Book Title: Jain Pratibha Darshan
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 1174
________________ અભિવાદન ગ્રંથ ] / ૧૧૨૫ સમૃદ્ધિ આપી. (બાલક--બાલિકાઓ મોટી સંખ્યામાં તૈયાર થઈ રહ્યા છે. જ્ઞાન પ્રત્યે અપાર પ્રેમ છે.) (૫) થરામાં પાવાપુરી વર્ધમાન શ્વે. મૂ. જૈન ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે તેમાં બે ઉપાશ્રય, આયંબિલખાતું, જૈન વાડી તૈયાર કરી અત્યારે સુંદર જિનાલય તૈયાર થઈ રહ્યું છે. જેના માટે સતત પ્રવૃત્તિશીલ રહે છે. (૬) શ્રી વર્ધમાન સોશ્યલ ટ્રસ્ટ--ઉણના ટ્રસ્ટી તરીકે સાથીદારો સાથે સાધર્મિકોની સેવાનું જોરદાર કાર્ય ચાલુ છે. (૭) શ્રી જે. વી. શાહ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી. હોસ્પિટલનું મકાનનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. (૮) થરા ગામે અન્નક્ષેત્ર, જ્યાં ગરીબોને અનાજ આપવામાં આવી રહ્યું છે. (૯) થરા---રતનશી મૂળચંદ બોર્ડિંગના ટ્રસ્ટી. (૧૦) શ્રી દશાશ્રીમાળી બેતાલીશ જૈન બોર્ડિંગમાં કારોબારી સભ્ય. (૧૧) ‘શ્રી અભિનવ ભારતી’’ ટ્રસ્ટના સંચાલક તરીકે વડા, તેરવાડા, ખીમાણા, રાનેર એમ ચાર ગ્રામ્ય બુનીયાદી હાઈસ્કૂલોનું સંચાલન તેમ જ ખીમાણા બક્ષી પંચ છાત્રાલયનું સંચાલન. ભૂતકાળમાં પણ આ મહાનુભાવે ઘણી સંસ્થાઓમાં સેવા આપી છે અને જે ઊગી પણ નીકળી છે. કાંકરેજ તાલુકા કેળવણી મંડળ--થરાના મંત્રી તરીકે દસ વરસ સેવા કરી છે. પ્રગતિ કો. ઓ. બેન્કથરાની સ્થાપના કરી ચેરમેન તરીકે ૧૮ વર્ષ સેવા, હંમેશાં બિનહરીફ ચૂંટાઈ આવીને કરી છે. નાના-મોટા મંડળોમાં રહી સમાજ તથા શાસનના કાર્યો કર્યા છે. શ્રી દશા શ્રીમાળી બેતાલીસ જૈન બોર્ડિંગમાં પ્રમુખ તરીકે સાત વર્ષ સેવા આપી. છેલ્લા ૧૫ વર્ષથી બે ટાઈમ પ્રતિક્રમણ, સામાયિક, નવસ્મરણ, ઋષિમંડળ સ્તોત્રપાઠ, બાંધી માળા, સ્વાધ્યાય, નવી ગાથા, ચૌદ નિયમ ધારવા, અપ્રકારી પૂજા, સંથારેશયન, રોજ ઉકાળેલું પાણી વાપરવું, પાંચ તિથિ એકાસણા, ચોમાસામાં બેસણા, સચિતનો ત્યાગ, વર્ષમાં પાંચ પૌષધ, અતિથિ સંવિભાવ, બે દેશાવગાસિક વિગેરે ધર્મ--પ્રવૃત્તિમય જીવન એનું ભૂષણ છે. તેમના અભ્યાસમાં ત્રણ ભાષ્ય, છ કર્મગ્રંથ, બૃહત્ સંગ્રહણી તત્ત્વાર્થધિગમસૂત્ર, વિતરાગ સ્તોત્ર અર્થ સાથે તેમ જ વૈરાગ્યશતક, સંબોધસત્તરી, ક્ષેત્રસમાસ, હરીભદ્ર અષ્ટક, જ્ઞાનસાગર, યોગશાસ્ત્ર, પંચાસક, ષોડષહ પિંડનિર્યુકિત, ઓનિર્યુકિત જેવા અનેક ગ્રંથોનું તલસ્પર્શી જ્ઞાન ધરાવે છે. સંસ્કૃત અને પ્રાકૃત ઉપર સારું એવું પ્રભુત્વ છે, જેથી ગમે તેવા બ્લોકના અર્થો તુરત જ બતાવે. સંસ્કૃત વાંચન તો એવું શુદ્ધ કરે છે કે ક્યારેક શ્રમણ ભગવંતો તેમની પાસે બેસાડી અર્થ સમજે. રોજિંદા તેમ જ પર્યુષણ, ઓળી વિગેરે પર્વના સ્તવન, સજ્ઝાય, ચૈત્યવંદન, થોય, સંસ્કૃત ગુજરાતીનો સારો અભ્યાસ. કંઠ પણ પહાડી અને એવો મધૂર કે પ્રતિક્રમણમાં હરગોવિંદભાઈની ગેરહાજરી આરાધકોને ધ્યાનમાં આવી જાય. અતિચાર, અજિતશાંતિ સુમધુર કંઠે ગાય. ક્રિયાના એવા ચુસ્ત કે ચૌદશના દિવસે બહાર જવાનું બને તો બપોરે બે વાગે પણ પ્રતિક્રમણ કરી લે. ‘મારું પ્રતિક્રમણ રહી જવું ન જોઈએ.' સતત પ્રવૃત્તિને કારણે કાયમી બહારગામ જ ફરતા હોય તો પણ તેમની ધર્મક્રિયા, પ્રભુપૂજા ક્યારેય ન ચૂકે. નવકારશી-ચોવિહાર તો કદાપિ નહિ જ ચૂકે. ભારતના લગભગ દરેક તીર્થોની યાત્રા કરી છે. સમેતશિખરજી પાંચ વખત, સિદ્ધાચલ અનેક વખત. વડાથી શંખેશ્વરજી પૂ. આ.ભગવંત શ્રી પ્રેમસૂરીશ્વરજી મ. સા., પૂ. આ. શ્રી લબ્ધિસૂરીશ્વરજી મ. સા.ની નિશ્રામાં ભારે દબદબાપૂર્વક છ'રી પાલિત સંઘ આયોજનપૂર્વક કાઢ્યો. થા--પાવાપુરી સોસાયટી શ્રીમતી કંચનબેન હરગોવિંદભાઈ શાહ જૈન પાઠશાળામાં મુખ્ય દાતા. પૂ. પિતાશ્રીની સ્મૃતિમાં વડા ૧૨૯. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 1172 1173 1174 1175 1176 1177 1178 1179 1180 1181 1182 1183 1184 1185 1186 1187 1188 1189 1190 1191 1192