બનીને બાલમંદિર--હાઈસ્કૂલ જેવી સંસ્થાના પ્રમુખપદની જવાબદારી સ્વીકારી જ્ઞાનગંગાનો પ્રવાહ વહેતો રાખવામાં તન-મન અને ધનથી સેવા બજાવી છે. શેઠ પાનાચંદ ખેમચંદ હાઈસ્કૂલ–ડેરોલ સ્ટેશન એ એમના પિતાશ્રીના નામથી આજે પણ શિક્ષણ કાર્ય કરતી પંચમહાલ જિલ્લાની એક નમુનેદાર સંસ્થા છે. કે. કે. હાઈસ્કૂલ-વેજલપુર, શ્રી દિવાળી બાલ મંદિર, શ્રી વિકાસ મંડળ ડેરોલ સ્ટેશન, ડેરોલ સ્ટેશન ગ્રામ પંચાયત, પંચમહાલ શિક્ષણ પ્રચારક મંડળ વગેરે સંસ્થાઓમાં પણ વેપાર ધંધાના કામને બાજુએ મૂકીને સેવા કરી છે. એમની બહુમુખી પ્રતિભાનો વિચાર કરીને તો એમ લાગે છે કે ખરેખર વેજલપુર જેવા એક નાનકડા ક્ષેત્રમાં રહીને સમસ્ત જૈન સમાજમાં આગવી પ્રતિભા–દષ્ટિ, વ્યવહાર કુશળતા અને આંતરિક કુનેહથી શાસનસેવાની પ્રવૃત્તિઓ કરીને એક ઇતિહાસ સર્જ્યો છે એમ કહીએ તો એમાં અતિશયોક્તિ નહિ લેખાય. વેજલપુરમાં નવપદની આરાધના માટે સિદ્ધચક્ર મંદિરની રચના, ડેરોલ સ્ટેશનમાં મુનિસુવ્રતસ્વામી ભગવાનનું ગૃહચૈત્ય અને સ્વ. દાદીમા અને સ્વ. માતુશ્રી ચંપાબહેનના નામથી ઉપાશ્રય બંધાયેલ છે, જ્યાં શ્રાવિકાઓ આરાધના કરીને કર્મનિર્જરાની સાથે પુણ્યોપાર્જન કરે છે. એમનાં ધર્મપત્ની અ. સૌ. કાન્તાબહેનના નામથી કારેલીબાગ-વડોદરામાં ઉપાશ્રય બંધાવેલ છે. તદુપરાંત નીચે દર્શાવ્યા મુજબની સંસ્થાઓમાં ટ્રસ્ટી રહીને તેના વિકાસની યોજનામાં પોતાનો કિંમતી સમય અર્પિત કર્યો છે. પૂ. પં શ્રી અભયસાગરજી મ. સા.ની પ્રેરણાથી પાલીતાણામાં નિર્માણ થયેલ અભિનવ એવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 1168 1169 1170 1171 1172 1173 1174 1175 1176 1177 1178 1179 1180 1181 1182 1183 1184 1185 1186 1187 1188 1189 1190 1191 1192