Book Title: Jain Pratibha Darshan
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 1162
________________ અભિવાદન ગ્રંથ ] [ ૧૧૧૩ પિતાએ એમના પર અનેરું વહાલ વરસાવી તેમની ખોટ લાગવા ન દીધી. ] અભ્યાસ માટે તેઓ સુરેન્દ્રનગર ગયા અને મેટ્રિક સુધી પહોંચ્યા. તેમને અભ્યાસમાં આગળ વધવાની તીવ્ર તમન્ના હતી પણ ભવિષ્યતા જુદી જ નિર્માયેલી હતી, એટલે તેઓ અભ્યાસ છોડી વ્યવસાયમાં પડ્યા. સને ૧૯૪૩ની સાલમાં તેઓ મહાનગરી મુંબઈમાં આવ્યા. કાર્ય કરવાની વિશેષ કુનેહ સાંપડી અને તેણે સ્વતંત્ર વ્યાપાર કરવાનું આત્મબળ પૂરું પાડ્યું. ૧૯૪૮માં ધીરજલાલ એન્ડ કું; થીનર્સ મેન્યુફેકચરર તરીકે કામ શરૂ કર્યું Jઅને તેમાં ઉત્તરોતર પ્રગતિ સાધી. આજે થીનર્સ મેન્યુફેકચરરમાં તેમની પેઢી શ્રી ધીરજલાલભાઈ શાહ |પ્રથમ પંક્તિમાં આવે છે. અને ભારતમાં સુપ્રસિદ્ધ શહેરોમાં સંખ્યાબંધ સેલિંગ એજન્ટો ધરાવે છે. શ્રી ધીરૂભાઈ ઘણી વ્યાપારી તેમ જ ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે. ખાસ કરીને તેઓશ્રી નેમિનાથ જૈન ટેમ્પલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી, શ્રી ગોવાલિયા ટેક જૈન સંઘના સતત પાંચમી વખત પ્રમુખ, વિજયવલ્લભસૂરિ જન્મશતાબ્દી શિક્ષણ ટ્રસ્ટના ટ્રસ્ટી, ઓલ ઇન્ડિયા શ્રી જૈન શ્વેતામ્બર કોન્ફરન્સના ઉપપ્રમુખ, શ્રી મહાવીર જૈન વિદ્યાલયના ખજાનચી, વિશેષમાં તેઓશ્રી ઝાલાવાડ સોશ્યલ ગ્રૂપ, ધ્રાંગધ્રા સોશ્યલ ગ્રૂપ તથા જૈન શ્વેતામ્બર એજયુકેશન બોર્ડ તથા જૈન એસોસિયેશન ઓફ ઇન્ડિયા વગેરે સંસ્થાઓમાં પણ સેવાઓ આપી હતી. દીલ્હીમાં રૂપિયા બે કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલ શ્રી વિજયવલ્લભ સ્મારક ટ્રસ્ટમાં પણ ટ્રસ્ટી તરીકે સેવા આપી. તેમની લોકપ્રિયતાનું મુખ્ય કારણ તેમનો વિનમ્ર સ્વભાવ, તેમની ઉદારતા અને તેમની પ્રસન્ન મુખમુદ્રા હતી. ગમે તેવી કઠિન પરિસ્થિતિમાં પણ તેઓ મનની સ્વસ્થતા ગુમાવતા નથી પરંતુ શાંત ચિત્તે તેનો ઉપાય વિચારે છે અને તે અવશ્ય શોધી કાઢે છે. તેમનાં ધર્મપત્ની શ્રીમતી તારાબેન પણ અનેકવિધ સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલાં છે. ખાસ કરીને શ્રી ઝાલાવાડ જૈન મહિલા મંડળના મંત્રી તથા શ્રી ચંદનબાળા કન્યા શિક્ષણ શિબિરના ટ્રસ્ટી તેમ જ શ્રી શંખેશ્વર જૈન મહિલા મંડળના પ્રમુખ તરીકે શ્રીમતી તારાબેનની સેવાઓ ઉલ્લેખનીય છે. શ્રી ધીરૂભાઈએ પાલીતાણામાં શંત્રુજય હોસ્પિટલ ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે પણ સેવા આપી હતી. શ્રી નટવરલાલ એસ. શાહ - ર સંસારમાં સુખ અને શાંતિ માત્ર સંતોષમાં છે. સુખ અને દુઃખ એ તો મનના કારણ છે અને તેથી “સુખે દુઃખે સમેકૃત્વા એ ગીતા વાક્યને જીવનમાં ઉતારી પ્રેરણાના પુખનો પમરાટ પ્રસરાવનાર માણસની મહેંક સર્વત્ર રેલાય છે. એવા ગુણોથી વિભૂષિત ખંભાતના વતની શ્રી નટવરલાલ સાકરચંદ શાહનો જન્મ ખંભાતમાં તા. ૧-૬-૧૯૨૦ (સંવત ૧૯૭૬ના જેઠ સુદ૧૫)ના દિવસે એક સામાન્ય કુટુંબમાં થયો. માતાનું નામ મણિબહેન. જન્મદાયી માતા દશ વર્ષના બાળને મૂકીને અવસાન પામ્યાં પણ સંસ્કારની મહામૂલી મુડી આ બાળકને સોંપી ગયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 1160 1161 1162 1163 1164 1165 1166 1167 1168 1169 1170 1171 1172 1173 1174 1175 1176 1177 1178 1179 1180 1181 1182 1183 1184 1185 1186 1187 1188 1189 1190 1191 1192