Book Title: Jain Pratibha Darshan
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 1171
________________ ૧૧૨ ૨ | [ જૈન પ્રતિભાદર્શન જંબૂદ્ધિપની યોજના જમીન સંપાદન--બાંધકામ અને અન્ય કામગીરીમાં નિષ્ઠાપૂર્વક સેવા કરી છે. શ્રી શંખેશ્વર આગમ મંદિર, પાલીતાણામાં નિર્માણ થયેલ શ્રી વીશા નીમા જૈન ધર્મશાળા અને ઉપાશ્રય ચતુર્વિધ સંઘને આરાધનામાં પૂરક બને તેવી સંસ્થાઓમાં સમય કાઢીને કામ કર્યું છે, હાલ એ સેવાકાર્ય ચાલુ છે. સમસ્ત જૈન સમાજને ગૌરવ અપાવે તેવી હકીકત તો એ છે કે રતિલાલભાઈના જીવનની એક શાસનરક્ષક તરીકેની સેવા, એ તો એમની બહુમુખી પ્રતિભા, કાર્યદક્ષતા અને ધર્મભાવનાનું ચિર:સ્મરણીય ઐતિહાસિક ઉદાહરણ છે. સાચે જ જૈન સમાજમાં પ્રથમ પંક્તિના શાસન શૂરા, શ્રાવકો છે, તેમાં રતિલાલભાઈ પણ એક અને અજોડ છે. [સંકલન : પ્રો. કવિન શાહ--બિલીમોરા) શ્રી રમણીકલાલ માવજીભાઈ કનાડીઆ ૭૦ વર્ષની ઉંમરના શ્રી રમણીકલાલ માવજીભાઈ કનાડીઆ મૂળ ભાવનગર જિલ્લાના તણસા ગામના વતની છે. એમનો જન્મ મુંબઈમાં થયો. એમના પિતાશ્રી બાર વર્ષની વયે મુંબઈ આવ્યા હતા અને સર્વીસ કરી. શ્રી રમણીકલાલભાઈએ પણ સોળ વર્ષની ઉંમરે દોરા-દડીની, કાપડની મુકાદમી લાઈનમાં નોકરી કરી બહોળો અનુભવ મેળવ્યો અને ૧૯૪૮માં ભાગીદારીમાં અને પછી ૧૯૫૬માં સ્વતંત્ર રીતે ધંધો શરૂ કર્યો. શિપિંગ લાઈનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરી. સં. ૨૦૨૫માં ઘોઘારી જૈન સેવા સમાજ સંસ્થામાં સેક્રેટરી તરીકેની પ્રશસ્ય કામગીરી બજાવી. તેમના સમયમાં સિલ્વર જ્યુબિલી ઉજવાઈ. ૨૦૧૯માં પ્રિન્સેસ સ્ટ્રીટ લુહાર ચાલ જૈન સંઘમાં સેક્રેટરી તરીકે રહ્યા. તેમણે મુંબઈથી પ્રથમ સમેતશિખરની કાશ્મીર સાથે યાત્રા કરી. આ ઉપરાંત શ્રી વિજયવલ્લભસૂરિજી મ. સા.ની શતાબ્દી કમિટીમાં સભ્ય હતા. ઘોઘારી વિશાશ્રીમાળી જ્ઞાતિની કમિટીમાં પણ છે. તેઓ તાલધ્વજ તીર્થ કમિટીતળાજામાં પણ છે. તણસા હોસ્પિટલ બનાવી ત્યારે પોતે મુંબઈથી ફંડ કરેલ. ગવર્નમેન્ટ ઓફ મહારાષ્ટ્ર ૧૯૮૯-૯૦માં તેમની સ્પેશીયલ એકઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ (એસ. ઇ. એસ.) તરીકે નિમણૂંક કરેલ છે. યુવાનવયથી જ પોતાના આત્મબળ ઉપર વિશ્વાસ રાખીને પ્રગતિના પંથે આગેકૂચ કરનાર શ્રી રમણીકલાલભાઈની સમગ્ર પ્રવૃત્તિઓ ઉપર એક ઉડતો દૃષ્ટિપાત કરીએ તો પરંપરાપ્રાપ્ત સંસ્કાર અને ભૂમિની સંસ્કૃતિના સત્વને સહજપણે પચાવીને તેઓશ્રીએ પોતાનું હીર અને ખમીર પ્રગટ કરી બતાવ્યું છે. સંવત ૨૦૩૦માં વલસાડથી સમેતશિખરજીની સ્પેશ્યલ યાત્રા ટ્રેઈનનું આયોજન કરાવી આપ્યું. વિશેષમાં (૧) સંવત ૨૦૨૨ થી ૨૦૨૦ સુધી શ્રી ઘોઘારી વીશા શ્રીમાળી જૈન સહાયક ટ્રસ્ટમાં સેક્રેટરી તરીકે કામ કરેલ. (૨) શ્રી સૌરાષ્ટ્ર જૈન મિત્ર મંડળ-અબ્દુલ રહેમાન સ્ટ્રીટમાં ચાલે છે, જેમાં ૧૨૫ સભ્યો નહીં નફા નહીં નુકશાનથી ઘોઘારી ભાઈઓનું ભોજનાલય ચાલે છે. તેમાં છેલ્લાં ૧૦ વર્ષથી ટ્રસ્ટી તરીકે રહ્યા. (૩) સને ૧૯૮૬માં તેમનાં ધર્મપત્ની અ.સૌ. ભાનુમતીબહેન અવસાન પામેલ, તેમની યાદી તરીકે સારી રકમ વાપરી. શ્રી તણસા માનવ રાહત ટ્રસ્ટ (પ્રેરીત ભાનુમતી રમણીકલાલ કનાડીઆ નામે ટ્રસ્ટ) બનાવેલ છે. તેના ફંડના વ્યાજની રકમ નાતજાતના ભેદ વગર દવા, અનાજ વગેરે સહાયના કાર્યમાં વાપરવામાં આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 1169 1170 1171 1172 1173 1174 1175 1176 1177 1178 1179 1180 1181 1182 1183 1184 1185 1186 1187 1188 1189 1190 1191 1192