Book Title: Jain Pratibha Darshan
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 1166
________________ અભિવાદન ગ્રંથ ] [ ૧૧૧૭ માતા-પિતા તરફથી સુંદર ધાર્મિક સંસ્કાર મળ્યા. જીવનમાં દેવ-ગુરુ-ધર્મની પ્રાપ્તિ થયા પછી આંતરિક ગુણસંપત્તિની વૃદ્ધિ થાય છે, તે જ રીતે જીવનમાં | ગુણો વિકસાવ્યા હતા. ઇ. સ. ૧૯૪૪માં મુંબઈ રહેતા ચીમનલાલ કાનજી શેઠ માંગરોળવાળા સાથે લગ્નગ્રંથીથી જોડાયાં. જીવનમાં સરળતા, વ્યવહાર કુશળતા અને નિસ્વાર્થ સેવાગુણથી સૌના પ્રિય બન્યાં. દર્શન-પૂજાભક્તિ, સામાયિક, નવકાર જાપ, વ્રત-નિયમાદિ આરાધના કરી પરિવારમાં સૌની કાળજી, નીતરતો વાત્સલ્યભાવ, પરમાર્થ ભાવથી દાંપત્ય જીવનના ૪પ વર્ષ સુવાસિત કરી ગયાં. ઇ. સ. ૧૯૮૭માં સ્વ. મધુરીબેન સી. શેઠ આખા કુટુંબ અને સંબંધીઓના કુટુંબ સાથે પાલીતાણા તીર્થભૂમિની ઉલ્લાસપૂર્વક જાત્રા કરી અને સૌને કરાવી....દિલમાં રહેલી ધર્મની લાગણીના દર્શન થયા. તારક આલંબનો પામીને જીવનમાં યાદગાર સુકૃતની કમાઈ કરી. - ઈ. સ. ૧૯૮૮ના જાન્યુ.ની પહેલી તારીખે સામધિપૂર્વક નવકારનું સ્મરણ કરતાં નશ્વર દેહને ત્યજી ગયાં. પરિવારને ન ભૂલાય તેવો સંસ્કાર વારસો આપી ગયા. ઘણા જ ઉમદા સ્વભાવના શ્રી મધુરીબેને જૈન આચાર-વિચારને જીવનમાં આત્મસાત્ કરેલ. શ્રી મનુભાઈ નરોત્તમદાસ શેઠ સતત જહેમત, અદમ્ય ઉત્સાહ અને પ્રખર બુદ્ધિપ્રતિભાથી સેવા ક્ષેત્રને-ઉર્ધ્વગતી તરફ પ્રેરનાર તથા કર્તવ્યનિષ્ઠ. ધ્યેયનિષ્ઠ અને વિનયશીલનાથી ગૌરવાંકિત જીવનનો વિકાસ સાધનાર શ્રી મનુભાઈ 1 નિરોત્તમદાસ શેઠનું તેજસ્વી લલાટ, પ્રતાપી અને પ્રેમાળ આંખો, પ્રથમ દર્શને પર જ પ્રતિભાની પ્રભા પ્રસરાવતું જોવા મળે છે. વ્યક્તિત્વથી માનવતાડી સેવા ક્ષેત્રે અનેરી સિદ્ધિ હાંસલ કરી છે. જૈનોની પવિત્ર અને ગૌરવવંતી સિદ્ધાચલ મહાતીર્થની પવિત્ર ભૂમિ ' પાલીતાણાના આ સપૂતનો તા. ૧૮-૮-૨૪ના દિને જન્મ થયો હતો. માતા ચંચળબેન અને પિતા નરોત્તમદાસ પરમાણંદ પરિવારમાં તેમનાં બાલ્યકાળથી જ ધર્મસંસ્કાર, શિક્ષણ, સેવાપરાયણતા અને દેશદાઝના સંસ્કાર મળેલા હોય શ્રી મનુભાઈ જૈન સેવાસમાજમાં ૮ વર્ષની ઉંમરે જોડાઈ, સામાન્ય સેવાના પાઠ ભણી સંસ્થાની દરેક પ્રવૃત્તિઓમાં ઉલ્લાસથી ભાગ લેતા થયા અને સૌપ્રથમ પાલીતાણાના ગોડીજી જૈન દેરાસરની પ્રતિષ્ઠામાં સેવા બજાવી કાર્યનાં મંગલાચરણ કર્યા બાદ આગમ મંદિરની પ્રતિષ્ઠામાં પણ જોડાયા. સને ૧૯૪૪માં પાલીતાણાના રાજાના રજ્યાભિષેકની સિલ્વર જ્યુબિલી પ્રસંગે અનેકવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાતા જૈન સેવા સમાજ દ્વારા વિખ્યાત કવિ નાનાલાલ લિખીત નાટિકા “ગોપિકા' ભજવાતા અને તેમાં મનુભાઈ દ્વારા રાજકુમારનું પાત્ર એવું સુંદર ભજવાતા લોકોની વાહ-વાહ અને શાબાશી પ્રાપ્ત કરેલ. છે (, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 1164 1165 1166 1167 1168 1169 1170 1171 1172 1173 1174 1175 1176 1177 1178 1179 1180 1181 1182 1183 1184 1185 1186 1187 1188 1189 1190 1191 1192