Book Title: Jain Pratibha Darshan
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 1165
________________ ૧૧૧૬ 7 [ જૈન પ્રતિભાદર્શન એમના માતુશ્રી ધાપુબાઈ તથા કાકી સમુબાઈનાં નામથી દેરાણી જેઠાણી આરાધના હોલ બંધાવી આપેલ છે. તેમ જ શ્રીમદ્ વિજયૐકારસૂરીશ્વરજી મહારાજ આદિ મુનિવરો અને મકનશ્રીજી આદિ ૭૦ સાધ્વીજી મહારાજોને ચોમાસુ કરવા વિનંતી કરી હતી અને દરેક ધાર્મિક કાર્યમાં આગેવાની લઈ ભાગ લીધો હતો. તેમજ વંદન કરવા આવનાર સાધાર્મિક ભાઈઓ અને બહેનો માટે ભક્તિ કરવાનો લાભ લીધો હતો. શેઠશ્રી બાબુભાઈ ચુનીલાલ માનવીની મહત્તાનું દર્શન તેની પાસે કેટલી સંપત્તિ કે સાહ્યબી છે તેના ઉપરથી નહીં પણ તેમણે ધર્મને ક્ષેત્રે કેવી અને કેટલી સખાવતો કરી છે, તેમણે સમાજસેવાને ક્ષેત્રે વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા કેવું અને કેટલું આદાનપ્રદાન કર્યું છે તેના ઉપરથી જ માનવીનું મૂલ્ય અંકાય છે. ગુજરાતી જૈનો જ્યાં જ્યાં ગયા છે ત્યાં ત્યાં તેમણે ચોગરદમ માનવતાની સુવાસ પસરાવી છે. ગુજરાતના કુંભાસણ (તાલુકો પાલનપુર)ના વિશાળ અમીરી દિલના શ્રી બાબુભાઈ મુંબઈમાં સ્વર્ગવાસી થતાં અનેકોનાં દિલ દ્રવી ઊઠ્યાં હતાં. ૬૩ વર્ષના શ્રી બાબુભાઈનું જીવન સાદગીભરી રહેણીકહેણી અને ઉચ્ચ વિચારસરણીના સદ્ગણવાળું હતું. જીવનની ઉત્તરાવસ્થામાં પોતાનાં દિવ્ય ચક્ષુઓ વડે ધર્મપ્રભાવના જાગૃત કરી સંસારની લીલી વાડી ગુંજતી રાખીને ૬૩ વર્ષે વિદેહ થયા. તેમના સુપુત્ર શ્રી હસમુખભાઈએ સૂઝ-સમજ સાથે એ ગૌરવશાળી વારસો જાળવી રાખ્યો છે. સ્વ. શ્રી બાબુભાઈએ પોતાના જીવનકાળમાં માનવતાની ખુબો ફેલાવી અને સેવાઓની સુવાસ મહેંકતી રાખી છે. મોતની સામે અનેકને માટે ઢાલ બનતી મુંબઈની સર હરકીશનદાસ હોસ્પિટલને સાડાબાર લાખ રૂપિયાનું માતબર દાન આપ્યું. જૈનોના મહાતીર્થ સિદ્ધગિરિ પાલીતાણામાં લાખોના ખર્ચે અદ્યતન ઢબનું શ્રી ખેતલાવીર યાત્રિક ભવનનું સર્જન કરાવ્યું. નાલાસોપારામાં મધ્યમવર્ગનાં કુટુંબો માટે આવાસો બનાવ્યા અને લાખોની રકમની પ્રશસ્ય સખાવતો કરી કુળ અને કુટુંબને ધન્ય બનાવ્યું. મોઘેરાં સેવાકાર્યોથી એ શોભાયમાન જીવન સમાજમાં મીઠી ફોરમો ફેલાવતા ફેલાવતા સદા માટે પરલોકવાસી બની ગયા. બનાસકાંઠાના સાચા સપૂત બાબુભાઈ જેવા દિલાવર દિલના દાનવીરો જૂજ સંખ્યામાં જોવા મળે છે. અને સ્વ. બાબુભાઈના પ્રેરણાત્મક જીવનમાંથી સેંકડોએ પ્રેરણા લીધી છે. વિવિધ ક્ષેત્રના વિશાળ પટ ઉપર વૈવિધ્યનો મબલખ ફાળો આપીને ઉમદા કાર્યોની સુવાસ પ્રસરાવી સ્વર્ગવાસી બન્યા. તેમના સુપુત્રો હસમુખભાઈ તથા મુકેશભાઈએ ભારતનાં બધાં જ તીર્થોની યાત્રા કરી છે. ચંદનબહેન ચુનીલાલ કરશનલાલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ધાર્મિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપતા રહ્યા છે. ચોપાટી જૈન સંઘના ટ્રસ્ટી, આત્મવલ્લભ સમાજ ઉત્કર્ષ ટ્રસ્ટ, હરકિસન હોસ્પિટલમાં મેનેજિંગ કમિટીમાં વગેરે સંસ્થાઓમાં પોતાના બહોળા અનુભવનો લાભ આપ્યો છે. સ્વ. મધુરીબેન ચીમનલાલ શેઠ જનાર તો એક દિ ચાલ્યા ગયા, સદ્ગુણ જેના સદા સાંભળે; સંસ્કારનો વારસો આપી ગયા, તે ઉપકાર કદીય ન વિસરે. સૌરાષ્ટ્રમાં માંગરોળની પૂણ્યભૂમિમાં મધુરીબેનનો તા. ૨૫-૧-૧૯૨૪ના જન્મ થયો. નાનપણમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 1163 1164 1165 1166 1167 1168 1169 1170 1171 1172 1173 1174 1175 1176 1177 1178 1179 1180 1181 1182 1183 1184 1185 1186 1187 1188 1189 1190 1191 1192