Book Title: Jain Pratibha Darshan
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 1182
________________ અભિવાદન ગ્રંથ | [ ૧૧૩૩ સંઘવી ઠાકરશીભાઈ ભગવાનભાઈ ગુજરાતમાં જેમ કુશળ કલાકારો કે ઉત્તમ રાજવીઓ થયાં તેમ સાદાઈની મૂર્તિસમાં સમર્થ વેપારીઓ પણ થયાં. જેઓની વહારકુશળતાને અહોભાવથી વંદન કર્યા વગર રહી શકાતુ નથી. મૂળ વાવાડી (ગજાભાઈ)ના વતની પણ સમયકાળ પરિવારને લઈને સ. ૨૦૦૪માં સિહોર આવ્યા અને કાપડની દુકાન શરૂ કરી, બચપણથી જ ધર્માનુરાગીતા તથા દાનપ્રિયતા જેવા ગુણોથી તેમનું જીવન ઘડાયું હતું. એટલે સવાર સાંજ પ્રતિક્રમણ, સેવા-પૂજા અને ધાર્મિક અનુષ્ઠાનોમાં હંમેશા મોખરે હતા. નવ લાખના નવકારમંત્રનો જાપ શ્રદ્ધાભાવે પૂર્ણ કર્યો. જૈનધર્મથી પૂરા રંગાયેલા આ પરિવારને સાધુ સાધ્વીઓની વૌયાવચ્ચમાં પણ પૂરી દિલચશપી. ૨૦૦૬માં પૂ. આ. શ્રી દેવેન્દ્રસાગરસૂરિજી મ.નું સિહોરમાં ચોમાસુ હતુ તે દરમ્યાન પૂજયશ્રીની નિશ્રામાં અઠ્ઠાઇતપનું વિશિષ્ઠ આરાધન કર્યું તે સિવાય પણ બીજી ઘણી તપશ્ચર્યા કરી. ૨૦૧૭માં પરિવાર સાથે ભાવનગરમાં આગમન થયું. અને ભાવનગરને કર્મભૂમિ બનાવી. અત્રે પણ કાપડ લાઈનમાં જ વિકાસના પગરણ માંડ્યા. સાથે સંપતિનો ધર્મમાર્ગે પણ સદુપયોગ કરતા રહ્યાં. સત્તર વર્ષ પહેલા પૂ. મેરૂસૂરિદાદાની પ્રેરક નિશ્રામાં મહા સુદિ-૧૩ના રોજ શાસ્ત્રીનગર જૈન દેરાસરમાં આદિનાથદાદાની પ્રતિષ્ઠા કરાવી. તીર્થયાત્રાઓમાં પણ શીખરજી, પાવાપુરી, રાજગૃહી, ક્ષત્રિયકુંડ અને બીજા અનેક તીર્થોની યાત્રા કરી. હૈયાના ભાવોલ્લાસ સાથે તીર્થસ્થાનોમાં યથાશક્તિ દ્રવ્યનો પણ સદુપયોગ કર્યો. બારવર્ષ પહેલા જ ઠાકરશીભાઈનો સ્વર્ગવાસ થયો. આ પરિવારમાં આચાર-વિચાર, વાણી-વર્તન એક સરખુ રાખવા તેઓ સતત પ્રયત્નશીલ હતા. અને તેથીજ ઉત્કૃષ્ટધર્મ એટલે અહિંસા, સંયમ, તપ આ ત્રણેયને જીવનમાં વણ્યા હતા. પરિવારમાં માતુશ્રી સાંકળીબેને પણ સોળભથ્થાની તપશ્ચર્યા, ઉપધાન, વરસીતપ વગેરે ભાવ અને આત્મ શદ્ધિના સંકલ્પ સાથે કરેલા. જે તેમનું મોટું જમા પાસુ છે. ઉમરાળા પાસે પીપરાળીમાં પણ શિતલનાથ પ્રભુજીની પ્રતિષ્ઠા વખતે પરિવારે સ્વામિવાત્સલનો લાભ લીધો હતો. પરિવારમાં ચારપત્રો વસંતભાઈ, મણિભાઈ, જયસુખભાઈ, અમુલખભાઈ, પુત્રીઓ મંછાબેન, કાંતાબેન, નિમુબેન, સો ખૂબજ સુખી છે. ધર્મધ્યાનમાં સૌને અપૂર્વ શ્રદ્ધા છે. સ્વ. ઠાકરશીભાઈની સુવાસને આજે સૌ યાદ કરે છે. શ્રુત ભક્તિવાન નંદલાલ દેવલુકને અંતરના આશીર્વાદ તમારું નામ અને કામ બને યશસ્વી બનો. સાડા ત્રણ દાયકાથી તમે જે સંદર્ભગ્રંથોનું ભગીરથ કામ ઉપાડ્યું છે, તન, મન દ્વારા મૃતોપાસના પાછળનો તમારો પ્રબળ પુરુષાર્થ દાદ માંગી છે. રાત દિવસ જોયા સિવાય ભારતભરમાં ઘૂમીને શ્રી જૈનસંઘને તમે મૃતભક્તિનો-ગ્રંથોનો અમૂલ્ય વારસો આપ્યો છે. તમારું આ અધ્યાત્મ પ્રદાન કદી ભૂલાશે નહીં. અંતરના ઓરડેથી મંગળ આશીર્વાદ પાઠવું છું. શાસનદેવ તમારી બુદ્ધિ-પ્રજ્ઞામાં સહાય કરે. તમારી પ્રગતિમાં નવું બળ આપે એજ મંગલ ભાવના. નમિનાથ જૈનમંદિર, – સાધ્વી પાયશાશ્રીજીના ધર્મલાભ અમરેલી 13૦. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 1180 1181 1182 1183 1184 1185 1186 1187 1188 1189 1190 1191 1192