Book Title: Jain Pratibha Darshan
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 1168
________________ અભિવાદન ગ્રંથ) [ ૧૧૧૯ બનાવનાર શ્રી મનુભાઈએ ધાર્મિક-સામાજિક સમારોહમાં સંચાલક તરીકે તેને સર્વ રીતે સફળ બનાવેલ છે. અને તેમાં જૈન મંદિરોની અંજનશલાકા, પ્રતિષ્ઠા, ઉદ્ઘાટન, સાહિત્ય સમારોહ કે માનવતાદી દવાખાના, કેળવણીની સંસ્થાઓના સેંકડો સમારોહના સંચાલનની વિદ્વતાભરી અદ્દભુત વકતૃત્વશક્તિ દ્વારા લાખોના ફંડો કરાવી આપેલ છે. જેનો સરવાળો આજે કરોડોને પણ વટાવી ચુકેલ છે. હૈયામાં હરદમ વહેતી સેવાધર્મની પુણ્યસરિતાથી સર્વત્ર પ્રેમ, પ્રતિભા અને પ્રતિષ્ઠા પામનાર શ્રી મનુભાઈના જીવનસાથી શ્રી અનસુયાબહેનનો સાથ સહકાર પ્રોત્સાહન રૂપ બની રહેલ છે. સાથે સાથે તેમના પુત્ર નરેન્દ્ર, અમીત તથા પુત્રી જાગૃતિ, મીતા પણ સહાયક બનેલ છે. કારણ કે તેમનું મિત્રવર્તુળ બહુ જ વિશાળ હોય તેમાં દાનવીરો, ઉદ્યોગપતિઓ, ડોકટરો, કલાકારો, સાહિત્યકારો સાથે સતત સંપર્ક હોય, તે દરેકને પોતાને આંગણે લાવી તેની મહેમાનગતી કરી, તેમના મીઠા સ્નેહના તંતુને જીવંત રાખે છે. - સ્વ. મનુભાઈની અનેકવિધ ધાર્મિક, સામાજિક, શૈક્ષણિક અને માનવતાભરી સપ્રવૃત્તિઓની અનુમોદનારૂપે મુંબઈના મહાજનો સર્વ શ્રી મફતકાકા, શ્રી દીપચંદભાઈ ગાર્ડ, શ્રી મહીપતરાય જાદવજી, વગેરે સ્નેહિ-મિત્રો દ્વારા તા. ૧૩-૫-૯૨ના બિરલા સભાગ્રહમાં તેમનો સન્માન સમારોહ યોજાયો હતો. તેઓની કાર્ય શક્તિ-વ્યવસ્થા શક્તિ, પરાર્થવૃત્તિ અને પોતાની જાતની-જીવનની કોઈપણ અનુકૂળ કે પ્રતિકૂળ અવસ્થાની દરકાર કર્યા વિના દીન દુ:ખી અનાથની સેવામાં, પ્રભુશાસન પામેલા સાધર્મિકોની ભક્તિ કરવામાં અને દેશમાં કે વિદેશમાં પણ શ્રી જિનશાસનના પ્રભાવક કોઈ પણ કાર્યો માટે શ્રી મનુભાઈએ પોતાનું જીવન સમર્પિત કરી દીધું છે. તેમને વાણીની કોઈ અપૂર્વ શક્તિ પ્રાપ્ત થઈ છે. તેને તેઓ કોઈ સ્વાર્થ માટે નહીં પણ સદાય પરમાર્થ માટે જ ઉપયોગમાં લઈ રહ્યા છે, તે તેમની પરમાર્થ રસિકતા જ છે. સંઘ-શાસન અને માનવ-સમાજની આવી નિઃસ્વાર્થ સેવા સદાય કરતા રહે અને શાસનદેવ તેમને હંમેશાં સહાયક બનતાં રહે એવી શુભેચ્છા. સ્વ. શ્રી મણીલાલ નરસીદાસ દોશી, આણંદ. જન્મ : ૨૭-૨-૧૮૯૭. દેહત્યાગ : ૨-૬-૧૯૭૩ આત્માનો સંબંધ શરીર સાથે છે નહિ, હોવો જોઈએ પણ નહિ...પણ મારી સ્થિતિ એ રીતે પરમાત્મા સાથે એકરૂપ કરી રહ્યો છું.' ઘરના કુટુંબીજનો સાથે આટલું બોલ્યા પછી થોડીવાર બાદ શ્રી મણિભાઈ ૭૭ વર્ષની વયોવૃદ્ધ ઉમરે તા. ૨-૬-૧૯૭૩ ના રોજ સાંજે ૬ વાગે આણંદમાં પોઢી ગયા. શ્રી મણીભાઈ દોશીનો જન્મ વઢવાણ શહેરમાં ધર્મનિષ્ઠ સાધારણ સ્થિતિવાળા જૈન કુટુંબમાં તા. ૨૭-૨-૧૮૯૭ના થયો. તેમના પિતાશ્રીનું નામ શ્રી નરસીદાસ લાલચંદ દોશી અને માતાનું નામ શીવબા. વઢવાણની દાજીરાજ હાઈસ્કૂલમાં મેટ્રીક સુધી અભ્યાસ કરી ભાવનગરની શામળદાસ કોલેજમાં દાખલ થયા. આર્થિક પરિસ્થિતિના હિસાબે અભ્યાસ છોડી આણંદ નજીકના ભાલેજ ગામે દૂધની ડેરીના ધંધામાં નોકરીએ લાગ્યા. કેટલોક વખત અનુભવ લીધા પછી ૧૯૨૪માં ભાગીદારીમાં ડેરીનો ધંધો શરૂ કર્યો. સખત પરિશ્રમ, દીર્ઘદ્રષ્ટિ તેમજ કુશાગ્ર બુદ્ધિથી ધંધો વિકસાવ્યો અને પેપ્યુરાઈઝ દૂધ મુંબઈ મોકલવાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 1166 1167 1168 1169 1170 1171 1172 1173 1174 1175 1176 1177 1178 1179 1180 1181 1182 1183 1184 1185 1186 1187 1188 1189 1190 1191 1192