Book Title: Jain Pratibha Darshan
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 1184
________________ અભિવાદન ગ્રંથ ] (6) [ ૧૧૩૫ ગુરુમૂર્તિઓ સ્વદ્રવ્યથી ભરાવી અને સ્વદ્રવ્યથી ચારે દેરી બનાવી. સ્વદ્રવ્યથી મહામહોત્સવપૂર્વક પ્રતિષ્ઠા કરાવી. વલ્લભીપુરથી સાત કિલોમીટર દૂર અયોધ્યાપુરમ મહાતીર્થના સંકુલની તમામ જગ્યા આશરે ૨૫૦૦૦ (પચીસ હજાર) ચોરસ મીટર જમીન તીર્થ બનાવવા વિના મૂલ્યે (ભેટ) આપી છે. કુ. સોનલ (સ્મિત ગિરાશ્રીજી)ના વલ્લભીપુરમાં ભવ્યાતિભવ્ય દીક્ષાપ્રસંગે લક્ષ્મીનો સદ્ઉપયોગ. જીવદયા-ક્ષેત્રે ગુજરાતની અનેક પાંજરાપોળમાં લક્ષ્મીનો સદ્ઉપયોગ (૮) (૯) (૧૦) અનેક જૈન તીર્થસ્થાનોમાં શક્તિ મૂજબ લક્ષ્મીનો સદ્ઉપયોગ (૧૧) વાગરા (જી. ભરૂચ) વાઘેશ્વર મહાદેવ મંદિરમાં સ્વદ્રવ્યથી શિવલીંગ પધરાવી ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ કરેલ. (૧૨) વાગરા (જી. ભરૂચ) માતાજીની મૂર્તિ સ્વદ્રવ્યથી પધરાવી પ્રતિષ્ઠા કરાવી. (૧૩) પચ્છેગામ (તા. વલ્લભીપુર) કુળદેવી ખોડીયાર મંદિર નિર્માણમાં લક્ષ્મીનો સદ્ઉપયોગ. પરિવારમાં અનુમોદનીય તપસ્યાની ઝલક (૧) ૪૫ ઉપવાસ (૨) ૩૦ ઉપવાસ (૩) પંદર ઉપવાસ (૪) અઠ્ઠાઈતપ (૫) વરસીતપ (૬) ઉપધાન તપ (૭) પાંત્રીશુ (૮) અઠ્યાવીશુ (૯) લબ્ધિતપ (૧૦) કંઠાભરણ તપ (૧૧) અષ્ટાપદ તપ (૧૨) શત્રુંજય તપ (૧૩) સિદ્ધિતપ (૧૪) યતિધર્મ તપ (૧૫) લબ્ધિકમળ તપ (૧૬) નિગોદ આયુ તપ (૧૭) પ૦૦ આયંબિલ તપ (૧૮) ૧૦૦૮ સહસ્રફુટના એકાસણાં (૧૯) ૨૦ સ્થાનક ઓળી (૨૦) મોક્ષદંડ તપ (૨૧) સિદ્ધગિરિની ૯૯ યાત્રાઓ (૨૨) ધર્મચક્ર તપ. ઉપરોક્ત પ્રસંગોની ભવ્ય ઉજવણી શ્રી સંઘ સ્વામિવાત્સલ્ય, પૂજા પૂજન, ભાવના, પ્રભાવના વિ. દ્વારા કરી છે. તેમના મોટાપુત્ર વલ્લભીપુર તપગચ્છ સંઘ, વલ્લભીપુર લોકાગચ્છસંઘ, વલ્લભીપુર વિશાશ્રીમાળી જ્ઞાતી, વલ્લભીપુર પરબ કમિટી, વલ્લભીપુર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પદે નિસ્વાર્થ પ્રેરણાદાયી સેવા આપી ચૂક્યા છે. હાલમાં જૈન ખોડીયાર મંદીર ટ્રસ્ટ (પચ્છેગામ)ના પ્રમુખપદે તથા અયોધ્યાપુરમ તીર્થમાં સેવા આપી રહ્યા છે. તેમના પુત્રવધુ અ. સૌ. પ્રભાલક્ષ્મી ભોગીલાલ જોટાણી શ્રી વલ્લભીપુર પાર્શ્વજિન મહિલા મંડળના પ્રમુખપદે નિસ્વાર્થભાવે સેવા આપી રહ્યા છે. વેલચંદભાઈના પરિવારમાં ૬ પુત્રો-૩ પુત્રીઓમાંથી હાલમાં ચાર પુત્રો-૧ પુત્રી હયાત છે. વ્યવસાય-ક્ષેત્ર-વલ્લભીપુર ભાવનગર સુરત અમદાવાદ વિ. સ્થળોએ છે. દર ૧૨ વરસે ભરાતા કુંભ મેળા પ્રસંગે ઉજ્જૈન (મધ્યપ્રદેશ) છીપ્રા નદીમાંથી શિવલીંગ અમૂલ્ય કિંમતે મેળવી વાગરા (જી. ભરૂચ)માં પધરાવી પ્રતિષ્ઠા કરી છે. શ્રી ભોગીભાઈ સેવાપ્રિય અને સૌજન્યશીલ છે. શાસનસેવા અને સામાજિક સેવામાં ખૂબ જ રસ ધરાવે છે. પોતાની આવડત અને કાર્યકુશળતાથી સમાજમાં આગવું સ્થાન ધરાવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 1182 1183 1184 1185 1186 1187 1188 1189 1190 1191 1192