Book Title: Jain Pratibha Darshan
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 1178
________________ F અભિવાદન ગ્રંથ 7 [ ૧૧૨૯ છે ૧૯૫૮થી શરૂ કરેલા ધંધાકીય પુરુષાર્થમાં ક્રમે ક્રમે આગળ વધતા રહ્યા. તેમની મહત્વકાંક્ષા, સાહજિક કુશાગ્રતા, મજબૂત મનોબળ, નિડરતા અને સૌજન્યતાથી નોન-ફેરસ મેટલ, એક્સપોર્ટ, કન્સ્ટ્રક્શન જેવા અનેક ધંધામાં તેમને સફળતા મળી. વિશિષ્ટ રૂપે તેમના નિડરતાના ગુણથી તેઓ અનેક વ્યવસાયમાં સફળ તો રહ્યા, પરંતુ મુખ્યત્વે તેઓ વિવિધ અગ્રેસરોના પરિચયમાં આવ્યા. શાસનસમ્રાટશ્રી નેમિસૂરિશ્વરજી મ.ના સમુદાય સાથે નાની ઉંમરથી ગાઢ રીતે સંકળાયેલા હતા. ગચ્છાધિપતિ આચાર્યદેવશ્રી મેરૂપ્રભસૂરીશ્વરજી મ.ની પ્રેરણાથી નવપદ ઉપાસકમંડળની સ્થાપના કરી. સૌરાષ્ટ્રની પવિત્ર ભૂમિમાં વિવિધ તીર્થસ્થાનોમાં નવ નવ સામુદાયિક ચૈત્રી આયંબિલ ઓળીનું ખૂબ જ વ્યવસ્થિત આયોજન કરેલ. યથોચિત વિવેક અને વ્યવહાર તેઓ જીંદગીભર ચૂક્યા નથી. પોતાના જીવનના ટૂંકા ગાળાના સમયકાળ દરમિયાન ખૂબ બહોળો અનુભવ મેળવી તેમજ પોતાની આગવી સહજસૂઝથી તેઓ અનેક વ્યક્તિઓને તો ઉપયોગી થયા તેમ જ સાથે સાથે અનેક સંસ્થાઓને પણ ઉપયોગી થયા. શ્રી વાડીલાલ કાળીદાસ દોશી મહાનગર મદ્રાસમાં “વાડીકાકા'ના હુલામણા નામથી લોકપ્રિય બન્યા છે. સમાજને તેમણે છૂટે હાથે પ્રેમની ભેટ આપી છે. મૂળ વતન મોરબી, પરંતુ મોરબીના થોડા વસવાટ બાદ યુવાવસ્થામાં દેશાવર આર્યોપાર્જન માટેનો અવસર સાંપડ્યો. શ્રીયુત વાડીલાલ દોશીનું પ્રારંભિક સામાજિક જીવન તથા વ્યાપારિક લાક્ષણિકતા રંગુનમાં પ્રાપ્ત થઈ. રંગુનમાં વસવાટ કરી આર્થોપાર્જન સાથે સાથે સેવાના કાર્યમાં પણ વ્યસ્ત રહ્યા. ઇતિહાસનો પ્રવાહ પલટાયા કર્યો છે. બર્મામાં ઇતિહાસ કરવટ બદલી. કેટલાય કુટુંબોનાં ભાગ્યે ઝોલાં ખાધાં. પણ શ્રીયુત વાડીલાલભાઈએ બર્માને સલામ ભરી, રંગુનથી વિદાય લીધી તથા મદ્રાસના આંગણે કદમ માંડ્યા. મદ્રાસમાં આગમન બાદ શૂન્યમાંથી સર્જન કરવાની તેમની ભાવના તથા ખેવનાને વેગ મળ્યો. સમયની સાથે કદમ મિલાવી ઘડિયાળના વ્યવસાયમાં ઓતપ્રોત બન્યા. આજે પ્રયાસોના પરિણામે ભાગ્યના સહારે ઘડીયાળના ધંધામાં શોરૂમો સાથે મોભાનું સ્થાન ધરાવે છે. - વતનથી દૂર રહેવા છતાં વતનને વિસર્યા નથી. તેમના માતુશ્રીના સ્મરણાર્થે બંધાવેલ પરબ મોરબીના બસ સ્ટેન્ડ ઉપર તેની સાક્ષી પૂરે છે. જૈન સાધુ-સાધ્વીના વિહાર માટે માતુશ્રીના નામથી બંધાવેલ ઉપાશ્રય ખૂબ જ ઉપયોગી નિવડ્યો છે. આ દોશી પરિવારના નામે ચાલતા આવી ઘણ સખાવતો છે. વાવ તથા કૂવા બંધાવી વટેમાર્ગુને પાણીની સગવડ કરી, મુંગા પશુને પણ તેમણે આ રીતે પાણીની સગવડતા કરી આપી છે. આવી વિવિધ પ્રવૃત્તિ તથા સેવાના ક્ષેત્રના અધિકારી મદ્રાસમાં પણ વિવિધ સંસ્થા સાથે સંકળાયેલા છે. શ્રી ગુજરાતી જૈન વાડી, શ્રી સૌરાષ્ટ્ર જૈન સંઘ, વેલફેર સોસાયટી, મોરબી મિત્ર મંડળ તથા વેલફેર ટ્રસ્ટમાં એક યા બીજા સ્થાને રહીને સેવા આપતા રહ્યા છે. તેમાં સોનામાં સુગંધ મળે તેમ મદ્રાસના ગુજરાતી સમાજનો હરક જયંતી મહોત્સવ આવ્યો ત્યારે તે ઊજવણીના ચેરમેન તરીકે મુરબ્બી શ્રી વાડીકાકા શોભતા હતા. તત્કાલીન ઉપરાષ્ટ્રપતિ શ્રી વેંકટરામન સાથે આ પ્રસંગે કરેલી વાતો, ગુજરાતી સમાજની સેવાની વાતો આજે પણ ગૂંજ્યા કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 1176 1177 1178 1179 1180 1181 1182 1183 1184 1185 1186 1187 1188 1189 1190 1191 1192