Book Title: Jain Pratibha Darshan
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 1159
________________ ૧૧૧૦ પુણ્ય કાર્ય કરી રહ્યા છે. શ્રી છોટાલાલ મણિલાલ શેઠ શ્રી છોટાલાલભાઈ અને તેમનું કુટુંબ જિનશાસને પ્રબોધેલા રંગે રંગાયેલું છે. સાવરકુંડલાના વતની શ્રી છોટાલાલ મણિલાલ બેચરદાસ મુંબઈમાં કાપડ લાઈનમાં ખૂબ જ યશકીર્તિ પામેલા આગેવાન વેપારી છે. ધંધાના પ્રભાવજનક વિકાસની સાથે ધર્મક્ષેત્રે એમનું અને એમના પરિવારનું ઘણું મોટું પ્રદાન છે. સાવરકુંડલા દેરાસરના વહીવટમાં પણ એમનું માર્ગદર્શન રહ્યું. દોઢસો વર્ષ પહેલાં મોતીશા ટૂંકમાંથી ધર્મનાથસ્વામીની પ્રતિમા લઈ આવ્યા ત્યારે એ વખતની પ્રતિષ્ઠા વખતે શરૂથી અંત સુધી આ શેઠ કુટુંબ મોખરે હતું, જે ધર્મપ્રભાવનાની પરમ્પરા આ પિરવારે આજ સુધી જાળવી રાખી છે. સં ૨૦૦૨માં શ્રી મણિલાલભાઈના સ્વર્ગવાસ પછી વહીવટ શ્રી માનચંદભાઈએ કર્યો અને તે પછી શ્રી છોટાલાલભાઈ ધર્મ--આરાધનાના કાર્યોમાં રાહબર બની રહ્યા. ભારતના દક્ષિણ સિવાયના મોટાભાગનાં જૈનતીર્થોની યાત્રાર્થે સકુટુંબ જઈ આવ્યા છે. શાન્તિસ્નાત્ર, ચાતુર્માસ, ઉપધાનતપ, અને કુટુંબમાં વર્ધમાનતપની ઓળી જેવાં વ્રતો થયેલાં છે. તેમની સાધર્મિક ભક્તિ હંમેશાં આજ સુધી ચાલુ રહી છે, જે એમની ધર્મનિષ્ઠાની પ્રતીતિ કરાવે છે. શ્રી છોટુકાકાના નામે સૌરાષ્ટ્રમાં તેમ જ મુંબઈમાં તેઓ જાણીતા છે. પાંચ પુત્રોનો પરિવાર છે. સંયુક્ત કુટુંબમાં આનંદકિલ્લોલથી સૌ સાથે રહે છે. સૌરાષ્ટ્રના જૈન સમાજના જે અગ્રગણ્ય જૈન શ્રેષ્ઠીઓ ગણાવાયા છે તેમાં શ્રી છોટાલાલભાઈની પ્રથમ હરોળમાં ગણના થાય છે. સાધુ-સાધ્વીઓની સુશ્રુષા-વૈયાવચ્ય સુંદર રીતે કરવામાં આ પરિવાર મોખરે રહ્યો છે. [ જૈન પ્રતિભાદર્શન (સંકલન : ડૉ. કવિનભાઈ શાહ) શ્રી છોટાલાલભાઈની ઉચ્ચતમ ભાવના અને મિલનસાર સ્વભાવને કારણે બહોળા જનસમૂહમાં સૌના પ્રીતિપાત્ર બની રહ્યા છે. દિલની અમીરાતવાળા શ્રી છોટાલાલભાઈએ ઉત્તરોત્તર વિકાસ અને પ્રગતિ સાધી તેમાં તેમના સદ્ગુણોએ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે સમ્પત્તિના પોતે ટ્રસ્ટી છે, એમ માનીને જ્યાં--જ્યાં સારાં કાર્યો થતાં રહ્યાં ત્યાં ત્યાં તેમણે અંતરના ઉમળકાથી લાભ લઈ વિવિધ ક્ષેત્રોમાં યથાયોગ્ય નાનાંમોટાં ઘણાં દાન આપેલાં છે. તેમનું આ પ્રદાન ખરેખર દાદ માગી લે તેવું છે. સાવરકુંડલાની જૈન બોર્ડિંગ અને શાળામાં એમની દેણગીએ પરિવારને ગૌરવ અપાવ્યું છે. ઉનાની ધર્મશાળામાં પણ એવી જ બાદશાહી સખાવત એમણે કરી છે. તેમનાં ધર્મપત્ની શાન્તાબહેન પણ એવાં જ ધર્મપરાયણ અને ઉદારચિરત છે. ૨૦૪૦માં પાલીતાણામાં ચાતુર્માસ. એ વખતે ઉપધાનમાં પહેલી માળનો આ પરિવારે લાભ લીધો. ઉપધાન--અઠ્ઠાઈ વગેરે આ દંપતીને ખૂબ જ ભાવથી કર્યાં. વર્ષો પહેલાં હસ્તિગિરિમાં એક પ્રતિમાજીની પ્રતિષ્ઠાનો પણ આ પરિવારે લાભ લીધો. શેઠશ્રી છોટાલાલભાઈ એમની પાછલી અવસ્થામાં વ્રત, જપ, તપ અને જિનશાસનની ધર્મમય જે કાંઈ પ્રવૃત્તિ થાય તેમાં વ્યસ્ત બની આનંદમંગલથી વિશાળ પરિવારને માર્ગદર્શન આપી રહ્યા છે. આવા શ્રેષ્ઠીઓ આપણી વંદનાના અધિકારી બને છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 1157 1158 1159 1160 1161 1162 1163 1164 1165 1166 1167 1168 1169 1170 1171 1172 1173 1174 1175 1176 1177 1178 1179 1180 1181 1182 1183 1184 1185 1186 1187 1188 1189 1190 1191 1192