Book Title: Jain Pratibha Darshan
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 1173
________________ ૧૧૨૪ ] [ જૈન પ્રતિભાદર્શન જ0 ડીરેક્ટર--ધી ખેતીવાડી ઉત્પન્ન બજાર નિયંત્રણ સંઘ--અમદાવાદ. ડીરેક્ટર--ધી અર્બન કો. ઓ. બેન્ક ફેડરેશન–અમદાવાદ. સભ્ય--જિલ્લા પંચાયત-બનાસકાંઠા. ચેરમેન--જિલ્લા પંચાયત બાં પાલનપુર. સભ્ય-તાલુકા પંચાયત-કાંકરેજ. સભ્ય--ગ્રામ પંચાયત--થરા. વિશેષમાં સામાજિક સંસ્થાઓ સાથે પણ આ પ્રમાણે સંકળાયેલ છે. ટ્રસ્ટી--શ્રી અભિનવ ભારતી વડા (ચાર હાઈસ્કૂલો સંભાળે છે). ટ્રસ્ટી-શ્રી જે. વી. શાહ ચેરીટેબલ ટ્રસ્ટ--થરા (મોટી હોસ્પિટલનું આયોજન ચાલુ છે.). ટ્રસ્ટી-શ્રી વર્ધમાન સોશ્યલ ટ્રસ્ટ--થરા (જૈન ભાઈઓને મદદ માટેનું ટ્રસ્ટ). ટ્રસ્ટી---શ્રી રતનશી મૂળચંદ જૈન બોર્ડિંગ-થરા. ટ્રસ્ટી શ્રી દશા શ્રીમાળી બેતાલીસ જૈન સમાજ સંચાલિત શ્રી કાળીદાસ મંછાચંદ જૈન બોર્ડિંગ–પાટણ. ટ્રસ્ટી શ્રી દશા શ્રીમાળી બેતાલીસ જૈન મંડળ-પાટણ (ઉ. ગુજરાત). શ્રી હરગોવિંદભાઈ વીરચંદભાઈ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકામાં નાનકડા વડા ગામમાં તા. ૩૧-૮૧૯૩૧ના રોજ તત્વજ્ઞાન અભ્યાસી, ન્યાયપ્રિય, શ્રેષ્ઠિવર્યશ્રી વીરચંદભાઈ પુંજમલભાઈને ત્યાં માતા મોંઘીબેનની કુક્ષીએ જન્મ ધારણ કરેલ ભાઈશ્રી હરગોવિંદભાઈ બાલ્યવસ્થાથી જ્ઞાનપ્રિય, કર્તવ્યનિષ્ઠ, કાર્યકુશળ અને બુદ્ધિશાળી છે. બાલ્યાવસ્થાથી જ પિતાશ્રી પાસેથી ધાર્મિક--સામાજિક સેવા અને રાષ્ટ્રપ્રેમના સંસ્કારને કારણે ઉગતી વયથી જ તે તે અનુસાર તન-મનથી પ્રવૃત્તિમય જીવન જીવવાના આગ્રહી છે. સાંસારિક વ્યવહારમાં કૌટુંબિક પ્રેમ, માતા-પિતા, વડીલો-બાંધવો પ્રત્યે પૂજ્યભાવ, વિનયવિવેક, ધારેલું કામ કરી છૂટવાની તમન્નાવાળા, સ્કૂલના અભ્યાસ પછી ધંધામાં આગળ વધી સરકારી સર્વીસ કરતાં હાઈસ્કૂલના પ્રિન્સીપાલ. સં. ૨૦૨૧માં થરામાં વસવાટ, ધર્મ પ્રવૃત્તિમાં દિન-પ્રતિદિન આગળ વધ્યા. શંખેશ્વર તીર્થમાં ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહારના મંડાણથી (સં. ૨૦૩૮ વૈ. સુ. ૩ થી) એકનિષ્ઠ ભાવથી તે કાર્યમાં સતત ચોવીસે કલાક જાગૃત રહી ગુર્વાજ્ઞા મુજબ ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહાર ઊભું કરવામાં ખૂબ ઉંડાણ દૃષ્ટિથી, ચોતરફથી સંપૂર્ણ માહિતી મેળવી કાર્યમાં તન્મય રહે છે. આ વિશાળ સંકુલ કેવું અનુપમ દર્શનીય બને કે લોકો ભક્તિ વિભોર બને, એવું ઇચ્છે છે. જિપ્રાસાદના કાર્યમાં, નિર્માણમાં મગ્ન રહેતા શિલ્પશાસ્ત્રના અભ્યાસી બન્યા. છેલ્લાં ૧૮ વર્ષથી આ મહા જિનપ્રાસાદ ઊભું કરવામાં, અંજનશલાકા, પ્રતિષ્ઠાદિ કાર્યોમાં ગુર્વાજ્ઞા મુજબ શાસ્ત્રોક્ત કથન મુજબ સતત જાગૃત અને પ્રવૃત્ત રહી સુસમ્પન્ન બનાવ્યાં છે. થરા બોર્ડિગમાં પ્રમુખ બન્યા. પાટણ દશાશ્રીમાળી બોર્ડિંગના પ્રમુખ તરીકે રહ્યા. થરા આયંબિલખાતામાં ટ્રસ્ટી તરીકે સેવા આપી. રાજપુરમાં પણ જીર્ણોદ્ધાર કરાવી પ્રતિષ્ઠા સુધીની જવાબદારી સંભાળી. હજી પણ સમયે સમયે સંભાળ લેતા જ રહે છે. હાલ પણ (૧) શંખેશ્વર તીર્થ ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહારના ટ્રસ્ટી. (૨) રૂની તીર્થ પ્રભાવક ટ્રસ્ટના ટ્રસ્ટી. (૩) શ્રી સિદ્ધગિરિ ભક્તિ વિહાર ધર્મશાળા--પાલીતાણાના ટ્રસ્ટી. (૪) શ્રી ધર્મમંગલ વિદ્યાપીઠ-મધુવન શિખરજીમાં ટ્રસ્ટી. (૫) થરા જૈન શિક્ષણ સંઘના ટ્રસ્ટી (જેમાં શૂન્યમાંથી સર્જન કરી, ભવ્ય પાઠશાળા ભવન ઊભું કરી, પુરતું સ્થાયી ફંડ ઊભું કર્યું. કુશળ શિક્ષક દ્વારા પાઠશાળાને શૈક્ષણિક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 1171 1172 1173 1174 1175 1176 1177 1178 1179 1180 1181 1182 1183 1184 1185 1186 1187 1188 1189 1190 1191 1192