Book Title: Jain Pratibha Darshan
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 1181
________________ ૧૧૩૨ ? [ જૈન પ્રતિભાદર્શન જ્યાં એક સમયે નાલંદા અને તક્ષશિલાની યાદ અપાવે તેવું અહીં ભારતનું વિશ્વવિદ્યાલય હતું, જ્યાં મૌર્યવંશના રાજાઓએ રાજ કરીને જૈનધર્મ અંગીકાર કરેલ. ઐતિહાસિક પ્રાચીન નગરી વલ્લભીપુર જૈનધર્મમાં વિશિષ્ટ સ્થાન ધરાવતું આજનું વલ્લભીપુર(વળા) એક સમયે શત્રુંજય ગિરિરાજની યાત્રાએ જવા માટેનું પ્રવેશદ્વાર ગણાતું. વર્ષો પૂર્વે વલ્લભીપુર જ શત્રુંજયની તળેટી હતી. ભગવાન મહાવીરસ્વામીના નિર્વાણ પછી ૯૮૦ વર્ષે શ્રી દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણની અધ્યક્ષતામાં અહીં ૫OO આચાર્યાદિ શ્રમણ ભગવંતોની ધર્મપરિષદ (આગમવાચના) સંપન્ન થઈ હતી અને સકલ આગમને પુસ્તકારૂઢ કરવામાં આવ્યું હતું. આ ઐતિહાસિક તીર્થભૂમિના વિકાસ માટે શાસનસમ્રાટશ્રીતપાગચ્છાધિપતિ પૂજ્યપાદ આચાર્યશ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજશ્રીએ અથાક પ્રયત્નો કરેલા છે. ગામના દેરાસરજીમાં ચિંતામણિ પાર્શ્વનાથ દાદાની સંપ્રતિ મહારાજાના સમયની પ્રાચીનમૂર્તિ છે જે અતિ રમણીય અને દર્શનીય છે. આ દેરાસરજીમાં મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાન ઉપરાંત બાજુમાં આદિનાથ ભગવાન તથા શાંતિનાથ ભગવાનનાં પણ દર્શન થાય છે. સામે ચૌમુખજીદાદા, આદિનાથદાદા, મહાવીરસ્વામી, સંભવનાથદાદા તથા | ચંદ્રપ્રભુસ્વામી બિરાજમાન છે. રંગમંડપમાં ગૌતમસ્વામી, માણિભદ્રજી તથા ઘંટાકર્ણવીરની દેરીઓ છે. ગુરુમૂર્તિઓનાં પણ અત્રે દર્શન ઉપલબ્ધ છે--જેમાં શ્રી દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણ, શ્રી | મલ્લવાદીસૂરિજી, શ્રી વિજયાનંદસૂરિજી, શ્રી ધનેશ્વરસૂરિજી, શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજ વગેરે ઉપરાંત અત્રે રંગમંડપમાં પૂ. જયંતવિજયજી મ., પૂ. શ્રી ભાસ્કરવિજયજી મહારાજ, પૂ. આ.શ્રી નેમિસૂરી શ્વરજી મહારાજ, પૂ. આ.શ્રી વિજ્ઞાનસૂરિજી મહારાજ, પૂ. આ.શ્રી કસ્તુરસૂરિજી મહારાજ, પૂ. મુનિશ્રી વિમલયશવિજયજી મ. વગેરે. આજે પણ પર્વાધિરાજ પર્યુષણમાં જયારે કલ્પસૂત્ર વંચાય ત્યારે વલ્લભીપુર(નરેશ)નું નામ અવશ્ય વંચાય છે, જે જગજાહેર છે. અમદાવાદ-ભાવનગર-પાલીતાણા હાઈવે રોડ ઉપર આ પ્લોટ દેરાસરજી આવેલું છે. પાલીતાણાની યાત્રાએ જ્યારે પણ આવવાનું બને ત્યારે વલ્લભીપુરની પાવનધરાએ પણ પધારવા | વલ્લભીપુર જૈનસંઘનું ભાવભર્યું આમંત્રણ છે. ભોજનશાળાની પણ સુંદર સગવડ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 1179 1180 1181 1182 1183 1184 1185 1186 1187 1188 1189 1190 1191 1192