Book Title: Jain Pratibha Darshan
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 1167
________________ ૧૧૧૮] [ જેને પ્રતિભાદર્શન જૈન સેવા સમાજના સિલ્વર જ્યુબિલી પ્રસંગે પણ સંસ્થાના લાભાર્થે સાંસ્કૃતિક કાર્યક્રમ ગોઠવાતાં તેમાં આગેવાનીપૂર્વક ભાગ લીધો અને ત્યારે પણ કવિશ્રી ત્રાપજકરની કલમથી લખાયેલ પ્રસિદ્ધ નાટક “જય ચિત્તોડ', “રાણા પ્રતાપ”, “ભરત ચક્રવર્તી' માં મુખ્ય પાત્ર ભજવી પ્રજ્ઞાવર્ગને મુગ્ધ કરીને અનેરી પ્રશંસા પ્રાપ્ત કરેલ ઉપરાંત તેમની કલાથી પ્રભાવિત થઈ મનુભાઈને સુવર્ણચંદ્રક અર્પણ થયેલ. જે ચંદ્રક પોતે નહિ લેતા સંસ્થાને અર્પણ કરેલ. આ રીતે નાટ્ય પ્રવૃત્તિથી સિદ્ધ થયેલી વસ્તૃત્વશક્તિ તેમના જીવનના સેવા ક્ષેત્રને આગળ વધારવામાં મોખરે રહી. પાલીતાણા રાજ્યમાં સં. ૧૯૯૯માં રોગચાળાએ ભયંકર રૂપ ધારણ કરેલ. ગામે ગામ મેલેરિયા ફાટી નીકળેલ ત્યારે સરકારી સેવાભાવી ડોકટર સાથે સહાયક તરીકે ૧૦૦ જેટલા ગામડાઓમાં દોઢ મહિનો ફરી, દિવસ રાત્રિ જોયા વગર માનવતાભરી સેવાના બીજ વાવેલ તે જીવનમાં વિકસતા અને વિસ્તરતા રહ્યાં. માત્ર દસ વર્ષની ઉમરે જ જૈન સેવા સમાજ દ્વારા અનેક તીર્થોનો યાત્રા પ્રવાસ યોજાયેલ, જેમાં શંખેશ્વર, ભોયણી, પાનસર, ઉપરીયાળા, વીજાપુર, તારંગા, આબુ-દેલવાડા વગેરે યાત્રા પ્રવાસનું આયોજન-સંચાલન એવું કરેલ કે આ યાત્રા રૂ. ૧૦માં જ પાર પાડી. આયોજન સંચાલનની દૃષ્ટિ જાણે ગળગુંથીમાં જ તેમને મળેલ હોય તેમ જણાય છે. સને ૧૯૫૦માં વ્યવસાયાર્થે વતન (પાલીતાણા) છોડી ભાવનગરને પોતાની કર્મભૂમિ બનાવી. વ્યવસાય ક્ષેત્રે કાપડના જથ્થાબંધ ધંધામાં સારી પ્રગતિ કરી. મિલોની સેલિંગ એજન્સી દ્વારા વેપારી વર્ગમાં તથા મિલોમાં સારી ચાહના પ્રાપ્ત કરેલ સાથે સેવાને કર્તવ્ય માનીને ધાર્મિક, સામાજિક ને માનવતાવાદી પ્રવૃત્તિઓ જીવનલક્ષી બનાવી. શ્રી મનુભાઈ અનેકાનેક સંસ્થાઓ સાથે જોડાતા રહેલ અને તે સંસ્થાને પણ ગૌરવવંતી બનાવતા રહેલ. શ્રી ભાવનગર જૈન છે. મૂ. પૂ. સંઘની કારોબારી સમિતિના સભ્ય તરીકે તેમજ સંઘ સંચાલિત શ્રી અનોપચંદ ગોવિંદજી જૈન દવાખાનું, હોસ્પિટલ, આયંબિલ ખાતુ કે સાધર્મિક સેવાની પ્રવૃત્તિ સાથે સંકળાતા રહેલ. તેમજ કન્યા છાત્રાલય, શ્રી બાળ વિદ્યાર્થી ભુવન, શ્રી દાદાસાહેબ વિદ્યાર્થી ગૃહ-કન્યા છાત્રાલય, શ્રી બહેરામૂંગાશાળા, શ્રી અંધ ઉદ્યોગ શાળા, શ્રી તાપીબાઈ વિકાસગૃહ, શ્રી આનંદનગર ભગીની મંડળદવાખાનું, શ્રી વર્ધમાન કો. ઓ. બેન્ક, શ્રી જૈન ભોજનશાળા, શ્રી પાંજરાપોળ, સાથે જન્મભૂમિ પાલીતાણાની શ્રી જૈન સેવા સમાજ, જૈન દવાખાનું, શત્રુંજય હોસ્પીટાલ, જૈન ગુરૂકુળ, શ્રાવિકાશ્રમ તેમજ તળાજા, દાઠા, ને જીલ્લાના ગામોને સેવાક્ષેત્ર બનાવી જનહીત માટે અને આરોગ્યની સેવામાં સદાય પ્રવૃત્ત રહે છે. - શ્રીમતી પરશબેન નારણદાસ કાનજીભાઈ સોસાયટી ફોર રીલીફ ડીઝેબલના ઉપક્રમે મેડીકલ કેમ્પોમાં નેત્ર નિદાન કેમ્પ, ટી. બી. નિદાન કેમ્પ, પોલીયો નિદાન કેમ્પોનું આયોજનમાં સક્રીયપણે ભાગ લઈ મનુભાઈ સેવાનું મહા પૂન્ય બાંધી રહ્યાં છે. સૌરાષ્ટ્ર, ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશ (હરિદ્વાર, મથુરા, ચિત્રકુટ)માં આ કેમ્પો દ્વારા ૫000 જેવા ઓપરેશન થયેલ, તેમાં દિવસ-રાતની પરવા કર્યા વગર સેવા બજાવેલ. દેશ-વિદેશનો બહોળો પ્રવાસ ખેડીને જીવનને અનુભવ સમૃદ્ધ બનાવનાર અને વિશાળ મિત્રવર્ગ છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 1165 1166 1167 1168 1169 1170 1171 1172 1173 1174 1175 1176 1177 1178 1179 1180 1181 1182 1183 1184 1185 1186 1187 1188 1189 1190 1191 1192