Book Title: Jain Pratibha Darshan
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 1164
________________ અભિવાદન ગ્રંથ | [ ૧૧૧૫ જાણીતા છે. તેમના સુપુત્રોએ તેમના નામે હજુ પણ દાનની પરંપરા ચાલુ રાખી તેમના પ્રત્યેનો પ્રેમ તથા સદ્ભાવના દાખવી સ્વર્ગસ્થના સદ્ગુણોનો મૂલ્યવાન વારસો જાળવી રાખેલ છે. મુંબઈ કાંદીવવીમાં પ્રથમ ગૃહ-દેરાસરની સ્થાપના કરેલી. પાલીતાણામાં સાહિત્ય મંદિરમાં સારી રકમનું દાન કર્યું. પ્રતાપસૂરિ દાદાની કૃપાથી ધ્રાંગધ્રામાં ઉપાશ્રય માતુશ્રીના નામે; આ ઉપરાંત મહાવીર જૈન વિદ્યાલયમાં પાલીતાણા ગુરુકુળમાં, સિદ્ધક્ષેત્ર શ્રાવિકાશ્રમમાં, હસ્તિનાપુર ઉપાશ્રયમાં વગેરે ઘણી જગ્યાએ દાનધર્મ દ્વારા જીવનને ઉજ્જવળ કરી ગયા. તેમના પરિવારે દાનધર્મનો આ વારસો જાળવી રાખ્યો છે. શ્રી પોપટલાલ તારાચંદ મેપાણી (જૂના ડીસાવાળા) શ્રી પોપટભાઈનો જન્મ જૂના ડીસા પાસે દામા ગામે સં. ૧૯૭૦ના જેઠ સુદ ૧૧ ગુરુવાર તા. ૪૬-૧૯૧૪ ના શુભ દિને થયો હતો. સં. ૧૯૭૧માં એમના પિતાશ્રીએ પોપટલાલ લહેરચંદના નામથી ભાગીદારીમાં શરાફી પેઢી શરૂ કરી. પછી બીજી પેઢી સં. ૧૯૭૩માં એમના પિતાશ્રીએ સ્વતંત્ર શરાફી પેઢી પોપટલાલ તારાચંદના નામથી શરૂ કરી. ધંધાનો ૩૦ વરસની ઉંમરે ઘણો જ વિકાસ કરેલ હતો. સં. ૧૯૭પમાં એમના પિતાશ્રી સ્વર્ગવાસી થયા ત્યારે પોપટલાલભાઈની ઉંમર પાંચ વરસની હતી. ૧૨ વરસની ઉંમરે ડીસાથી મુંબઈ આવી થોડો સમય કાપડના બિઝનેસમાં સર્વિસ કરી. ટૂંક સમય બાદ કાપડનો હોલસેલ વેપાર તેઓએ શરૂ કર્યો. આજે બિઝનેસ તેમના સુપુત્રો સંભાળે છે અને તેઓ ધાર્મિકસામાજિક કાર્યમાં સેવાઓ આપે છે. તેઓશ્રી સત્તર વર્ષથી શ્રી અગાસી તીર્થમાં મેનેજિંગ ટ્રસ્ટી તરીકે સેવ આપી રહ્યા છે. બંને નૂતન ધર્મશાળાઓનું બાંધકામ તેમની દેખરેખ નીચે પુરું થઈ ગયેલ છે. શ્રી સિદ્ધક્ષેત્ર શ્રાવિકાશ્રમ--પાલીતાણાના મંત્રી, શ્રી મહાવીર જૈન વિદ્યાલય-મુંબઈની વ્યવસ્થાપક કમિટીના સભ્ય છે. છેલ્લા ઘણા વર્ષથી તેઓ સંપૂર્ણ ધર્મમય જીવન ગુજારે છે. શ્રી પોપટલાલભાઈ છેલ્લા પચ્ચીસ વર્ષથી નિયમિત સામાયિક, નવકારમંત્રનો જાપ, પ્રભુપૂજન આદિ ધર્મક્રિયામાં તત્પર રહે છે. શ્રી ભીલડિયાજી તીર્થના ટ્રસ્ટી તરીકે વીસ વર્ષથી વધારે સારી સેવા આપી છે. નૂતન પાર્શ્વનાથ ભગવાનનું મંદિર તેમની સંપૂર્ણ દેખરેખ નીચે તૈયાર થયેલ છે. પાલીતાણાની મહારાષ્ટ્ર ભવન ધર્મશાળાના ઉપપ્રમુખ તરીકે દસ વર્ષ સુધી સેવા આપી. એમનાં ધર્મપત્ની સાથે ૧૫ વર્ષ પહેલાં યુરોપનો ઝુરીચ પ્રવાસ કરેલ તેમ જ ૧૫ વર્ષે પહેલાં અમેરિકાનો પ્રવાસ કરેલ હતો. પરદેશનાં પ્રવાસમાં પણ શ્રી પોપટલાલભાઈ નિત્યનિયમ બરાબર પાળતા હતા. ધાર્મિક યાત્રામાં તેમણે શિખરજી વગેરે તીર્થોની યાત્રા કરી છે. સિદ્ધક્ષેત્રમાં પોતાનાં ધર્મપત્ની સાથે ચોમાસુ કરી નવ્વાણું યાત્રાનો પણ લાભ લીધો હતો અને સાથે સાથે પાલીતાણા મહારાષ્ટ્ર ભવનમાં જૂના ડીસા ઉપાશ્રય સંઘ તરફથી પરમ પૂજ્ય સંઘસ્થવર આચાર્યદેવ શ્રીમદ્ વિજયભદ્રસૂરિ મહારાજ અને શ્રીમદ્ વિજયૐકારસૂરીશ્વરજી મહારાજ આદિ ગુરુવર્યો અને પૂજ્ય મનકશ્રીજી સાધ્વીજી મહારાજ આદિને ચોમાસુ કરવાની વિનંતી કરી, તે મુજબ સારો એવો લાભ લીધો હતો. દરેક ધાર્મિક કાર્યોમાં શ્રી પોપટલાલભાઈએ આગેવાની લઈ ખૂબ જ રસ લીધો હતો. મહારાષ્ટ્રભવન--પાલીતાણામાં ભોજનગૃહ બંધાવી આપેલ છે તેમ જ જૂના ડીસાથી બે માઈલે આવેલ વડાવળ ગામે ધર્મશાળા બંધાવી આપેલ છે. શ્રી પોપટલાલભાઈને ધાર્મિક-સંસ્કારી પુસ્તકોના વાંચન-મનનમાં ખૂબ જ રસ છે. સં. ૨૦૩૭માં એમનાં ધર્મપત્ની ચંચળબહેને પ00 આયંબિલનું પારણું કર્યું ત્યારે પૂજ્ય આચાર્યદેવ વિજયભુવનભાનુસૂરીશ્વરજીની નિશ્રામાં સિદ્ધચક્ર પૂજન ભણાવેલ હતું. જૂના ડીસા નૂતન જૈન ઉપાશ્રયમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 1162 1163 1164 1165 1166 1167 1168 1169 1170 1171 1172 1173 1174 1175 1176 1177 1178 1179 1180 1181 1182 1183 1184 1185 1186 1187 1188 1189 1190 1191 1192