Book Title: Jain Pratibha Darshan
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 1161
________________ ૧૧૧૨ ] [ જૈન પ્રતિભાદર્શન સંગીત, નાટક અને રમતગમત વગેરેનો શોખ છે. તેઓ મુંબઈમાં વેજીટેરીયન સોસાયટીના સેક્રેટરી છે. ઘણા જ ઉમદા સ્વભાવના શ્રી જશવંતભાઈને જૈનધર્મના ઊંડા રહસ્યો જાણવા સમજવાની હંમેશા લગની રહી છે. જૈન સંદર્ભ ગ્રંથ પ્રકાશનના કાર્યમાં હંમેશા તેમનો સહયોગ મળતો રહ્યો છે. સ્વ. શેઠશ્રી જેશીંગભાઈ કાલીદાસ શેરદલાલ જન્મ સં. ૧૯૨૯ના ચૈત્ર વદ ૮ ના રોજ અમદાવાદમાં થયો હતો. તેમના પિતાશ્રીનું નામ કાલીદાસ ભીખાભાઈ અને માતાનું નામ જેકોરબાઈ હતું. પૂ. આ. ભ. શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ સાહેબના તેઓ નિષ્ઠાવાન ભક્ત હતા. તેઓશ્રીની શુભ પ્રેરણાથી તેમણે અનેક મંદિરોમાં ઘણા જિનબિમ્બો ભરાવવામાં તેમ જ પ્રતિષ્ઠા વગેરે શુભ કાર્યોમાં લક્ષ્મીનો વ્યય કરીને ઘણાં પુણ્ય કાર્યો કર્યા છે. શ્રી કદમ્બગિરીની બાવન જિનાલયની ભમતીમાંની મોટી દેરી, રોહીશાળામાંની મૂળ નાયકની પ્રતિમા અને તેમની બાજુની જિનપ્રતિમાં તેમ જ બહારની બાજુમાં શ્રી સીમંધરસ્વામીની પ્રતિષ્ઠા તેમ જ અંજનશલાકા વગેરે કાર્યો એ તેમના ઉન્નત અને ઉદાર ધર્મજીવનનાં પુણ્ય પ્રતીકો છે. પ્રતિમા અને પ્રતિષ્ઠા ઉપરાંત તેમને શ્રુતજ્ઞાન ભક્તિમાં પણ ઊંડોરસ હતો. શ્રી જેશીંગભાઈએ પોતાની મિલકતના અમુક ભાગની રકમનું ટ્રસ્ટ કર્યું હતું અને શાસનસમ્રાટ આચાર્યમહારાજશ્રીએ મંગળ આશીર્વાદ આપ્યા હતા. આ ટ્રસ્ટમાંથી અલભ્ય એવા ગ્રંથરત્નો સિદ્ધહેમ શબ્દાનુશાસન આદિ પુસ્તકો પ્રકાશિત થાય છે. તેઓશ્રી તત્ત્વવિવેચક સભાના અધ્યક્ષ હતા. તેઓશ્રીએ નિર્ધારિત નવકારમંત્રનો જાપ પૂર્ણ કર્યો હતો. તેઓએ સાધર્મિકોના ઉદ્ધાર વગેરેમાં પણ ગુપ્તદાન કરવામાં કચાશ રાખી ન હતી. સં. ૧૯૫૫માં શ્રી સિદ્ધિગિરિની શીતળ છાયામાં ચાતુર્માસ કર્યું હતું. તેઓ પુણ્યરાશિ પુખ હતા અને તેની સૌરભ આજે પણ મહેક મહેક થાય છે. તે સુવાસ કાયમ રહે તે માટે તેમનો પુત્રો શ્રી સારાભાઈ અને શ્રી મનુભાઈ ટ્રસ્ટમાંથી પોતાના પિતાશ્રીની જેમ જ ઉત્સાહ અને ઉમંગથી પુણ્યકાર્યોમાં સાથ સહકાર આપી રહ્યા છે. પિતાશ્રીના સ્મરણાર્થે અષ્ટાનિકા મહોત્સવ આદિ કાર્યો, ધાર્મિક વિધિ-વિધાનો ઉપરાંત બંને બંધુઓએ વર્ધમાનતપ આયંબિલખાતામાં સારી રકમ આપેલ. સં. ૨૦૧૮ વૈશાખ સુદ ૧૦ ના રોજ પાલીતાણામાં શ્રી નેમિદર્શન વિહાર નામનું ગુરુમંદિર બનાવી તેમાં પૂજ્ય આચાર્યભગવાનની મૂર્તિની પ્રતિષ્ઠા કરાવી હતી. શ્રી સારાભાઈ પણ રાજનગર ધર્મપુરી અમદાવાદના અગ્રગણ્ય આગેવાન હતા. તેઓ ચાલ્યા ગયા પણ પુષ્પપાંખડીની જેમ મધુર સુવાસ ફોરમ મૂકી ગયા અને જીવન ધન્ય ધન્ય બનાવી ગયા. શ્રી ધીરજલાલ મોહનલાલ શાહ જનસમાજમાં ચિરંજીવ સુવાસ એમની જ મહેકતી રહે છે જેઓ સંસારના દરેક વ્યવહારોમાં નિષ્ઠાને, પ્રામાણિકતાને, નીતિન્યાયને વળગી રહ્યા છે. શ્રી ધીરજલાલભાઈ આવી બહુમુખી પ્રતિભાસંપન્ન વ્યક્તિ હતા. સ્વાશ્રય અને પુરુષાર્થના બળે આગળ વધીને તેઓ આ એક સફળ વ્યાપારી તથા વિશિષ્ટ રસાયણના ઉત્પાદક બન્યા. અને સૌજન્યભર્યા વ્યવહારથી હજારો હૈયામાં માનભર્યું સ્થાન પામ્યા. ધ્રાંગધ્રામાં જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સમ્પ્રદાયને અનુસરતા દશાશ્રીમાળી જ્ઞાતિના શ્રી મોહનલાલ શાહને ત્યાં માતા સમતાબહેનની કુક્ષીએ તેમનો જન્મ થયો. આઠ વર્ષની ઉંમરે માતાનો દેહવિલય થયો પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 1159 1160 1161 1162 1163 1164 1165 1166 1167 1168 1169 1170 1171 1172 1173 1174 1175 1176 1177 1178 1179 1180 1181 1182 1183 1184 1185 1186 1187 1188 1189 1190 1191 1192